હૃદય રોગની સારવારમાં ઉપયોગી હાઈબ્રીડ પ્રક્રિયા
હવે જ્યારે તમે આ પ્રકારના કોરોનરી ઈન્ટરવેન્શન વિશે થોડું વધુ જાણો છો તો, હું તમને એ જણાવીશ કે બંને પ્રકારના સર્વોત્તમ પરિણામો પ્રાપ્ત કરવા માટે કેવી રીતે અનેક અલગ અલગ પરિસ્થિતિઓમાં મિનિમલી ઈન્વેઝીવ હાર્ટ સર્જરીની પદ્ધતિઓ અને સ્ટેન્ટનું સંયોજન સાધી શકાય. આ મિનિમલી ઈન્વેઝીવ પ્રક્રિયાઓના આયોજિત સંયોજન થકી ઓછી અસરયુક્ત, મિનીમલી ઈન્વેઝીવ પદ્ધતિ દ્વારા ઝડપી રીકવરી, નાનકડા છેદ અને ઉત્કૃષ્ટ કોસ્મેટિક પરિણામો સાથે અનેક હૃદયની સમસ્યાઓનો સંપૂર્ણ ઈલાજ મળે છે. મારી ક્લિનિકલ પ્રેકટીસમાંથી કેટલાક ક્લિનિકલ કિસ્સાઓ તમારી સાથે હું વહેંચવા ઈચ્છું છું જેનાથી તમને ખ્યાલ આવશે કે કેવી રીતે મિનિમલી ઈન્વેઝીવ હાઈબ્રીડ પ્રક્રિયાથી અદભૂત પરિણામ મળી શકે છે.
આ અભિગમ માટેનું તારણ એ છે કે આંતરિક મેમરી ધમની જેને મિનિમલી ઈન્વેઝીવ ઝબે મૂકી શકાય છે તે હૃદયની એન્ટિરીયલ દિવાલો માટે શ્રેષ્ઠ પસંદગી છે. આ બાયપાસ ગ્રાફ્ટની સુરક્ષા હેઠળ, અન્ય રક્તવાહિનીઓને સ્ટેન્ટેડ કરી શકાય છે. જ્યારે બાયપાસ સર્જરી પૂરી થઈ જાય એટલે બાયપાસ જરૂરી ન હોય તેવી અતિશય બ્લોક ન થયેલ ધમનીઓમાં રક્ત પ્રવાહને પુનઃસામાન્ય કરવા માટે કાર્ડિયોલોજીસ્ટ એન્જીયોપ્લાસ્ટી હાથ ધરે છે. બ્લોકેજ ફરીથી થવાની સંભાવના ઘટાડવા માટે, કોેટેડ સ્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટેન્ટ રીસ્ટેનોસિસ એટલે કે ધમનીઓમાં ફરીથી અવરોધ થતો રોકે તેવી દવાઓથી આવરીત હોય છે.
અવધિ વધારતી મિનિમલ ઈન્વેઝીવ સર્જીકલ પ્રક્રિયાનો ઉપયોગ કરીને અને સ્ટેન્ટની સર્વોત્તમ ક્ષમતાનો ઉપયોગ કરીને એટલે કે, નોન-લેફ્ટ એન્ટિરીયલ ડિસેન્ડિંગ (એલએડી) રક્તવાહિનીઓની સંભાળ લઈને હાઈબ્રીડ પ્રક્રિયા બાયપાસ સર્જરી અને સ્ટેન્ટિંગનો સુભગ સમન્વય સાધે છે.
સીમ્સ હોસ્પિટલ ખાતેની ટીમ અદ્યતન હાઈબ્રીડ પ્રક્રિયા પર કાર્ય કરી રહી છે અને જેમાં કોરોનરી ધમની સિસ્ટમના એકથી વધુ બ્લોકેજની એન્ડોસ્કોપી સર્જરી અને કેથેટર આધારીત ઈન્ટરવેન્શનના સંયોજનથી સારવાર કરવામાં આવે છે.
મિનિમલી ઈન્વેઝીવ સીએબીજી
સાઈમલ્ટેનસ (સતત) હાઈબ્રીડ પ્રક્રિયાના અન્ય શું ફાયદા છે?
