મીનીમલી ઇન્વેઝીવ કાર્ડિયાક સર્જરી (મીક્સ)
Call Us: +91 7069 000 000
મીનીમલી ઇન્વેઝીવ કાર્ડિયાક સર્જરી (મીક્સ)
જેમ વિશ્વ વિશાળમાંથી નાનું બની રહ્યું છે તે જ રીતે કાડિયાક સર્જરી પણ મેક્સીમલી ઈન્વેસીવમાંથી મિનીમલી ઈન્વેસીવ બની રહી છે.
આપણે જો કાર્ડિયાક સર્જરીનો ઈતિહાસ જોઈએ તો જણાશે કે એ માત્ર ૧૦૦ વર્ષ જ જૂનો છે. ઉદા. જોઈએ તો,
- પ્રથમ સફળ હાર્ટ ઓપરેશનઃ રેહન,૧૮૯૬, હાર્ટના જખમમાં પ્રથમ વખત ટાંકા લેવાયા
- પ્રથમ પીડીએ ક્લોઝર ગ્રોસ દ્રારા ૧૯૩૮માં
- પ્રથમ એએસડી ક્લોઝર રોસ દ્રારા ૧૯૪૮માં
- હાર્ટ લંગ મશીનનો પ્રથમ વખત વપરાશ ૧૯૫૩માં
- પ્રથમ સફળ બાયપાસ સર્જરી ૧૯૬૩માં
- પ્રથમ રોબોટીક સર્જરી કારપેન્ટીયર દ્રારા ૧૯૯૮માં
હાર્ટ એક સતત ગતિશીલ અને ક્રિયાશીલ અંગ છે અને સાથે સાથે તે શરીર માટે ખૂબ સંવેદનશીલ અને મહત્વનું અંગ છે. કાર્ડિયાક સર્જરી દરમ્યાન ખૂબ ચોકસાઈ જરુરી છે, માટે અત્યાર સુધી એન્ડોસ્કોપીક અથવા થોરાકોસ્કોપીક કાર્ડિયાક સર્જરી લેપ્રોસ્કોપી સર્જરી જેટલી વિકસિત નથી થઈ. કાર્ડિયાક સર્જરીમાં ગફલતને સ્થાન નથી. ૫ વર્ષથી મીનીમલી ઈન્વેસીવ કાર્ડિયાક સર્જરીનો ઉદય થયો છે જેમાં આશાસ્પદ પરિણામ મળ્યાં છે. વધુ ને વધુ કાર્ડિયાક પ્રક્રિયા આ એમઆઈસીએસ (સ્ૈંઝ્રજી) દ્રારા થાય છે. એમઆઈસીએસ શીખવામાં લાંબો સમય લાગતો હોવાથી અને ટેકનિકલી ડિમાન્ડીંગ હોવાથી વિશ્વ સ્તરે તેને વ્યાપક માન્યતા મળી નથી. ભારતમાં પણ ૧-૨ વર્ષથી જ તેમાં વેગ આવ્યો છે અને ધીમે ધીમે કાર્ડિયાક સર્જરી ક્ષેત્રનો ભાગ બની રહ્યું છે.
હાર્ટ સર્જરીનો પરંપરાગત અભિગમ
સ્ટાન્ડર્ડ મિડલાઈન સ્ટર્નોટોમી ચીરો કે જેમાં (છાતીનું હાડકું)ગરદનથી ઉપરના પેટ સુધી તેને પૂરું ચીરવામાં આવે છે. સામાન્યપણે ૮ થી ૧૨ ઈંચ લાંબો મીડલાઈન ચીરો મૂકવામાં આવે છે.
પરંપરાગત અભિગમના ફાયદા
૧. હાર્ટ સર્જનના હાથમાં છે એટલે સ્થિતિ નિયંત્રણ હેઠળ રહે છે.
૨. સર્જન તમામ જટિલ અને જોખમી પ્રક્રિયા કરી શકે છે.
૩. ઓપરેશન ટેબલ પર ઉભી થતી કોઈ પણ સમસ્યાને પહોંચી વળવા સક્ષમ છે.
