હાર્ટ સર્જરીનો ઈતિહાસ એક સદીથી પણ ઓછો જૂનો છે. એ પહેલાં હૃદયની શસ્ત્રક્રિયા થઈ શકતી ન હતી. ૧૯૫૪માં પ્રથમ ઓપન હાર્ટ સર્જરી થઈ તે પછી અત્યાર સુધીમાં હૃદય રોગની સારવાર ક્ષેત્રે જબરદસ્ત પ્રગતિ નોંધાઈ છે. હૃદયની નળીઓ બ્લોક થવી, વાલ્વ પહોળો થવો, વાલ્વનું લીકેજ થવું વગેરે હૃદયની કોઈ બિમારી એવી નથી જેનો ઈલાજ થઈ શકે નહીં. સીમ્સ હોસ્પિટલમાં હૃદયના કેવા અટપટા ઓ પરેશન થાય છે તે ની માહિતી આપતાં હો સ્પિટલના કાર્ડિયોથોરાસીક અને વાસ્ક્યુલર સર્જન ડો. ધીરેન શાહ, ડો. ધવલ નાયક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે દુનિયામાં હૃદયના જે અદ્યતન ઓપરેશનો થાય છે તેમાંથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટને બાદ કરતાં તમામ પ્રકારની સર્જરી સીમ્સ હોસ્પિટલમાં થઈ શકે છે.
સીમ્સ હોસ્પિટલમાં કનુભાઈ નામના એક દર્દીને (નામ બદલ્યું છે) બાયપાસ વાલ્વ રિપેરીંગ કરાયું હતું. દર્દીને રજા અપાયા પછી તે બે કી.મી. સુધી ચાલી શકે છે. કનુભાઈના કેસની વધુ વિગત આપતાં કાર્ડિયાક સર્જન ડો. ધિરેન શાહે જણાવ્યું કે “આ નબળા હૃદયનો કેસ હતો. હૃદય પહોળું થઈ ગયું હતું, વાલ્વમાં લીકેજ હતું, પમ્પીંગની ક્ષમતા ૨૦ થી ૨૫ ટકા જેટલી હતી. છેલ્લા એક વર્ષમાં હાર્ટ ફેઈલ્યોરને કારણે ચારેક વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. સીમ્સ હોસ્પિટલમાં તેમને બાયપાસનું, વાલ્વ રિપેરીગનું તથા ફુગ્ગા જેવા પહોળા થઈ ગયેલા હૃદયનું એમ ત્રણેય ઓપરેશન એક સાથે કરવામાં આવ્યા હતા. ભારતમાં આ પ્રકારના દર્દીઓમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શક્ય નથી તેથી આ પ્રકારે સર્જરી કરાવીને દર્દી રોજીંદી સારી અને સ્વતંત્ર જીંદગી જીવી શકે તેવી સ્થિતિ પેદા કરી શકાય છે “આવા ઓપરેશનમાં થોડુંક વધારે જાેખમ અને ખર્ચ પણ વધારે થતો હોય છે, છતાં સારવાર શક્ય છે” તેમ ડો. ધવલ નાયક જણાવે છે. કે ‘જ્યારે આ દર્દી અમારી પાસે ફોલોઅપમાં આવતા હોય છે ત્યારે બંધિયાર જીંદગીના બદલે સ્વતંત્ર અને ઉપયોગી જીંદગી જીવે છે, તેના કારણે તે અને તેમનો પરિવાર સંતુષ્ઠ છે.
અમદાવાદની એક યુવાન છોકરી આયેશા (નામ બદલેલ છે) જેના ૬ માસ પછી લગ્ન થવાના હતા. તેને ખબર પડી કે તેના હૃદયમાં જન્મજાત કાણું છે. ઘરમાં ટેન્શન અને ગભરાટ વધી ગયો. મોટો કાપો મૂકવો પડશે તેવા ડરથી તે લઘુતાગ્રંથી અનુભવતી થતો હતી. આ કારણે ઓપરેશન માટે તૈયારી પણ દાખવતી નહોતી.
આયેશા જ્યારે ડો. ધીરેન શાહને મળી ત્યારે તેને સમજાવવામાં આવ્યું કે હવે ટેકનોલોજી બદલાઈ છે.આ ઓપરેશન કરવામાં છાતીમાં મોટો ચીરો નહીં મૂકવો પડે, બ્રેસ્ટની (સ્તનની) નીચે, દેખાય નહીં તેવો નાનો કાપો મૂકી ઓપરેશન થઈ શકશે. એ પછી સીમ્સમાં ઓપરેશન થયું અને ૬ માસ પછી આયેશાના લગ્ન પણ થયા. આજ સુધી તેના હૃદયને કોઈ તકલીફ પડી નથી.
ડો.ધવલ નાયક ના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની મિનિમલ ઈન્વેસિવ કાર્ડિયાક સર્જરીથી (MICS)થી બાયપાસ, વાલ્વ રિપ્લેસમેન્ટ અને વાલ્વ રિપેરીંગ ઉપરાંત હૃદયમાં પડેલા કાણાનું પણ ઓપરેશન થઈ શકે છે તેમ ડો. ધવલ નાયક જણાવે છે કે આ ઓપરેશનનો ફાયદો એ છે કે ઓપન હાર્ટ પછીની રિકવરી ખૂબ ઝડપી થાય છે. એક માસમાં વ્યક્તિ કામે લાગી શકે છે. ઘરમાં કમાનાર વ્યક્તિ જલ્દી કામે લાગી જતાં પરિવાર માટે આશિર્વાદરૂપ નિવડે છે. આવી સર્જરીમાં ઓપરેશન પછી ઓછો દુખાવો થાય છે. ખાસ બાબત એ છે કે બહેનોના ઓપરેશનમાં કાપો બિલકુલ દેખાતો નથી અને લઘુતાગ્રંથી રહેતી નથી.
