Select Page

પ્રશ્ન ૧
મેં કેન્સરને મ્હાત આપી છે અને અત્યારે હું કોઈ સારવાર લઇ રહ્યો નથી,શું હું રસી લઇ શકું ?
જવાબ: હા

પ્રશ્ન ૨
નવા નિદાન થયેલા કેન્સરના દર્દીઓએ રસી ક્યારે લેવી જોઈએ ?
જવાબ: આદર્શરૂપ સારવાર શરૂ કર્યા પહેલાં રસી લેવી જોઈએ કારણ કે કેન્સરની સારવાર લેવાથી દર્દી પર વેકિસનનો રોગ પ્રતિકારક પ્રતિભાવ ક્ષતિગ્રસ્ત થઈ શકે છે.
જો સંજોગો અનુકૂળ હોય તો આદર્શ રીતે સારવાર ના ર અઠવાડિયા પહેલા દર્દીએ રસી લેવી જોઈએ

પ્રશ્ન ૩
મેં હમણાં જ કેન્સરની સારવાર લીધી છે , શું હું રસી લઇ શકું ?
જવાબ :
જો સારવાર બાદ તમારા શ્વેતકણો (WBC) પૂરતા પ્રમાણમાં હોય તો રસી લઈ શકાય.

પ્રશ્ન ૪
મેં કેન્સર હોવાથી સર્જરી કરાવી છે, શું હું રસી લઇ શકું ?
જવાબ :
• મોટાભાગે કેન્સરની સર્જરી ના ૧પ દિવસ બાદ રસી લઈ શકાય છે. રસી લીધાના ૨૪-૪૮ કલાક દરમિયાન તાવ આવવાની શક્યતા હોવાથી, એ અત્યંત જરૂરી છે કે આયોજિત સર્જરીના થોડા દિવસ અગાઉ રસી લેવામાં ના આવે કેમકે તાવ જો આવે તો સર્જરી ને રદ કરવી પડી શકે છે.
• જે લોકો સ્પેલેનેકટોમી (બરોડ કઢાવવાની સર્જરી) કરાવી રહયા છે, તેમણે રસીનો પહેલો ડોઝ શકય હોય તો સર્જરીના ઓછામાં ઓછા ર અઠવાડિયા અથવા વધારે સમય અગાઉ લઈ લેવો જોઈએ.

પ્રશ્ન ૫
હું રેડિયોથેરાપીની સારવાર લઇ રહ્યો છું , શું હું રસી લઇ શકું ?
જવાબ:
મોટા ભાગના દર્દીઓ જે રેડિયેશન સારવાર લઇ રહ્યા છે તેઓ રસી લઇ શકે છે અને તેના માટે રેડિયેશન સારવારમાં કોઈ વિક્ષેપની જરૂર નથી

પ્રશ્ન ૬
હું સ્તન કેન્સરની દર્દી છું,શું મારે કોઈ સાવધાની રાખવાની જરૂર છે ?

જવાબ : એવા દર્દીઓ કે જેમણે ખભાની નીચે આવેલી લસિકા ગાંઠ (લિમ્ફ નોડ) દૂર કરવા સર્જરી કરાવેલી હોય, જેમાં ઘણા સ્તન કેન્સરના દર્દીઓનો પણ સમાવેશ થાય છે, તેઓએ વેકસીન વિરૂધ્ધ ખભા પર લેવી જોઈએ, કોવિડ-૧૯ રસી લીધે લિમ્ફનોડ (લસિકા) પર સોજો આવી શકે છે. જો રસી એજ ખભા પર લેવામાં આવે તો લિમ્ફડેમાં વધુ તીવ્ર બની શકે છે.

પ્રશ્ન ૭
હું કીમોથેરાપી સારવાર લઇ રહ્યો છું , શું હું રસી લઇ શકું ?
જવાબ : હા
તમારે કિમોથેરાપી વિશેષજ્ઞ્ સાથે રસીના સમય અંગે ચર્ચા કરવી જોઈએ. રસી લેવા માટે એવા સમયની પસંદગી કરવી જોઈએ જયારે તમારા શ્વેતકણો અપેક્ષિત રીતે નીચા ગયા ન હોય.