૪. ભૂતકાળના સર્જનની તાલીમ આ અભિગમ સાથેની હોઈ સર્જન સ્વસ્થ અને આશ્વસ્ત હોય છે.
પરંપરાગત અભિગમના ગેરફાયદા
૧. પાંસળીના ફ્રેકચરને કારણે પીડા અને વર્ટબ્રો કોસ્ટલ સાંધામાં દબાણને કારણે પીઠમાં પીડા
૨. ઘામાં સમસ્યા અને છાતીના હાડકામાં ચેપ લાગવાનો ઉંચો દર
૩. છાતીના હાડકાને કાપવું ફ્રેકચર ગણાય છે અને તેથી સંપૂર્ણ રિકવરી માટે ૩ માસનો પૂરતો આરામ આપવો પડે છે અને તેથી જ ઓપન હાર્ટ સર્જરીના દર્દીઓને ભલામણ કરાયેલા તમામ નિયંત્રણો
૪. ધીમી રિકવરી અને હલનચલનમાં વિલંબને કારણે આઈસીયુ અને હોસ્પિટલમાં લાંબુ રોકાણ
૫. કોસ્મેટિક સમસ્યાઓ ખાસ કરીને યુવાન દર્દીઓમાં
૬. મોટા ડાઘ સંબંધિત સમસ્યાઓ જેવી કે કેલોઈડ્સ, વાયર સાયનસ, ન્યુરોલોજિકલ પીડા વગેરે
મીનીમલી ઈન્વેસિવ કાર્ડિયાક સર્જરી (એમઆઈસીએસ)પાછળનો હેતુ
મીનીમલી ઈન્વેસિવ કાર્ડિયાક સર્જરી પાછળનો હેતુ કાર્ડિયાક ઓપરેશનની પરંપરાગત પધ્ધતિ સાથે સંબંધિત ઉદાસી ઘટાડવાનો છે. ઉદાસી ઘટાડવાનો અમારો અર્થ છે ઓપરેશનના કારણે દર્દી ઉપર થતી અસરો ઓછી કરવી.
એમઆઈસીએસની વ્યાખ્યા
મીનીમલી ઈન્વેસીવ કાર્ડિયાક સર્જરી એટલે છાતીના હાડકાને કાપ્યા વિના અથવા નાના ચીરા દ્રારા છાતીના હાડકાને અંશતઃ કાપીને કરાતી કાર્ડિયાક સર્જરી.
સર્જરીની અસરો ઓછી કરવાના કેટલાંક ઉપાય છે.
૧. એક માર્ગ છે છાતીના હાડકાને કાપવાનું ટાળવુ. આમ કરવાથી દર્દી કામ પર કે સામાન્ય પ્રવૃતિઓ પર જલ્દી ચઢી શકે છે, પીડા ઓછી થાય છે અને છાતીના હાડકાને ચેપની શક્યતા ઓછી થાય છે. મોટા ભાગના વેલ્વ્યુલર ઓપરેશનમાં અને અમુક કોરોનરી બાયપાસ ઓપરેશનમાં સ્ટર્નોટોમી ટાળી શકાય છે.
આમાં છાતીના હાડકાને કાપવાનું નહીં હોવાથી હાડકાની જગ્યાએ કોમળ ટીશ્યુઓને જ રૂઝાવવાના રહે છે, પરિણામે પીડા ઓછી થાય છે અને ઓપરેશન પછીની રીકવરી ઝડપી થાય છે.
