લો બેક પેઈન

દુનિયાભરમાં, અસક્ષમતા અને નિષ્ક્રીયતાના સૌથી સામાન્ય કારણોમાંંનું એક કારણ કમરનો દુખાવો છે. સામાન્ય રીતે આ દુખાવો સ્પોન્ડીલાઈટીસ અથવા કમરના મણકાના ઘસારાને કારણે થાય છે.

આ દુખાવો તમારા પીઠના મધ્યમાં થઈ શકે છે અથવા એક બાજુ થાય છે જે સ્નાયુ ખેંચ, ઈજા કે અક્કડતા જેવું લાગે છે.  પથારીમાંથી ઉભા થવાની, બેસીને ઉભા થવા કે લાંબો સમય બેસી રહેવા જેવી સ્થિતિમાં પીઠનો દુખાવો સામાન્ય રીતે ગંભીર થઈ જાય છે.

લોકો શા માટે પીઠના દુખાવાથી પીડાય છે ?

ઉત્ક્રાંતિના ભાગરૂપે માનવોએ સીધા ઉભા રહેવાની સ્થિતિનું અનુકૂલન સાધ્યુ, આ એક એવો બદલાવ હતો જેમાં શરીરનું વજન જમીન પર ગયું. માનવો માટે શરીરના વજનને કરોડરજ્જુથી નિતંબના સાધા અને નીચેના અવયવોમાં પસાર કરવું જરૂરી બન્યું. લમ્બાર સ્પાઈન અને ત્યારબાદ સર્વાઈકલ સ્પાઈન કરોડરજજૂના સૌથી સામાન્ય હિસ્સાઓ છે જે ઘસારાની પ્રક્રિયાનો ભોગ બની શકે છે, જે સ્પોન્ડિલાઈટીસ તરીકે ઓળખાય છે. રોજિંદા કામકાજ દરમ્યાન આપણે ઘણી ચીજવસ્તુઓ ઉંચકીને એક ઠેકાણેથી બીજા ઠેકાણે મુકવી પડે છે. આવા સમયે શરીરની અંગ સ્થિતિ આદર્શ ન હોય તો ગાદી પર દબાણ આવ્યા વિના રહેતુ નથી. સંશોઘનો પરથી સાબિત થયુ છે કે જો કમરેથી આગળ ઝુકીને કશુંક વજન ઉપાડવામાં આવે તો ગાદી પર આવતા દબાણમાં ૧૦૦ ટકાનો વઘારો થાય છે. આ સમયે કમરની દિશા બદલાવવામાં આવે (ડાબી કે જમણી તરફ ઝુકવું) તો ગાદી પર આવતા દબાણમાં ૪૦૦ ટકાનો વઘારો નોઘાયો છે. માનસિક તાણ પણ કરોડની પીડા વકરાવવામાં પૂરતો ફાળો નોઘાવે છે. આવા સંજોગોમાં કરોડની આસપાસના જ્ઞાનતંતુઓ પર વઘુ દબાણ આવે છે.

શું મારા પીઠના દુખાવા માટે મારે શસ્ત્રક્રિયા કરાવવાની જરૂર પડશે ?

આધુનિક સમયમાં કરોડરજ્જુની શસ્ત્રક્રિયા વધુ સુરક્ષિત અને ઓછી જોખમી બની છે, જેનું મુખ્ય કારણ ટેકનોલોજીમાં થયેલ સુધારા, બહેતર એનેસ્થેસિયા છે. પરંતુ પીઠના દુખાવાથી પીડાતા મોટા ભાગના લોકોને  શસ્ત્રક્રિયા કરાવવાની જરૂર નથી. તેમ છતાં, એવી કેટલીક સ્થિતિ છે જેમાં શસ્ત્રક્રિયા જરૂરી બને છે, જ્યારે રોગ સાથે જીવવાનું જોખમ શસ્ત્રક્રિયાના જોખમ કરતાં વધુ હોય. તેમાં એવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે જેમાં તમારી પીઠમાંથી નીકલતી ચેતાઓના મૂળ પર આવતા દબાણની અસર નીચેના અવયવો પર પડે છે, અને દુખાવો, નબળાઈ અથવા શૂન્યમન્સ્કતા અનુભવાય છે.