પ્રશ્ન ૮
કેન્સરની સારવાર માટે હું સ્ટીરોઈડ દવા લઇ રહ્યો છું , શું હું રસી લઇ શકું ?
જવાબ : હા
કોર્ટિકોસ્ટીરોઈડ દવા કોવિડ -૧૯ રસી ની અસરને ઘટાડી શકે છે. જો તમારે કેન્સર સારવારના ભાગરૂપે કોર્ટિકોસ્ટીરોઈડ દવા લેવી જરૂરી છે તો તમારે તમારા કેન્સર વિશેષજ્ઞ્ સાથે રસી ના સમય અંગે ચર્ચા કરવી જોઈએ.

પ્રશ્ન ૯
હું કેન્સરની હોર્મોનલ થેરાપી લઇ રહ્યો છું , શું હું રસી લઇ શકું ?
જવાબ : હા, કેન્સરની એન્ડોક્રાઇન અથવા હોર્મોનલ સારવાર ટેમોક્સિફેન, એરોમેટીસ અવરોધકો, એલએચઆરએચ એનાલોગ્સ અને એન્ટી-એન્ડ્રોજન્સ વગેરે વેક્સીનની સલામતી અને અસરને બદલતી નથી

પ્રશ્ન ૧૦
હું કેન્સરની ઇમ્યુનોથેરાપી લઇ રહ્યો છું , શું હું રસી લઇ શકું ?
જવાબ :
મોટા ભાગના દર્દીઓ જે કેન્સર માટે ઇમ્યુનોથેરાપી લઇ રહયા છે તેઓ વેક્સિન લઇ શકે અને ઇમ્યુનોથેરાપીને પણ રોકવાની જરૂર નથી.

પ્રશ્ન ૧૧
મેં બોન મેરો ટ્રાંસપ્લાંન્ટ કરાવ્યું છે, શું હું રસી લઇ શકું ?
જવાબ : હા,
પણ ૩-૬ મહિનાની રાહ જોવી જરૂરી છે. તમારા કેન્સર વિશેષજ્ઞ્ ની સલાહ લેવી અનિવાર્ય છે.

પ્રશ્ન ૧૨
હું કિમોથેરાપી લઈ રહયો છું અને મારા પ્લેટલેટ કાઉન્ટ ઓછા છે, શું હું રસી લઇ શકું ?
જવાબ : ના,
પ્લેટલેટ રિકવરી થાય પછી તમારે તમારા કિમોથેરાપી વિશેષજ્ઞ્ સાથે રસી ના સમય અંગે ચર્ચા કરવી જોઈએ.

પ્રશ્ન ૧૩
મેં લ્યુકેમિયાની સારવાર લીધી છે,શું હું રસી લઇ શકું ?
જવાબ : હા ,
સારવાર પૂર્ણ થયા બાદ તમારા કેન્સર વિશેષજ્ઞ્ ની સલાહ લેવી જરૂરી છે.ન્યુટ્રોફિલ રિકવરી આવે ત્યાં સુધી રાહ જુઓ.

પ્રશ્ન ૧૪
શું મને રસી ની કોઈ આડઅસર થઇ શકે ?
જવાબ :
અમુક લોકોને તાવ આવી શકે છે અને રસી લીધેલી જગ્યાએ પીડા થઇ શકે છે. તમે તમારી આવશ્યકતા મુજબ પેરાસીટામોલ લઇ શકો છો.

પ્રશ્ન ૧પ
કેન્સરની સારવાર અર્થે હું મારા જન્મસ્થળ પર નથી, શું હું જ્યાં છું ત્યાંથી રસી લઇ શકું?
જવાબ : હા,
તેમાં કોઈ સમસ્યા નથી.

પ્રશ્ન ૧૬
હું કેન્સરનો દર્દી છું અને મેં રસી લીધી છે , તો પણ મારે માસ્ક પહેરવું જોઈએ ?
જવાબ :હા,
સ્વચ્છતા,માસ્ક અને સામાજિક સ્તરે અન્ય લોકોથી દૂરી બનાવી રાખવી અનિવાર્ય છે.

પ્રશ્ન ૧૮
રસી કેવી રીતે મેળવી શકાય?
COWIN પોર્ટલ પર જાઓ, રજિસ્ટર કરો અને તમારી નજીક ની હોસ્પિટલમાં તમારો રસી લેવાનો સમય નિશ્ચિત કરો. http://www.cowin.gov.in
સ્ટેપ – ૧
કોવિન (COWIN) વેબસાઈટ
સ્ટેપ -૨
તમે તમારા મોબાઈલ માંથી CO -WIN એપ પર જઈ રજીસ્ટર કરી શકો છો.
સ્ટેપ – ૩
પોતાનું રજિસ્ટ્રેશન કરો.