હૃદયના ધબકારાને લયમાં રાખતી તબીબી સારવારઃ ઈલેક્ટ્રોફિઝિયોલોજી, સીમ્સ હોસ્પિટલમાં ઉપલબ્ધ

માનવ  શરીરમાં  ધબકારાની  લયબધ્ધ  ગતિ  જળવાઈ  રહે  તો  હૃદયની તંદુરસ્તી  સારી  છે  તેવું  કહી  શકાય.  તંદુરસ્ત  માણસનું  હૃદય  એક  મિનિટમાં ૭૦  વખત  ધબકે  છે. આ ધબકારામાં  અસામાન્ય વધારો  કે  ઘટાડો  થાય ત્યારે  ચિંતાજનક  પરિસ્થિતિ  ઉભી  થાય  છે.  શરીરમાં  પેસમેકર  અથવા  એ પ્રકારની  અન્ય  ડિવાઈસ  (યંત્ર)  મૂકીને  હૃદયના  ધબકારાની  ગતિ નિયમિત  કરવામાં  આવે  છે. આ  રીતે  હૃદયનો  લય  જાળવવાના તબીબી શાસ્ત્રને  ઈલેક્ટ્રોફિઝિયોલોજી  તરીકે  ઓળખવામાં  આવે  છે. આ  ક્ષેત્રે વિશેષ   નિપુણતા  ધરાવતા ડોકટરોને  કાર્ડિયાક  ઈલેક્ટ્રોફિઝિયોલોજીસ્ટ તરીકે  ઓળખવામાં  આવે  છે. દેશમાં  આ  પ્રકારના  નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટની  સંખ્યા  માત્ર  ૧૨  થી  ૧૫  જેટલી  છે.

સિમ્સ  મલ્ટી  સ્પેશ્યાલિટી  હોસ્પિટલના  કાર્ડિયાક  ઈલેક્ટ્રોફિઝિયોલોજીસ્ટ ડો.  અજય  નાયકે  એક  મુલાકાતમાં  જણાવ્યું  હતું  કે  “હૃદયના  ધબકારા  લય મંદ પડીને   મિનિટના  ૩૦ થી  ૪૦ થઈ  જાય તેને  તબીબી  ભાષામાં બ્રેડીકાર્ડિયા(Bradycardia) કહે    છે.  આ  સ્થિતિનાં  લક્ષણોમાં ચક્કર  આવવા,  ખૂબ  જ  થાક  લાગવો,  કસરત  કરવામાં  મુશ્કેલી અનુભવવી  તથા  બેભાન  બનવાનીપરિસ્થિતિનો  સમાવેશ  થાય  છે. હૃદયના  મંદ  લયની  સમસ્યા  હૃદયની  વારસાગત  ક્ષતિઓ, કેટલીક બિમારીઓ,  ઉંમર વધવાની પ્રક્રિયા તથા  હૃદય રોગના હુમલાના કારણે પેદા  થતા  સ્કાર  ટીસ્યુ  તથા  અજાણ્યા  કારણોથી  સર્જાતી  હોય  છે.  આવી પરિસ્થિતિની સારવાર  માટે  પર્મેનન્ટ  પેસમેકર  મુકીને  ઈલાજ  થઈ  શકે છે.

વ્યક્તિના  હૃદયનું    સંકોચન  ઝડપી  હોય પરંતુ  નિયમિત  ન  હોય  તો  હૃદય  દર  મિનિટે ૨૦૦ થી ૨૫૦   ધબકારાના   દરે ધબકે છે. આ    હાલતને  ટેકીકાર્ડિયા  કહે  છે. એની  સારવાર  માટે  ઈ.પી.  સ્ટડી  અને રેડિયો  ફ્રિકવન્સી  એબલેશન   દ્વારા  હૃદયની ગતિના  લય  અને  તેના  કારણોનો  અભ્યાસ કરવામાં  આવે  છે.  ઈપી  સ્ટડીમાં  પાતળા તથા  વાળી  શકાય  તેવા  તાર  (કેથેટર)ને રકિતવાહીનીમાં  દાખલ  કરવામાં આવે છે. એ પછી તેને હૃદય તરફ વાળવામાં આવે છે. દરેક કેથેટરમાં એક  કે  તેથી  વધુ  ઈલેક્ટ્રોડ  હોય  છે. તેના  દ્વારા  હૃદયના  વિદ્યુતસંચાલનના સંકેતો  મેળવવામાં  આવે  છે.  આવા  સંકેતો  જ્યારેે  એક  ચેમ્બરમાંથી  બીજી ચેમ્બરમાં  જતા  હોય  ત્યારે  તેને  માપવામાં  આવે  છે.