૨. કાર્ડિયાક સર્જરીની અસર ઓછી કરવાનો અન્ય માર્ગ છે હાર્ટ લંગ મશીન એટલે કે કાર્ડિયોપલ્મોનરી બાયપાસ મશીનનો ઉપયોગ ટાળવાનો. હાર્ટ લંગ મશીનના ઉપયોગ સાથે અમુક સમસ્યાઓ જેવી કે, સ્ટ્રોક, યાદશક્તિ ઓછી થવી, કિડની ફેઈલ્યોર, લંગ ફેઈલ્યોર અને રક્તસ્ત્રાવ સંકળાયેલી છે. જો કે હાર્ટ લંગ મશીન વાલ્વ રિપ્લેસમેન્ટ, એએસડી(છજીડ્ઢ) ક્લોઝર અથવા જન્મજાત હાર્ટ રોગો જેવા ઘણા હાર્ટ ઓપરેશનમાં આવશ્યક છે, તેમ છતાં સૌથી સામાન્ય કાર્ડીયાક ઓપરેશન-કોરોનરી આર્ટરી બાયપાસ ઓપરેશન જેવાં અન્ય ઓપરેશનમાં તેને ટાળી શકાય છે.
ઓફ-પંપ કોરોનરી રીવાસ્કયુલરાઈઝેશન વીથ એન્ડોસ્કોપિક વેસલ હાર્વેસ્ટીંગ
- બીટીંગ હાર્ટ સીએબીજી+એન્ડોસ્કોપિક વેઈન હાર્વેસ્ટ અથવા રેડિયલ આર્ટરી હાર્વેસ્ટીંગ
- સીએબીજી (ઝ્રછમ્ય્) સાથે સંબંધિત ચિંતા ઘટાડવા સર્વગ્રાહી અભિગમ
- સર્જિકલ રીવાસ્કયુલરાઈઝેશન માટે ઓછી કાપ-કૂપીનો વિકલ્પ
નોન-સ્ટર્નોટોમી અભિગમ
આ અભિગમમાં પૂરી લંબાઈની મિડલાઈન સ્ટર્નોટોમી ટાળવામાં આવે છે. એને બદલે પાંસળીઓ વચ્ચે/ થોરાક્ટોમી અભિગમનો ઉપયોગ કરાય છે જેમાં કોઈ હાડકું કાપવાનું રહેતું નથી અથવા સરેરાશ માત્ર ૩-૪ ઈંચના ચીરા સાથે અંશતઃ સ્ટર્નોટોમી કરાય છે.
એમઆઈસીએસ અભિગમનો ઉપયોગ કરી થતી પ્રક્રિયા
૧. રાઈટ થોરાક્ટોમી દ્રારા આટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ ક્લોઝર (હૃદયમાં જન્મથી જ કાણું)
૨. રાઈટ થોરાક્ટોમી દ્રારા માઈટ્રલ વાલ્વ રિપેર અથવા રિપ્લેસમેન્ટ(વાલ્વનો રોગ)
૩. અંશતઃ અપર સ્ટર્નોટોમી અથવા નાની રાઈટ થોરાકટોમી દ્રારા એઓર્ટીક વાલ્વ રિપ્લેસમેન્ટ
૪. ડાબી ઈન્ટરનલ મેમારી આર્ટરી અને રેડિયલ આર્ટરીનો ઉપયોગ કરી ડાબી તરફ ૪-૫ ઈન્ટરકોસ્ટલ દ્રારા સીંગલ અથવા ડબલ વેસલ બીટીંગ હાર્ટ સીએબીજી.
આ સર્જરી માટે પરિવર્તન
એમઆઈસીએસ માં ઓપન હાર્ટ પ્રક્રિયામાં પરંપરાગત સીધી ઉપરી એઓર્ટા અને જમણા એટ્રીયમના કેન્યુલેશનને બદલે કાર્ડિયોપલ્મોનરી બાયપાસ (CPB) વિવિધ માર્ગ દ્રારા સ્થાપવામાં આવે છે. અહીં (SVC) એસવીસી ગરદનમાં પંકચર કરી કેન્યુલેટ કરાય છે અને (IVC) અનેએઓર્ટા ફેમરલ માર્ગેથી કેન્યુલેટ કરાય છે. આ ટેકનિકમાં વિશેષ સાધનો અને કેન્યુલાસ તથા Trans Esophageal Echocardiogram (TEE) ની ઓપરેશન રુમમાં જરુર પડે છે અને વિશેષ તાલીમ માંગી લે છે. તમામ કેન્યુલાસ ઓપરેટીવ એરિયાની બહાર હોવાથી સર્જરી માટે માત્ર વર્કીંગ સ્પેસની જરૂર પડે છે અને તેથી વિશેષ લાંબા સાધન વડે ૩-૪ ઈંચના ચીરા દ્રારા થઈ શકે છે.