• આ અભિગમ દર્દીઓને લાભદાયી છે કારણકે અલગ અલગ દિવસે કરાવવું તેના કરતા બાયપાસ સર્જરી અને સ્ટેન્ટિંગ પ્રક્રિયા એક જ સમયે કરાવવું વધુ સરળ અને ઓછું તણાવયુક્ત છે.
• આ સમગ્ર પ્રક્રિયા કાર્ડિયાક સર્જરી ઓપરેટીંગ રૂમની સંપૂર્ણ સુરક્ષા હેઠળ કરવામાં આવે છે.
• દર્દીઓ માટે અન્ય ફાયદો એ છે કે આ પ્રકારની બાયપાસ સર્જરીમાં મોટા છેદ વગર થઈ શકે છે. લાંબા ગાળાની સફળતાની વધુ સારી તકો સાથે તે ઓછી ઈન્વેઝીવ પ્રક્રિયા છે.
• દર્દીઓ વધુ ઝડપથી રીકવરી અને હોસ્પિટલમાં ઓછા રોકાણની આશા રાખી શકે છે.
હાઈબ્રીડ પ્રક્રિયા કોણ કરાવી શકે છે? હૃદયને ૬૦ % રક્ત પૂરૂ પાડતી લેફ્ટ એન્ટિરીયલ ડિસેન્ડિંગ (એલએડી) ધમની નામક મોટી રક્તવાહીનીમાં અવરોધ આવતા તેમજ નોન-એલએડી ધમનીઓમાં અવરોધ ધરાવતા લોકો જેમને સ્ટેન્ટની સારવાર જરૂરી છે તેઓ હાઈબ્રીડ પ્રક્રિયા કરાવી શકે છે.
ક્લિનિકલ કેસો અને ઉદાહરણો
૧. ૪૫ વર્ષની એક વ્યક્તિ ડબલ વેસલ ડિસીઝથી પિડીત હતા. તેમની એક એલએડી ધમની ૧૦૦ ટકા અવરોધાયેલી હતી જ્યારે જમણી બાજુની ધમની ૯૦ ટકા બ્લોક હતી. તેમના માટે એન્જીયોપ્લાસ્ટીનો વિકલ્પ શક્ય ન હતો અને ૧૦-૧૨ ઈંચના કાપાવાળી હાડકાને કાપીને કરાતી પરંપરાગત બાયપાસ સર્જરી માટે તેઓ તૈયાર ન હતા. આથી તેમને હાઈબ્રીડ સીએબીજીનો વિકલ્પ આપવામાં આવ્યો. છાતીની બાજુમાંથી એક નાનકડો કાપ મૂકીને છાતીની દિવાલમાંથી ધમની લઈને એલએડી આર્ટરી બાયપાસ કરવામાં આવે છે. ત્રીજા દિવસે જમણી ધમનીમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. ઓપરેશન પછીના પાંચમાં દિવસે દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો અને ૨૦ દિવસની અંદર તો તે રાબેતા મુજબની જીવનશૈલીમાં જોડાઈ ગયા.
૨. રૂમેટોઈડ આર્થરાઈટીસ અને હાડકાની ગંભીર વિકૃતિ ધરાવતા ૬૫ વર્ષીય વૃદ્ધ દર્દી થ્રી વેસલ ડિસીઝ ધરાવતા હતા. પરંપરાગત સીએબીજી તેમના માટે અતિજોખમી હતી. આથી તેમને હાઈબ્રીડ સીએબીજીનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ દર્દી પર એલએડી ધમનીની એમઆઈસીએસ સીએબીજી અને અન્ય બે રક્તવાહીનીઓ માટે એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. ઓપરેશનના છટ્ઠા જ દિવસે તેઓ ઘરે જઈ શક્યા અને ફક્ત ૧ મહિનામાં જ તે રોજીંદી જીવનશૈલી પર પાછા ફરી શક્યા.
ગંભીર કાર્ડિયાક સારવારની જરૂર ધરાવતા દર્દીઓ માટે આનો શું અર્થ છે તે જાણવા માટે હાઈબ્રીડ ઓપરેટિંગ રૂમમાં હાથ ધરવામાં આવતી કેટલીક રાબેતા મુજબની પ્રક્રિયાઓ પર એક નજર નાખીએ.