ઘણી  વાર  હૃદયમાં  નલિકાઓના  ગુંચવાડાને  કારણે  પણ  અતિશય ધબકારાની  સ્થિતિ  પેદા થાય  છે .આ સ્થિતીને વેન્ટ્રીક્યુલર ટ્રેકીકાર્ડિયા તરીકે ઓળખવામાં  આવે છે. આવી સ્થિતિમા  હૃદય પમ્પીંગ  કરવાની  ક્ષમતા ગુમાવી  દે  તથા  અન્ય અંગોને  અપૂરતા  પ્રમાણમાં  લોહી  પમ્પ  કરે  છે. પરિણામે  ચક્કર  આવવા, હાંફ  ચડવી  અને  બેભાન  થઈ  જવા  જેવા  લક્ષણો  જાuવા  મળે  છે.  દર્દીને  જો યોગ્ય સારવાર મળે નહીં તો વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા જીવલેણ નિવડી શકે  છે. આવી  પરિસ્થિતિમાં  હૃદયમાંનું  વધારાનું  વાયરીંગ  એટલે  કે બિનજરૂરી  નલિકાઓ  દૂર  કરવી  પડે  છે. આ ઉપરાંત હાર્ટ ફેઈલ્યોરની શક્યતા નિવારવા  માટે   થતી સારવારને કાર્ડિયાક રિસિન્કોનાઈઝેશન થેરાપી ( Cardiac Resynchronization Therapy–CRT) તરીકે  ઓળખવામાં આવે  છે.  આવી  સારવારમાં  ડિફેબ્રીલેટર  નામનુ  ડિવાઈસ  મુકવામાં  આવે છે. આ  યંત્ર  પેસ  મેકર  કરતાં  થોડુ  મોટુ  હોય  છે,  જે  હૃદયના  ધબકારાની ગતિ  સામાન્ય  હોય  ત્યારે  ચૂપ  રહે  છે  પણ  જાે  ગતિ  અસામાન્ય  બને  અને જીવલેણ  નિવડી  શકે  તેમ  હોય  તો  આ  યંત્ર  ૧૦  સેકંડમાં  જ  કામ  કરતું  થઈ જાય  છે  અને  દર્દીના  ધબકારા  નિયમિત  કરીને  જીવ  બચાવે  છે. ઈપી અભ્યાસ દરમ્યાન દર્દીને સહાયક બનવા માટે તથા સલામતિની ખાત્રી  માટે  સિમ્સ  હોસ્પિટલમાં  ઈલેક્ટ્રોફિઝિયોલોજીસ્ટ  ઉપરાંત ચોકસાઈપૂર્ણ પ્રક્રિયા માટે ખાસ તાલિમબધ્ધ ટેકનિશ્યન્સ તથા દર્દીની ક્ષણે  ક્ષણની  હાલત  ઉપર  નજર  રાખવા  માટે  પરિચારિકાઓ  ખડેપગે  હોય છે.  સિમ્સ  હોસ્પિટલમાં  ઈપી  અભ્યાસ   ખાસ  પ્રકારની  વિશેષ  સુવિધાઓ ધરાવતી  પ્રયોગશાળામાં  કરવામાં  આવે છે.  તપાસ  દરમ્યાન  શાંત વાતાવરણ  જાળવી  રાખવા  માટે  તમામ  પ્રકારની  સાવચેતી  રાખવામાં આવે  છે.