કોલેસ્ટેરોલ

કોલેસ્ટેરોલ તમારા શરીરમાંનું એક ચરબીયુક્ત અને આવશ્યક તત્ત્વ છે. એ શરીરને મદદરૂપ થાય છે પણ વધુ પ્રમાણમાં એ હાનિકારક હોય છે. હોર્મોન્સને અને જ્ઞાનતંતુઓને વિકસાવવા કોલેસ્ટેરોલ જરૂરી ગણાય છે.

જ્યારે કોલેસ્ટેરોલ વધુ પડતું હોય ત્યારે રક્તવાહિનીઓની દીવાલો જાડી થવાથી હાર્ટ ઍટેક આવે છે.

કોલેસ્ટેરોલના પ્રકાર

કોલેસ્ટેરોલના અનેક ઘટક હોય છે જેમાંના સૌથી અગત્યના નીચે દર્શાવ્યા છે. 

K:\Communications\Website Blog\JANUARY 2020\Cholestrol-Image-01.jpg

ઉપરોક્ત પાંચ પ્રકારના કોલેસ્ટેરોલમાંથી બે મુખ્ય પ્રકાર હોય છે. એક પ્રકાર છે HDL અથવા ‘સારું’ કોલેસ્ટેરોલ. બીજો પ્રકાર છે LDL અથવા ‘ખરાબ’ કોલેસ્ટેરોલ. 

હૃદયરોગને અટકાવવામાં અને તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટેરોલ ઓછું કરવામાં HDL (સારું કોલેસ્ટેરોલ) મદદ કરે છે. 

LDL  (ખરાબ કોલેસ્ટેરોલ) કોલેસ્ટેરોલ તમારા રક્તવાહિનીઓની અંદર ચરબી જમાવે છે. LDL વધુ માત્રામાં હોય ત્યારે તમને હૃદયરોગ થવાની શક્યતા વધી જાય. એટલે તમારું HDL વધુ હોવું જોઈએ અને તમારું LDL ઓછું હોવું જોઈએ એ ખૂબ જ અગત્યનું છે. HDL તમારી રક્તવાહિનીમાંથી ચરબી સાફ કરે છે. 

ભારતીય લોકોનાં કોલેસ્ટેરોલનું માપદંડ

ભારતીય લોકોને હૃદયરોગ થવાની શક્યતા દુનિયાનાં બાકી બધા લોકો કરતા વધારે હોય છે. એટલે અમેરિકા અથવા ઇંગ્લૅંડ જેવા દેશોમાં કોલેસ્ટેરોલનું જે માપદંડ વપરાય છે એના કરતા ભારતીય લોકોમાં કોલેસ્ટેરોલનું માપદંડ વધુ કડક રાખવું જોઈએ. 

એટલે બીજા દેશોમાં વપરાતા આદર્શ કોલેસ્ટેરોલની માત્રાના કોઠા ભારતીય લોકો માટે આદર્શ રહેતા નથી. ભારતીય લોકો માટે આદર્શ કોલેસ્ટેરોલની માત્રાઓ આ પ્રમાણે છેઃ

  • જો તમારું HDL ૬૦ અથવા વધુ હોય તો તે તંદુરસ્ત છે અને ૪૦થી ઓછું હોય તે હાનિકારક કહેવાય.
  • મોટાભાગના તંદુરસ્ત લોકો માટે LDL આદર્શ માત્રા ૧૦૦થી ઓછી સૂચવાય છે. 
  • જો તમને હૃદયરોગ થવાનું જોખમ વધારે હોય, તો તમારા ડૉક્ટર ૧૦૦થી ઓછું LDL સૂચવશે. 
  • જો તમને હૃદયરોગ, ડાયાબિટીસ અથવા અમુક બીજા રોગ હોય તો તમારે ૭૦થી ઓછું LDL રાખવું જોઈએ. 

કોલેસ્ટેરોલ કેવી રીતે ઘટાડી શકાય?

મોટે ભાગે યોગ્ય ખોરાક, દવા અને કસરત દ્વારા તમારા કોલેસ્ટેરોલનું નિયંત્રણ થઈ શકે. 

ફળો, શાકભાજી, કઠોળ દરરોજ વધુ પ્રમાણમાં ખાઓ. ઓછા તેલયુક્ત આહાર લો. માખણ અને માંસમાં હોય તેવા ‘સેચ્ચુરેટેડ’ ફૅટથી દૂર રહો. સૂર્યમુખી, કપાસિયા, મગફળી અથવા કેનોલાનું તેલ વાપરો પણ ખૂબ ઓછા પ્રમાણમાં. કોપરેલથી દૂર રહો. માંસાહારી હો તો, લાલ માંસ વધુ ખાવાને બદલે ચીકન અને માછલી ખાઓ. 

ચરબી અને કોલેસ્ટેરોલ તપાસવા ફૂડ લેબલ્સ વાંચો. ચીકન રાંધતા પહેલાં એની ચરબીયુક્ત ચામડી ઉતારો. 

સમગ્ર ઈંડાને બદલે ઈંડાનો સફેદ ભાગ વાપરો. મલાઈયુક્ત દૂધને બદલે મલાઈ તારવી લીધેલ દૂધ પીઓ. સામાન્ય ચીઝને બદલે યોગર્ટ (દહીં), કોટેજ ચીઝ (પનીર) લો, કારણ કે તેમાં નહિવત અથવા ઓછી ચરબી હોય છે.

તમારા ડૉક્ટરની સલાહથી જરૂરી કસરત કરો. એનાથી એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ વધશે. તમે તરો, દોડો, ચાલો અથવા સાઇકલ ચલાવો. તમારે દરરોજ ઓછામાં ઓછી ૩૦-૪૦ મિનિટ કસરત કરવી જરૂરી છે. 

‘ઉચ્ચ કોલેસ્ટેરોલ’ તમારા પરિવારની વારસાગત બીમારી હોઈ શકે. તમારા પરિવારમાં હૃદયરોગની બીમારી હોય તો તેની તમારા ડૉક્ટરને જાણ કરો. 

૩૫ વરસની ઉંમર પછી દર વર્ષે તમારું કોલેસ્ટેરોલ તપાસતા રહો.