સ્ટેન્ટ વાલ્વ – એક વ્યક્તિ છાતીમાં દુખાવની ફરિયાદ સાથે હોસ્પિટલમાં પહોંચે છે. ડોક્ટરોને તપાસ બાદ માલૂમ થાય છે કે તેમની બે જમણી કોરોનરી ધમની અંશતઃ બ્લોક થઈ ગઈ છે અને એરોટીક વાલ્વ (એરોટીક વાલ્વ સ્ટેનોસીસ) સંકોચાઈ ગયો છે. હાઈબ્રીડ ઓપરેટિંગ રૂમમાં, કાર્ડિયોલોજીસ્ટ અવરોધાયેલ ધમનીમાં રક્ત પ્રવાહનું પુનઃ ચાલુ કરવા માટે સ્ટેન્ટ દાખલ કરે છે. ત્યારબાદ તુરંત જ, કાર્ડિયાક સર્જન ક્ષતિગ્રસ્ત વાલ્વ બદલે છે.
કોમ્બિનેશન રીવાસ્ક્યુલરાઈઝેશન – એક સ્ત્રી કોરોનરી ધમનીમાં અંશતઃ અને બીજીમાં સંપૂર્ણ બ્લોકેજ ધરાવે છે. આ કિસ્સામાં હૃદયના સ્નાયુ સુધી રક્તનો પુરવઠો પુનઃ પહોંચાડવા માટે કોમ્બિનેશન અભિગમ સૌથી સારી રીતે કામ કરી શકે છે. કાર્ડિયોલોજીસ્ટ એક કોરોનરી ધમનીને ખોલવા માટે તેમાં સ્ટેન્ટ દાખલ કરે છે અને ત્યારબાદ, શસ્ત્રક્રિયા નિષ્ણાત અન્ય બ્લોકેજની આસપાસ રક્ત પ્રવાહ શરૂ કરવા માટે બાયપાસ રક્તવાહિનીની પ્રક્રિયા કરે છે.
મિનિમલી ઈન્વેઝીવ પ્રક્રિયાઓ – ઘણાં લોકો હૃદયની સમસ્યા ધરાવે છે જેના માટે પહેલાં પરંપરાગત સર્જરી વિકલ્પ હતો પરંતુ હવે મિનિમલી ઈન્વેઝીવ ટેકનીકથી તેની સારવાર થઈ શકે છે. જેનું એક ઉદાહરણ છે એરોટીક વાલ્વ રીપ્લેસમેન્ટ, જે હવે ઓછી ઈન્વેઝીવ સર્જરીથી અથવા એન્જીયોપ્લાસ્ટી જેવી શસ્ત્રક્રિયામુક્ત પદ્ધતિથી કરવામાં આવે છે. (આ એક પ્રયોગાત્મક અભિગમ છે, જેને ટ્રાન્સકેથેટર વાલ્વ રીપ્લેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા હાલમાં મૂલ્યાંકન હેઠળ છે અને તે વ્યાપક રૂપે ઉપલબ્ધ નથી.) આ પ્રકારની મિનિમલી ઈન્વેઝીવ પ્રક્રિયાઓ માટે ઓન-સાઈટ, હાઈ-રીઝોલ્યુશન ડિજીટલ ઈમેજીંગ ઉપકરણોની જરૂર છે જે ફક્ત હાઈબ્રીડ ઓપરેટિંગ રૂમમાં જ ઉપલબ્ધ હોય છે.
બંને કિસ્સામાં અંતિમ પરિણામને બંનેનું સર્વશ્રેષ્ઠ તરીકે વર્ણવી શકાય છે. ટેકનિક્સના સંયોજન થકી બંને દર્દીઓએ તેમના તમામ કોરોનરી બ્લોકેજ અને/અથવા વાલ્વના રોગ માટે સફળ સારવાર મેળવી જેનાથી તેમને ઝડપી અને કોઈ સમસ્યા રહિત રીકવરી તે પણ કોઈપણ રક્ત ટ્રાન્સફ્યુઝન વગર અને ઉત્કૃષ્ટ કોસ્મેટિક પરિણામો સાથે મળી. પુરાતનકાળની હાઈબ્રીડ એટલે સંકર પ્રજાતિઓની જેમ જ આ પ્રક્રિયાઓ અલગ શક્તિ છે જે સાથે મળીને વિશિષ્ટ શક્તિશાળી તત્વનું નિર્માણ કરે છે.