૨૩ વર્ષની ઉંમરના પૂર્ણિમાબેનને (નામ બદલેલ છે) ઓચિંતી શ્વાસની તકલીફ થવા લાગી. ધબકારા અનિયમિત થઈ ગયા. તેમની તબીબી તપાસમાં જણાયું કે હૃદયના એક વાલ્વમાં લીકેજ છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે નવો ધાતુનો વાલ્વ નાંખવો પડશે. સીમ્સ હોસ્પિટલમાં તેમણે તપાસ કરાવી ત્યારે ડો.ધિરેન શાહે જણાવ્યું કે બગડેલો માઈટ્રલ વાલ્વ રિપેર થઈ શકશે. વાલ્વ રિપેર કર્યા પછી લોહી પાતળું કરવાની ગોળીઓ લેવાની જરૂર પડશે નહી. આ સર્જરી નાના કાપાથી થઈ શકશે અને ઝડપથી રિકવરી થશે તથા કાપો દેખાશે નહીં. પૂર્ણિમાબેનનું ઓપરેશન થઈ ગયું અને આજ સુધીમાં રિપેર થયેલા વાલ્વમાં કોઈ તકલીફ પડી નથી. તેવું ડો. ધિરેન શાહે આ કેસ અંગેની વિગત આપતાં જણાવ્યું હતું. ડો. ધવાલ નાયક ના જણાવ્યા પ્રમાણે વાલ્વ રિપેરીંગનો ફાયદો એ છે કે
કુદરતે જે વસ્તુ આપી છે તેને સાચવી રાખીએ. કૃત્રિમ વસ્તુ શરીરમા નાંખવાથી વધુ સારસંભાળ લેવી પડે અને જીંદગીભર લોહી પાતળું થવાની ગોળીઓ લેવી પડે તે દર્દી માટે બોજારૂપ બને છે.
ઘણીવાર એવું માનવામાં આવે છે ૭૦ વર્ષ પછી હાર્ટ સર્જરી જેવું ઓપરેશન શક્ય હોતું નથી. સિમ્સ હોસ્પિટલમાં મોટી ઉંમરના ઘણાં દર્દી આવે છે અને ઓપરેશન કરાવે છે. દર્દી તંદુરસ્ત હોય અને હરતોફરતો હોય તો તે ઓપરેશન કરાવીને સામાન્ય જીંદગી જીવી શકે છે તથા તેના જીવનની ગુણવત્તા માં સુધારા થાય છે ભાવનગરના ૮૭ વર્ષના એક સ્વાતંત્રય સેનાની જમનાદાસ પટેલ (નામ બદલેલ છે )વાલ્વ બદલવાનુ ઓપરેશન સફળતાપૂર્વક થઈ શક્યું હતું
અને તેમને આજસુધી કોઈ તકલીફ પડી નથી. ધીરેન શાહ જણાવે છે કે મોટી ઉંમરની વ્યક્તિઓ માટે ઓપરેશન હવે સામાન્ય બાબત બની ગઈ છે.
ડો. ધવલ નાયકે સીમ્સ હોસ્પિટલમાં થતાં આવાં ઓપરેશનો અંગે વધુ વિગત આપતાં કહ્યું કે અહીં દર વર્ષે ૧૦૦૦ થી વધુ ઓપન હાર્ટ સર્જરીનાં ઓપરેશન થાય છે, એમાં ૧૦ થી ૧૫ ટકા દર્દીઓ ૭૦ વર્ષથી વધુ ઉંમરના હોય છે.
મોટી ઉંમરના વ્યક્તિઓને થતાં ઓપરેશન અંગે સામાન્ય દર્દીની તુલનામાં મોટી ઉંમરની વ્યક્તિને થતા ઓપરેશનમાં વિશેષ કાળજી અને ટેકનિકનો ઉપયોગ કરવો પડે છે. સીમ્સ હોસ્પિટલમાં આ માટેનો પ્રોટોકોલ તથા સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, આ ઉપરાંતે ટીમવર્કને કારણે આ કામગીરી ઘણી સારી રીતે થઈ શકે છે. સીમ્સ હોસ્પિટલમાં હવે ઓપન હાર્ટ સર્જરી ટેકનિક અને કોરોનરી એન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ જેવી કેથેટર આધારિત પધ્ધતિના સંયોજનવાળી હાઈબ્રીડ ટેકનોલોજી પણ ઉપલબ્ધ થઈ છે. ડો. ધિરેન શાહ કહે છે કે આ પ્રકારની હાઈબ્રીડ સર્જરીમાં બાયપાસ સર્જરી અને વાલ્વ રિપેરીંગ અથવા રિપ્લેસમેન્ટ (બંને સાથે)પણ થઈ શકે છે.
અગાઉ હૃદયનું કોઈ ઓપરેશન કરાવવાનું હોય ત્યારે દર્દીઓના સ્નેહીઓના મનમાં અતિશય ગંભીરતાનું વાતાવરણ પેદા થતું હતું, પણ હવે ઝડપી નિદાન પછી તુરત જ હાર્ટ સર્જરી થઈ શકે છે આથી દર્દી તથા તેમના સ્વજનોમાં અગાઉ સતત ચિંતા રહેતી હતી તે સ્થિતિ અનેક દર્દીઓનાં અટપટાં ઓપરેશન થવાને કારણે તથા સફળતાના ઉંચા દરને કારણે લગભગ નિર્મૂળ થતી જાય છે.