હૃદયના તમામ રોગો માટે શ્રેષ્ઠ સારવાર આપતી સીમ્સ હોસ્પિટલ

હૃદય રોગનું મુખ્ય કારણ છે ધમનીઓ કઠણ થઈ જવી અથવા  ધમનીઓમાંથી લોહી વહેવામાં અવરોધ ઉભો થવો. આવી હાલતમાં હૃદયને લોહી ઓછું પહોંચે છે. આ અવરોધને કારણે એન્જાયના પેકટોરીસ અને ત્યારબાદ હાર્ટ એટેક આવે છેે. હૃદયમાં લોહી ઓછું પહોંચવાને કારણે દર્દીને છાતીમાં ભારે દુખાવો અને ગભરામણ થવા માંડે છે. આ સ્થિતિને ’અસ્થિર એન્જાયના’ તરીકે ઓળખવામાં આવે છે. હૃદયને લોહી સદંતર મળતું બંધ થઈ જાય ત્યારે હૃદયના જે ભાગને અવરોધ ધરાવતી ધમની દ્વારા લોહી મળતું હોય તે ભાગ હંગામી ધોરણે મૃત્યુ પામે છે. અન્ય શબ્દોમાં કહીએ તો હૃદયના તે ભાગમાંથી ચેતન જતું રહે છે અને તે હિસ્સો કાર્યક્ષમતા ગુમાવી બેસે છે. આવી પરિસ્થિતિને આપણે હાર્ટ ઍટેક અથવા હૃદય રોગના હુમલા તરીકે ઓળખીએ છીએ.

“હૃદયરોગના હુમલા પછીનો તરતનો સમય ખૂબજ કટોકટીનો હોય છે. હાર્ટ ઍટેક આવ્યા બાદ હૃદય લોહી પંપ કરવાનું ચાલુ રાખે છે, પણ પહેલાં કરતાં પંપ કરવાની ક્ષમતા ઘટી જાય છે. જો હુમલા પછીના ૬ થી ૧૨ કલાકમાં યોગ્ય સારવાર આપવામાં આવે તો હૃદયના જે ભાગને લોહી ન મળવાને કારણે નુકશાન થયું હોય  તે ભાગને ફરીથી કાર્યરત કરી શકાય છે. આથી હૃદયરોગના હુમલા પછી તાત્કાલિક સારવાર આપવામાં આવે તે વિશેષ મહત્વનું છે”

“હૃદયરોગના કેટલાક હુમલા ઓચિંતા અને ખૂબ જ તીવ્રતાથી આવે છે, પરંતુ  મોટાભાગના કિસ્સાઓમાં હૃદય રોગના હુમલાઓ ધીમે રહીને ચાલુ થતા હોય છે. આ સ્થિતિના સામાન્ય લક્ષણોમાં છાતીમાં ગભરામણ, ઠંડો પરસેવો છૂટવો, બાવડાં, પીઠ, ગળા, જડબાં અથવા પેટમાં દુઃખાવો અથવા, બેચેની થવી, શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, મોળ ચડવો કે મગજ ખાલી ખાલી લાગે. જો દર્દીને છાતીમાં ગભરામણ થતી હોય અથવા અહીં દર્શાવેલા એકથી વધુ લક્ષણો જણાતા હોય તો એક મિનિટનો પણ વિલંબ કરવો જોઈએ નહીં (પાંચ મિનિટથી વધુ તો ક્યારેય નહીં). આવા સંજોગોમાં કોઈને મદદ માટે બોલાવીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જવું જોઈએ.”

“ડાયાબીટીસના દર્દીને હૃદય રોગનો હુમલો આવે ત્યારે દુખાવો ન થાય તેવું બની શકે. તેમને કદાચ કોઈ જ લક્ષણો ન અનુભવાય અથવા તો થોડો શ્વાસ ચડે અથવા પરસેવો વળે કે પછી ખૂબ જ નબળાઈ લાગે. આ પ્રકારના કિસ્સાઓનો ખ્યાલ ન આવે અને તેની સારવાર થાય નહીં તેવું બની શકે છે. ઘણાં લોકો આવા સામાન્ય લક્ષણોને ધ્યાનમાં લેતા નથી.”

સંશોધનોમાં એવું ફલિત થયું છે કે હૃદય રોગના હુમલાથી થતા મોટાભાગના મૃત્યું છાતીમાં દુખાવો થાય ત્યાર પછીના પહેલા કલાકમાં જ થાય છે, પણ જો લોહી ન પહોંચતું હોય તેવા હૃદયના સ્નાયુના ભાગને થોડીવારમાં લોહી આપવામાં આવે તો તે ખામી વગર ફરીથી બિલકુલ સ્વસ્થ થઈ જાય છે. કહેવાનું એટલું જ કે હૃદય રોગના હુમલાની સર્વોત્તમ સારવાર જેટલી વહેલી મળી શકે તેટલી દર્દીનો જીવ બચાવવામાં વધુ ઉપયોગી નિવડે છે.

હૃદય રોગના હુમલામાં શુંં કરવું જોઈએ : દર્દી જે કામ કરતાં હોય તે કામ બંધ કરીને આરામ કરવો જોઈએ. ઓગળી શકે તેવી એસ્પિરીનની એક ગોળી લેવી જોઈએ. તેનાથી લોહી પાતળું થઈ જાય છે અને જામતું અટકે છે. નાઈટ્રોગ્લિસીરીનની એક ગોળી જીભ નીચે મૂકીને તરત જ મદદ લઈને ઍમ્બ્યુલન્સ બોલાવવી જોઈએ.

સીમ્સ હોસ્પિટલમાં હૃદય રોગની સારવાર તથા ઓપરેશન કરવું પડે તેવી પરિસ્થિતિમાં ઓપરેશન પૂર્વે, દરમ્યાન તથા ઓપરેશન પછી કોઈપણ પ્રકારની સમસ્યા પેદા થાય નહીં તે માટે સતત સારવારની શ્રેષ્ઠ વ્યવસ્થા ઉપલબ્ધ છે.