હાર્ટ ફેલ્યોર શુ છે ?

હાર્ટ ફેલ્યોર એ એક એવા પ્રકારનો હૃદય રોગ છે જેનું મૂળ કોઈ પણ હોય  શકે  છે,  અને  જેની  તે  રોગના  અંતિમ  તબક્કામાં  અથવા આગળના સ્વરૂપમાં પ્રગતિ થઈ હોય છે.

જાu કે દર્દીની સ્થિતિ સારવાર દ્વારા જાળવી શકાય છે, તેમ છતાં દર્દી હજી પણ બીમાર છે, સંભવિત અક્ષમ  છે  અને  સામાન્ય  રીતે  પ્રવૃત્તિના  મર્યાદિત  સ્તરે  પણ  કાર્ય કરવામાં અસમર્થ છે. હૃદય  રોગ  તેના  અંતિમ  તબક્કે  પહોંચ્યો  છે  તે  શેના  આધારે નક્કી કરવામાં આવે છે ?

સામાન્ય  રીતે,  આ  રોગની  દીર્ઘકાલીનતાના  આધારે  નક્કી  કરવામાં આવે  છે.  ઉદાહરણ  તરીકે,  કોઈ  વ્યક્તિ  કે  જેને  અંતિમ  તબક્કાનો ઇસ્કેમિક  હાર્ટ  ડિસીઝ  છે, તે  ઘણા  વર્ષોથી  તે  સમસ્યાથી  પીડાઈ  રહ્યો હોય છે. તેઓને વારંવાર બહુવિધ હાર્ટ એટેક અને સંભવત સર્જિકલ હસ્તક્ષેપ નો ઇતિહાસ હશે.

શું હૃદય રોગ વારસાગત છે, અને જો હા તો તેનું જાuખમ ઓછું કરવા માટે શું કરી શકાય છે ?

આ  માટેનો  જવાબ  ખરેખર  બે  પ્રશ્નો  છે.  સૌ  પ્રથમ,  હૃદય  રોગના પ્રકારો છે જે વારસાગત છે. બીજું, હૃદય રોગના એવા પ્રકારો પણ છે જે  વારસાગત  નથી. પ્રાપ્ત  કરેલ  હૃદય  રોગ  જે  ગતિથી  વિકસે  છે  તે જોખમ પરિબળોની  હાજરી  સાથે  સંબંધિત  હોઈ  શકે  છે.  ઉદાહરણ તરીકે,  જે દર્દીઓ  ઇસ્કેમિક  હાર્ટ  ડિસીઝ  ધરાવે  છે  જેમાં  હૃદયને મળતો લોહીનો પુરવઠો ઓછો થયો છે – આ રોગ જે દરથી વિકસે  છે અથવા  પ્રગતિ  કરે  છે  તે  ઘણા  જાણીતા  જાuખમો  પરિબળો  દ્વારા પ્રભાવિત  થાય  છે.  દર્દી  આમાંના  કેટલાક જોખમોના પરિબળોને નિયંત્રિત  કરી  શકે  છે  અને  કેટલાકને  નિયંત્રિત  કરી  શકાય  તેમ નથી. જાuખમનાં  જે પરિબળોને  નિયંત્રિત  કરી  શકાતા  નથી  તેઓમાં વધતી  જતી  વય  /  ઉંમર,  લિંગ  અને  કૌટુંબિક  ઇતિહાસનો  સમાવેશ થાય  છે. જોખમના  જે  પરિબળોને  નિયંત્રિત  કરી  શકાય  છે તેઓમાં સ્થૂળતા,  ધૂમ્રપાન,  હાઈ  બ્લડ  પ્રેશર,    કસરત  અથવા  તેનો  અભાવ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

અંતિમ  તબક્કાનો  હૃદય  રોગ  ધરાવતા  લોકો  માટે  બીજી  કઈ સર્જરીઓ કરવામાં આવે છે ?

અમે સર્જિકલ ઉપચારને દર્દીની કાર્ડિયાક સ્થિતિ માટે અનુરૂપ કરીએ છીએ. જો દર્દીને  હાર્ટ  વાલ્વની  સમસ્યાઓ  સાથે  સંબંધિત  અંતિમ તબક્કાનો  હૃદય  રોગ  હોય  છે, તો  વાલ્વ  રિપ્લેસમેન્ટ  અથવા  વાલ્વ રીપેર  તે  દર્દી  માટે  યોગ્ય  ઓપરેશન  હોઈ  શકે  છે. જો દર્દીનું  હાર્ટ ફેલ્યોર હૃદયના સ્નાયુઓને લોહીના પુરવઠાના અભાવ સાથે સંબંધિત હોય, તો  અમુક  કિસ્સાઓમાં,  અમે  બાય-પાસ  સર્જરી  કરી  શકીએ છીએ.  પ્રમાણભૂત  કાર્ડિયાક  ઑપરેશન  દ્વારા  સુધારણા  થઈ  શકે  તેમ ન  હોય  તેવી  હાર્ટ  ફેલ્યોરની  તકલીફ  ધરાવતા  કોઈ  પણ  દર્દી  માટે કાર્ડિયાક  ટ્રાન્સપ્લાન્ટેશનની  સલાહ  આપવામાં  આવી  શકે  છે.  હાર્ટ ફેલ્યોરની  ગંભીર  સ્થિતિ ધરાવતા  દર્દીઓ  માટે  ઉપચારનું  એક