એમઆઈસીએસ એપ્રોચના ફાયદા
- ઓછી વાઢ-કાપવાળી પ્રક્રિયા, તેથી ઓછી પીડા
- આઈસીયુ અને હોસ્પિટલમાં ટૂંકુ રોકાણ
- ઉંચુ જોખમ ધરાવતા દર્દીઓ કે જેમના ફેફસાં ખરાબ હોય અથવા સ્ટ્રોક આવ્યો હોય તેમના માટે ઈચ્છનીય
- જલદી હલનચલન, સ્ટ્રોક પછીના દર્દીઓ માટે ખાસ કરીને મહત્વનું
- વહેલી રિકવરીને લીધે રોજિંદી પ્રવૃતિઓ માં વહેલા લાગી શકાય છે. માટે ઈલેકટ્રીશીયન, સુથાર, ડ્રાઈવર વગેરે જેવાં રોજમદારો એક મહિનાની અંદર જ તેમનું કામ શરુ કરી આજીવિકા કમાઈ શકે છે.
- સારું કાર્ડિયાક રિહેબીલીટેશન
- સુંદરતાને ક્ષતિગ્રસ્ત કર્યા વિનાની સારવાર-મહિલાઓમાં બ્રેસ્ટ ક્રીઝ પર અને થાઈ ફોલ્ડ પર જખમનો ડાઘ પડે છે. માટે, ડાઘ દેખાતો જ નથી. યુવાન મહિલાઓ પૂરા વિશ્વાસ સાથે આ સર્જરી કરાવી શકે છે અને કોઈ પણ પ્રકારની લઘુતાગ્રંથી વિના ફેશનેબલ વસ્ત્રો પહેરી શકે છે.
એમઆઈસીએસ માટે દર્દીઓની પસંદગીનો માપદંડ
- તમામ નિર્દેશિત દર્દીઓ, અગાઉ ચર્ચા કરી તે તમામ
- યુવાન વય ઈચ્છનીય
- સામાન્ય પેરિફરલ વાસ્કયુલર સિસ્ટમ
- સંબંધિત કો-પેથોલોજીની ગેરહાજરી અને અહીં ઓપરેશન અગાઉનું યોગ્ય મૂલ્યાંકન ખૂબ જરુરી છે કે જેથી ઓપરેટીંગ ટેબલ પર કોઈ અણધારી ઘટના ન બને.
- દર્દીની ઈચ્છા
શું એમઆઈસીએસ બધા માટે શક્ય છે?
એમઆઈસીએસ નિમ્નલિખિત દર્દીઓ માટે શક્ય નથી કે જેમને :
- મલ્ટીપલ પેથોલોજી હોય
- પેરિફરલ વાસ્કયુલર રોગ
- સંબંધિત પ્રકૃતિદત્ત વિલક્ષણતા
- જમણી બાજુ ગ્રાફટીંગ મુશ્કેલ હોવાથી સીએબીજીના કેસમાં મલ્ટીવેસલ રોગ
- ખૂબ મેદસ્વી દર્દીઓ પર થોરાકટોમી કરવી મુશ્કેલ હોય છે.
