જે  રીતે  ધમનીઓ  શુદ્ધ  લોહીને  આખા શરીરમાં  પહોંચાડે  છે,  તે  જ રીતે  નસો  અશુદ્ધ  લોહીને  પાછું  હૃદય  સુધી  પહોંચાડવાનું  કામ  કરે છે.જે રીતે ધમનીઓમાં વિક્ષેપ  આવવાથી હાર્ટ એટેક, લકવો તેમજ પગ  કાળા  પડવા  જેવી  બીમારીઓ  થાય  છે  તે  જ  રીતે  òu  નસોમાં લોહીના  સંચારથી  વિક્ષેપ  આવવાથી  અનેક  પ્રકારની  બીમારીઓના લક્ષણ  થઈ  શકે  છે.  અહીંયા  અમે  નસોમાં  થતી વિભિન્ન  પ્રકારની બીમારીઓનું વર્ણન અને ચર્ચા કરીશું.

નસોમાં લોહીનું ધીમું વહેવું અથવા પાછું પાછળની તરફ જવું

પગની નસોમાં લોહી ને ગુરુત્વાકર્ષણ શક્તિની  વિરુદ્ધ  ઉપરમોકલવાનું  હોય  છે  તેમાં  પગની  માંસપેશીઓનું  સંકોચન  થવું  એ ખૂબ  જ  મહત્વપૂર્ણ  માનવમાં  આવે  છે, સાથે સાથે  વન  વે  વાલ્વ  લોહીને  પાછું  પાછળ આવવા દેતાં નથી આનાથી  નસોમાં  લોહી એક  જ  દિશામાં  વહન  કરે  છે.જ્યારે  પણ પગની  માંસપેશીઓમાં  કસરતની  ઘટથવાથી (લાંબા  સમય  સુધી  કોઈ  બીમારીના  કારણે આરામ  કરવો)શક્યતા ખૂબ વધી જાય છે સાથે સાથે લાંબા સમય સુધી  લોહીનોપ્રવાહ ઓછો  થવાના  કારણે  નસોની  અંદરનો  વાલ્વ પણ ખરાબ થઈ  જાય છે તથા  લોહી પાછળની સાઇડ જતુ રહે  છે  જેનાથી  પગલનો  રંગ શરૂઆતમાં  ઘાટ્ટો  અને  પછી  પછીથી તે ઘા પણ બની શકે છે.

લક્ષણઃ

 • પગમાં સોòu આવવો

 • પગની ચામડીનું લાલ થઈ જવું તેમજ ખંજવાળ આવવી

 • ઉપરોક્ત લક્ષણની સાથેપગ પર ઘા પણ બની જાય છે.

 • સામાન્ય સારવારથી પગનો ઘા સાòu ન થવા

સારવારઃ

 • સૂતી વખતે પગને થોડા ઉપર રાખવાં

 • પગની કસરત નિયમિતરૂપે કરવી

 • ચાલતા સમયે પગમાં બેન્ડેજ(ક્રેપ બેન્ડેજ)નો ઉપયોગ કરવો

 • òu  પગ  પર  ઘા  થઈ  જાય  તો  તેને  તરત  જ  વેસ્ક્યુલરસર્જનને બતાવવીને સારવાર કરાવવી.

 

વેરિકોઝ વેન                                                                                                                                                                             

પગની  ચામડીની  નીચેવાળી  નસો  તરત  જ  ફૂલી  જાય  છે  તથા અપાકૃતિક  રીતે  ચામડી  પર  ફેલાયેલી òuવા  મળે  છે.  એમ તો  આ કોઈ  તકલીફ  ઉત્પન્ન  નથી કરતું  પરંતુ  લાંબા  સમય  સુધી રહેવાથી ખંજવાળ જેવા લક્ષણ ઉત્પન્ન કરી શકે છે તથા òuવામાં પણ ખરાબ લાગે છે. આ બીમારીનું મુખ્ય કારણ પગની  ઉપરની નસોની  અંદર વાલ્વ  ખરાબ  થઇ  જવો  તેવુ  માનવામાં આવે છે

સારવારઃ

 • ખૂબ  ઓછા  ફુલાવવાળા  દર્દી  માત્ર બેન્ડેજથી કામ ચલાવી શકે છે.

 • બહુ  વધારે  થવા  પર  એક  નવા ઉપાયમાં  કેથરેટર  એબલેશન  નામની પધ્ધતિથી ઉપચાર કરી શકાય છે.

 • આ  નવી  પધ્ધતિથી  કરેલી  સારવારની  અસર  જલ્દી  થાય  છે તથા ફરીથી તે થવાની સંભાવના બહુ ઓછી છે.

નસોમાં લોહીનો ગઠ્ઠો થઈ જઈ બંધ થઈ જવુ

ક્યારેક ક્યારેક નસોમાં લોહી ગઠ્ઠો થઈને જામ  થઈ  જાય  છે  એનાથી  પગમાં  ખૂબ  જ સોòu  આવી  જાય  છે. આનું  મુખ્ય  કારણ કોઇ  બિમારીના  કારણે  ખુબ  લાંબા  સમય સુધી  આરામ  કરવો  એવું  માનવામાં  આવે છે.