આશાસ્પદ  સ્વરૂપ  એ  મિકેનિકલ  બ્લડ  પંપ  છે. મિકેનિકલ  બ્લડ  પંપો હાલમાં  એવા  દર્દીઓમાં  રોપવામાં  આવે  છે  જેઓ  હાર્ટ  ટ્રાન્સપ્લાન્ટની રાહ  જોઈ  રહ્યા  છે,  પરંતુ  જેઓના  હૃદયની  સ્થિતિ  દાતાના  હૃદયની ઉપલબ્ધતા  થાય  તે  પહેલા  બગડવા  લાગે  છે.  આ  સંજાuગોમાં,  દાતાનું હૃદય  ઉપલબ્ધ  ન  થાય  ત્યાં  સુધી  બ્લડ  પંપ  દર્દીમાં  દાખલ  કરવામાં આવે છે, અને દાતાનુ હૃદય ઉપલબ્ધ થાય તે સમયે, આ બ્લડ પંપને કાઢી  લેવામાં  આવે  છે, અને  હાર્ટ  ટ્રાન્સપ્લાન્ટેશન  કરવામાં  આવે  છે. હાર્ટ  ટ્રાન્સપ્લાન્ટની  જરૂતિયાત  ધરાવતા  હોય  તેવા  દર્દીઓની  સંખ્યા ઉપલબ્ધ દાતાઓના હૃદયની સંખ્યા કરતા વધારે હોવાના કારણે, તેવું અનુમાન  કરવામાં  આવે છે  કે  ભવિષ્યમાં  અંતિમ  તબક્કાનું  હાર્ટ ફેલ્યોર  ધરાવતા  દર્દીઓ  માટે  મેકેનિકલ  બ્લડ  પંપ  એ  પ્રાથમિક ઉપચારાત્મક વિકલ્પ તરીકે કામ કરશે.

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ઉમેદવાર કોણ છે ?

સામાન્ય  રીતે  હાર્ટ  ટ્રાન્સપ્લાન્ટેશન  માટે  એક  એવી  વ્યક્તિને  સલાહ આપવામાં  આવે  છે  જેને  અંતિમ  તબક્કાનું  હાર્ટ  ફેલ્યોર  હોય.  તેમના હૃદયની  સમસ્યા અન્ય કોઈ પણ  ઓપરેશન દ્વારા સુધારી શકાય તેમ નથી, અને દર્દીઓએ આ માટેના સંખ્યાબંધ પસંદગી માટેના પરિબળો અને  બાકાત  કરવા  માટેના  માપદંડોને  પરિપૂર્ણ  કરવા  આવશ્યક  છે. આ  માટેના  માપદંડોના  ઉદાહરણોમાં  શામેલ  છે : ઉલટાવી  ન  શકાય તેવું  કિડની  અથવા  લીવર  ફેલ્યોર ;  દર્દીને  હાર્ટ  ફેલ્યોર  માટે  યોગ્ય સારવાર પ્રાપ્ત  થઈ  રહી  છu ;  અને તબીબી ઉપચાર  હોવા  છતાં આયુષ્ય મર્યાદિત  છે.  દર્દીઓ  અને  તેઓ  ના  પરિવારના  સભ્યોને  દવાઓમાં જરૂરી  બદલાવ,  ઓપરેટિવ  પ્લાન,  અને  ડોક્ટર  સાથે  નિયમિત  રીતે સંપર્કમાં  રહીને  લાંબા  ગાળાના  ફોલો-અપ  માટેની  જરૂરિયાત  સહિત કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટમાં શેનો શેનો સમાવેશ થાય છે તેની પણ સંપૂર્ણ માહિતી  આપવામાં  આવે  છે.  જો દર્દીના  ફિઝિશિયન  નું  માનવું  છે  કે દર્દી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન  માટે યોગ્ય ઉમેદવાર છે અને દર્દીને તે માટે યોગ્ય  રીતે  શિક્ષિત  કરવામાં  આવ્યું  છે,  તો  પછી  દર્દીને  આ  ઉપચાર માટેની  સલાહ  આપવામાં  આવે  છે. જો વાચકોને  ખાસ  કરીને  હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવામાં રસ હોય છે, તો તેઓ સિમ્સ  હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે.

શું  અંતિમ  તબક્કાનો  હૃદય  રોગ  ધરાવતા  લોકો  કાર્ડિયાક પુનર્વસન માટેના ઉમેદવાર છે ?

હા.  ફરીથી  એ  ધ્યાનમાં  લેવી  જરૂરી  છે  કે,  તે  ઔપચારિક  કાર્ડિયાક પ્રોગ્રામ દ્વારા કરવામાં આવવું  જોઈએ.