કોરોના મારે કે કોરોનાનો ડર મારે ?

આજના સમયનો આ સળગતો પ્રશ્ન જયારે અખબારોમાં રોજે રોજ હજારોની  સંખ્યામાં  કોરોના  દર્દીઓ  સંક્રમિત  એવું  વાંચો  અને એમાંય  ખાસ  કરીને  મૃત્યુ  પામેલા  દર્દીઓનો  આંકડો  વાંચો  ત્યારે ભયભિત થઈ  જવાય   એ સ્વાભાવિક  છે. જયારે બધુ  બરાબર  થઈ જશે એવી આશા હતી, જયારે લોક ડાઉન પુરૂ થશે ત્યારે ડોકટરને મળીશું  અને  હાથ  પગના  દુખાવાની  સમસ્યાનું  નિરાકરણ  લાવીશું એવા વિચારોની વચ્ચે જ  લોક ડાઉન પણ હવે ખતમ થઈ ગયું છે, પરંતુ  કોરોના  વાયરસથી  થતો  કોવિડ૧૯  રોગ  એની  ચરમસીમા એ પહોચવાની તૈયારીમાં છે.   લેખ  એવા  દર્દીખોને  ધ્યાનમાં  રાખીને  લખવામાં  આવ્યો  છે  કે જેઓને    હાથ  કે  પગની  નસોમાં  લોહીના  અપુરતા  પરિભ્રમણ  કે બ્લોકને  કારણે  અસહય  દુખાવો  થાય  છે, જેઓને  ચાલતા  ચાલતા બેસી  જવુ  પડે  છે  અથવા હાથ  પગની  બળતરા  રાત્રે  સૂવા  પણ  દેતી નથી.  જયારે  પણ  શરીરમાં  લોહીની  નસોમાં  બ્લોકેજ  ડેવલપ  થતો હોય  ત્યારે  એની  સાથે  સાથે  આજુ  બાજુની  નાની કુદરતી  નસોમાં સરકયુલેશન  વધી  જાય  છે  અને  એને  કોલેટરલ (Collateral) સરકયુલેશન  કહેવાય  છે.  જે  દર્દીમાં  કોલેટરલ  ની  સાઈઝ મોટી/વધારે  હોય  તેને  દુખાવો  ઓછો  થાય  અને  જેઓમાં  કોલેટરલ ની  સાઈઝ  નાની/ઓછી  હોય  તેને  વધારે  દુખાવો  કે  બળતરા  થાય છે. બીજી  રીતે  જોઈએ તો  જેને વધારે  દુખાવો/બળતરા  છે, તેઓના પગમાં  લોહીનું  પરિભ્રમણ  એટલી  હદે  ઓછુ  છે  કે  ગમે  ત્યારે  પગકાળો  પડી  શકે,  જેને  મેડીકલની  ભાષામાં  ગેન્ગ્રીન  કહેવાય  અને તેનો કોઈ ઈલાજ નથી. એવા પગને  કાપીને શરીરથી છૂટો કરવામાં ન આવે તો જીવનું જોખમ થઈ શકે છે.

જો આપ  એવા  કોઈ  દર્દીમાં  સામેલ  છો  કે  જેને  આવા  પ્રકારની તકલીફ  થઈ  રહી  હોય  તો    સમય    વિચારવાનો  નથી  કે હોસ્પિટલમાં  જવાથી  કોરોના  થઈ  જશે  તો  શું  થશે ?

પૂરતી સાવધાની રાખો તો  કોરોના થવાની  શકયતા ઘણી ઓછી છે, અને કોરોનાથી  મૃત્યુ  થવાની  શકયતા  નહિવત  છે. પરંતુ  સમયસર ડોકટરને  ના  મળો  તો  પગ  ગુમાવવાની  કે  તેનાથી  જીવ  જવાની શકયતા  ઘણી  વધારે  છે,  એવું  પણ  બની  શકે  કે  તમારા  રોગનો કન્ટ્રોલ માત્ર દવાઓથી  આવી શકે એમ હોય   અને એ શરૂઆતનું  સ્ટેજ  માત્ર  કોરોનાના  ડરને  કારણે  હાથમાંથી  સરકી  જાય ! સમયસર  ડોકટરની  સલાહ,  જરૂર  પ્રમાણેના  રિપોર્ટ  (ડોપ્લર, એન્જીયોગ્રાફી)  કરાવ્યા  પછી  કદાચ  જો ઓપરેશન  (વાસ્કયુલરસર્જરી) કરાવવાનો વારો આવે તો પણ ડરવાની જરાય જરૂર નથી.

સીમ્સ  ઈસ્ટ હોસ્પીટલ એક  એવી  અલાયદી  હોસ્પિટલ  છે  કે  જેમાં સંપૂર્ણપણે કોરોના સિવાયના દર્દીઓની સારવાર કરવામાં આવે છે, સંપૂર્ણપણે  અલગ  સ્ટાફ  છે  અને  ડોકટર  પણ  સચેતપણે  શકય એટલી તમામ સાવચેતી રાખીને ઓપરેશન કરે છે. લોહીની નસોમાં બલૂન  કરવાનું  હોય  કે  બાયપાસ  કરવાની  હોય  કે  વેરીકોઝ વેઈન્સમાં  લેસર  કરવાનું  હોય  એવી  દરેક  પ્રકારની  વાસ્કયુલરસર્જરી  અહી  સંપૂર્ણ  ચુસ્તતાથી  અને  દર્દીને  સંતોષ  થાય    રીતે કરવામાં  આવે  છે. SMS (Sanitizer,  Mask, Social  Distance) નો  મંત્ર  જો  બરાબર  પાળવામાં  આવે  તો    કોરોનાકાળમાં  માત્ર કોરોના  ને    નહિ  પરંતું  વાસ્કયુલર  પ્રોબ્લેમને  પણ  હરાવી  શકાય છે.