નસોની  બીમારીઓ  થવાનાં  મુખ્ય  કારણો અને પરિસ્થિતીઓઃ

 • લાંબા  સમય  સુધી  બેસવું  અથવા  કોઈપણ  પ્રકારની  કસરત  ન કરવી.

 • મોટાપો 

 • હાર્મોન થેરાપી અથવા બર્થ કંટ્રોલ પિલ્સનો ઉપયોગ કરવો

 • કુલ્લા,  ઘૂંટણ,  પગ,  પેટ  તેમજ  છાતીનાં  ઓપરેશન  કરાવ્યા પછી

 • ધૂમ્રપાન કરવું

 • શરીરના  કોઈપણ  મુખ્ય  હાડકાનું  તૂટી  જવું  એ  તેની  સારવાર દરમિયાન

 • કેન્સરની સારવાર દરમિયાન

 • વારસાગત લોહીનો ગઠ્ઠો વધવાની સમસ્યા

 • લકવો  અને  કોઈ  અન્ય  બીમારીના  કારણે  લાંબા  સમય  સુધી પલંગ પર રહેવું

 • ગર્ભાવસ્થા દરમિયાન

 • ખૂબ વધારે વેરીકોઝ વેનનું હોવું

 

લક્ષણ:

 • પગનું સૂજી જવુ તથા દુખાવો થવો

 • પગનું લાલ તથા કાળું થઈ જવું

 • પગ પર ઘા થઈ જવું

 • લાંબા  સુધી  આની  સારવાર  ના  કરાવો  તો  આ  ઘાતક  બીમારી પલ્મોનરી એમબોલિઝમ પણ ઉત્પન્ન કરી શકે છે.

સારવારઃ

પારંભિક અવસ્થામાં સોòu ઓછો કરવાની દવા અને એન્ટીબાયોટીક્સ દવાથી દર્દીને આરામ થઈ જાય છે.આની  સાથે  જ  લોહીને  પાતળું  કરવા  માટેનું  ઈન્જેક્શન  અને ગોળીઓ  ચાલુ  કરવી  પડે  છે. ૫૦ ટકા  લોકોને  ઈન્જેક્શન  અને ગોળીઓથીખૂબ જ આરામ થઈ જાય છે.

જે  લોકોને  દવાથી  આરામ  નથી  થતો,  તો  તેમના  માટે  નવીન ટેકનિકમાં  કેથેટર  દ્ધારા  લોહીના  ગઠાંને  બહાર  નીકાળવાની સારવાર કરાવવી જાેઈએ.

જે  લોકો  લોહીને  પાતળું  કરવાની  દવા  નહીં  લઈ  શકતા  અથવા જેમાં  દવા  આપવામાં  લોહીના  પ્રવાહનું  òuખમ  હોય  તે  લોકોમાં પલ્મોનરી  એમબોલિઝમ  થવાથી  બચાવવા  માટે  આઇવીસી  ફિલ્ટર મૂકવામાં આવે છે.

એકયુટ પલ્મોનરી એમબોલિઝમ

આ  નસોમાં  લોહી  જામી  જવાથી  તથા  તે  ત્યાંથી  છૂટીને  ફેફડાંની મુખ્ય  નળીમાં ચાલી જવાને કારણે થાય  છે. આ એક ઘાતક  તેમજ જાન લેવા  બીમારી  છે. આની  તરત  જ  તપાસ  કરાવવી  ને  સારવાર કરવામાં  જ  સૌથી  મોટી  સમજદારી  છે.  જેટલુંવધારે  લોહીનો  ગઠ્ઠો ફેફડામાં જાય છે એટલી જ વધારે તકલીફ દર્દીને થાય છે. ઇસીજી, ઇકો,  સિટી  સ્કેન  બધી  બીમારીઓની  તપાસ  કરાવવામાં  સહાયક થાય છે.

  

લક્ષણઃ

 • અચાનક શ્વાસમાં તકલીફ થવી

 • લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થવું

 • ધબકારા વધી જવા

 • બ્લડ પ્રેશરનું ઓછું થઈ જવું

 

સારવારઃ

આ  જાનલેવા  બીમારીની  ખબર  પડતા  જ  તરત  દર્દીએ  ઇન્ટેન્સીવ કેર  યુનીટમાં  દાખલ  કરી  ઓક્સિજન  ચાલુ  કરવામાં  આવે  છે. લોહીનો  ગઠ્ઠો  કે  જે  ફેફડામાં  લોહીના  સંચારમાં  અવરોધ  કરે  છે ત્યારે  લોહીને  પાતળું  કરવા  માટેનું  ઈન્જેક્શન  ચાલુ  કરવામાં  આવે છે.  ઈન્જેક્શનથી  અસર  આવવાથી  ઓક્સિજનું  પ્રમાણ  ફરીથી વધવા  લાગે  છે અને  જાનનું  òuખમ  ટળી  જાય  છે  અને  òu દર્દીને આરામ  નથી  થતો  તો  તેને  નવીન  પધ્ધતિ  થી  કેથેટર  ટેકનિકથી લોહીના ગઠ્ઠાને બહાર નીકાળવવાની પ્રક્રિયા પણ કરાવવી પડે છે.