જ્યારે નર્વ રૂટ દબાણ હોય ત્યારે  “સ્ઇૈં જીષ્ઠટ્ઠહ” આવશ્યક બને છે. એમઆરઆઈ તમારા સર્જનને રોગના ચોકક્સ  કારણ અને સીમા, નસના દબાણની ગંભીરતા અને મોટા ભાગના કેસોમાં શસ્ત્રક્રિયાની જરૂરિયાત નક્કી કરવામાં મદદ કરે છે.

માઈક્રોસ્કોપિક અથવા એન્ડોસ્કોપિક ડિસેક્ટોમી એક મીનીમલી ઈન્વેઝીવ સર્જરી છે જેમાં સ્લીપ્ડ ડિસ્કની જગ્યાએ પીઠમાં અડધો ઈંચ લાંબો કાપો મૂકીને હર્નિએટ થયેલ ડિસ્ક મટિરીયલ દૂર કરવામાં આવે છે.  સ્નાયુને કાપવાને બદલે, ડાઈલેટર્સનો ઉપયોગ સ્નાયુને ખેંચવા માટે અને એન્ડોસ્કોપ અને શસ્ત્રક્રિયાના ઉપકરણો માટે જગ્યા કરવા માટે થાય છે. ડિસ્કના હિસ્સા ત્યારબાદ દૂર કરવામાં આવે છે અને ડિસ્કના સ્વસ્થ હિસ્સાને તેની જાતે રૂઝ આવવા માટે છોડી દેવામાં આવે છે. કાપાને અંદરથી બંધ કરવામાં આવે છે અને બહારની તરફ કોઈ ટાંકા હોતા નથી.

માઈક્રોસ્કોપિક-એન્ડોસ્કોપિક ડિસેક્ટોમીમાં અંદાજે ૧ કલાક લાગે છે જેનો આધાર દર્દીના કદ અને તેની ક્ષતિગ્રસ્ત ડિસ્ક પર છે.  ઓપન સર્જરી કરતા તેનો રીકવરી ગાળો ઝડપી હોય છે તે છતાં, તમામ કિસ્સાઓમાં તે હિતાવહ નથી. ડોક્ટર પ્રત્યેક કેસમાં કયા પ્રકારની સર્જરી યોગ્ય છે તે નક્કી કરશે.

સ્પાઈન ફ્યુઝન સર્જરી શું છે અને શું તે હાનિકારક છે

સ્પાઈન ફ્યુઝનની ભલામણ ત્યારે કરવામાં આવે છે જ્યારે તેમાં ઈન્સ્ટેબિલીટી નામક સ્થિતિ હોય છે વિવિધ કારણોસર થાય છે.  સ્પાઈનલ કોલમ નબળી પડી જાય છે અને તે સામાન્ય શરીરના વજનને આધાર આપવામાં નિષ્ફળ નીવડે છે. તેમાં સામાન્ય રીતે ઈમ્પ્લાન્ટથી શસ્ત્રક્રિયા દ્વારા અને બોન ગ્રાફ્ટ દ્વારા (કરોડરજ્જુને સખત બનાવવા માટે પ્રત્યારોપિત કરવામાં આવતું ધાતુ કે અન્ય  ઉપકરણ) કરવામાં આવે છે. આ શસ્ત્રક્રિયાનું પરિણામ સામાન્ય રીતે ઉત્કૃષ્ટ હોય છે.