સીમ્સ હોસ્પિટલમાં અમારો અનુભવ
- અમદાવાદ અને પશ્ચિમ ભારતમાં સંપૂર્ણ સુસજ્જ એમઆઈસીએસ પ્રોગ્રામ શરુ કરનાર પ્રથમ અધિકૃત સેન્ટર
- પશ્ચિમ ભારતમાં સીધું જ ૈંત્નફ/જીફઝ્ર કેન્યુલેશનકરનાર એક માત્ર સેન્ટર
- ૨ વર્ષથી ઓછા સમયમાં સ્ફઇ, છજીડ્ઢ અને ઝ્રછમ્ય્ના ૧૦૦ જેટલા સફળ કેસ
- ભારતમાં સૌ પ્રથમ હાઈબ્રીડ બાયપાસ
- એમઆઈસીએસથી ઓપરેટ કરાયેલા દર્દીઓમાં અન્ય સેન્ટરની સરખામણીએ ઉચ્ચ ગુણવત્તા વાળુ (સ્ટાન્ડર્ડ) પરિણામ
તારણ
અંતમાં એટલું જ કે, સર્જનો પાસે નવી ટેકનિક આવી છે અને તેનો ફાયદો દર્દીઓને છે. એવી ટેકનિક કે જે હાર્ટ સર્જરી ના પસંદગીના દર્દીઓમાં પીડા અને રિકવરી સમયમાં ઉલ્લેખનીય ઘટાડો કરે છે. એમઆઈસીએસ કાર્ડિયાક દર્દીઓ માટે હકીકતમાં વરદાન છે કે જે યુવાન દર્દીઓમાં ચિંતા ઓછી કરી પરિણામ સુધારે છે. ચોક્કસપણે એ બધાં જ દર્દીઓ માટે નથી પણ પસંદગીના દર્દીઓ માટે એ એક સારો વિકલ્પ છે. જૂની સર્જરી સામે નવો અભિગમ છે અને નવા ઓપરેશન છે, જેમાં દર વર્ષે હજારો દર્દીઓના પરિણામ સુધારવાની ક્ષમતા રહેલી છે. આ પ્રવાહ જારી રહેશે અને સાથે જારી રહેશે જૂની સમસ્યા માટે નવી ટેકનોલોજીનો વિકાસ અને નવા ઉકેલ.
Marengo CIMS Hospital has received several awards and recognitions for its outstanding healthcare services and quality of patient care. The hospital has been consistently recognized for its commitment to delivering high-quality healthcare services and has been awarded as the best hospital in Gujarat for 2019 by the International Health Care Awards.
The hospital has also received several other awards, such as the best hospital for quality in service delivery award at the ABP News presents Healthcare Leadership Awards 2015, held in Mumbai. This award highlights the hospital's dedication to providing high-quality healthcare services to its patients.
Marengo CIMS Hospital is also recognized as the Times Health Icon 2018 for being the best hospital for Oncology and Critical Care. This recognition is a testament to the hospital's expertise in treating critical diseases and its exceptional care for cancer patients.
Furthermore, Marengo CIMS Hospital was rated as the best multispecialty hospital in Gujarat at the International Healthcare Awards 2018 held in Delhi. This recognition highlights the hospital's commitment to delivering world-class healthcare services and providing quality treatment to patients with various medical conditions.
Marengo CIMS Hospital is a 350-bedded, multi-super specialty hospital, and is regarded as one of the best multi-specialty hospitals in Ahmedabad, Gujarat. The hospital offers a range of diagnostic and treatment services and is a leading heart hospital in Ahmedabad, Gujarat. The hospital provides world-class treatment and healthcare services, with one of the highest success rates in India.
Marengo CIMS Hospital's recognition as the best hospital in Gujarat for 2019 by the International Health Care Awards, and several other awards and recognitions, showcases the hospital's commitment to delivering high-quality healthcare services and providing exceptional care to its patients.
Toll Free Number : 1800 309 9999
Medical Helpline +91 70 69 00 00 00
Phone: 079 4805 1200 or 1008
+91 79 2771 2771 or 72
Fax: +91 79 2771 2770
Mobile: +91 98250 66664 or +91 98250 66668
Ambulance: +91 98244 50000
Email: info@cims.org | opd.rec@marengoasia.com
Registered Address:
CIMS Hospital Private Limited
Plot No.67/1, Opp. Panchamrut Bungalows,
Nr. Shukan Mall, Off Science City Road, Sola, Ahmedabad – 380060
CIN No: U85110GJ2001PTC039962