સ્પાઈન સર્જરી બાદ શું હું ચાલી શકીશ અને પાછા કામ પર લાગી શકીશ

સ્પાઈન સર્જરી વિશેની જાત જાતની ખોટી અફવાઓ ફેલાય છે.  નિઃશંકપણે કોઈપણ સર્જરી સંબંધિત પ્રક્રિયામાં જોખમ સંકળાયેલું હોય છે પરંતુ સ્પાઈન સર્જરી કરાવવાનો ડર ઘણીવાર બિનજરૂરી હોય છે.  આધુનિક તબીબી ઉપકરણો, દેખરેખની નવી પદ્ધતિઓ અને એનેસ્થેસિયાની બહેતર પદ્ધતિઓ દ્વારા સ્પાઈન સર્જરી કોઈપણ અન્ય સર્જરી જેટલી જ સુરક્ષિત છે.  આ ઉપરાંત, શસ્ત્રક્રિયાનો ઉદ્દેશ્ય અસક્ષમતાનું પ્રમાણ અને ગાળો નિયંત્રિત કરવાનો છે. દર્દીઓને એ જ દિવસે અથવા શસ્ત્રક્રિયા બાદના દિવસે ચાલવા માટે અને ત્રણ થી ચાર અઠવાડિયામાં કામ પર પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરાય છે. આ સમય દરમ્યાન હું દર્દીઓને વાંકા વળવાથી, વજન ઉંચકવાથી, રોડ દ્વારા ખાસ કરીને ટુ-વ્હીલર કે થ્રી-વ્હીલર પર મુસાફરી કરવાની અને લાંબા સમય સુધી બેસી રહેવા દૂર રહેવાની સલાહ આપું છું.  સૌથી મહત્વપૂર્ણ છે કે, સ્પાઈન સર્જરી ચેતા મૂળ પરનું દબાણ ઓછું કરવા કે અસ્થિરતાને દૂર કરવા માટે કરવામાં આવે છે, પહેલેથી હાજર ઘસારાથી થયેલ ફેરફારને ઉલટાવવા માટે નહીં. યોગ્ય મુદ્રા સ્થિત, કરોડરજ્જુની કસરતો અને તાણ દૂર કરવીને તમારી પીઠની સંભાળ લેવી ખૂબ મહત્વપૂર્ણ છે.

શું હું સ્પાઈન સર્જરી ટાળવા ઈચ્છું તો શું થશે

જોે તમે સર્જરીથી દૂર રહો તો વ્યક્તિગત કેસમાં શું થશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ તબીબી સાહિત્ય દર્શાવે છે કે નબળાઈ, શૂન્યમનન્સ્કતા અને બ્લેડરમાંં અવરોધ સાથે ચેતા દબાણની હાજરીમાં શસ્ત્રક્રિયાને ટાળવાથી ચેતાને સુધરી ન શકાય તેવા ફેરફાર થાય છે. એથીય મહત્વપૂર્ણ, ચેતાના નુકસાનના પુનરાવર્તનની શક્યતા નક્કી કરવામાં ચેતા દબાણનું પ્રમાણ  અને સમય મહત્વના પરિબળો છે. જો ફક્ત દર્દમાં રાહત માટે શસ્ત્રક્રિયાની સલાહ આપવામાં આવી હોય તો તે સામાન્ય રીતે ગંભીર રેડિક્યુલર દર્દ (પગના દુખાવો) અથવા આરામ, એનાલ્જેસીક અને ફિઝીયોથેરાપીથી પણ દૂર ન થાય તેવા દર્દ માટે આપવામાં આવે છે. શસ્ત્રક્રિયાની પણ સલાહ આપવામાં આવે છે જો દર્દીને અસ્થિરતા સાથે ગંભીર પીઠનો દુખાવો હોય. જો ન્યૂરોલોજીકલ ક્ષતિની હાજરીમાં શસ્ત્રક્રિયાને ટાળવામાં આવે તો શક્યતા છે કે તે ક્ષતિ વધે અથવા કાયમી રહે અને ક્ષતિની અવધિના આધારે તે ક્યારેય સાજી ન થાય.

સર્જરી બાદ અને પીઠના દુખાવાને સામાન્ય રીતે ટાળવા માટે મારે કયા સાવચેતીના  પગલા લેવા જોઈએ

વાકાં વળવાનું, વજન ઉંચકવાનું અને ખોટી સ્થિતિમાં લાંબા સમય સુધી બેસવાનું ટાળો.  તમે મેદસ્વી હો તો વજન ઉતારો, ટુ-વ્હીલર કે થ્રી-વ્હીલરની મુસાફરીથી દૂર રહો, ધૂમ્રપાન ટાળો અને આરામની કસરતો કરો.  યોગ્ય પ્રકારની ગાદીનો ઉપયોગ સૂતી વખતે અયોગ્ય સ્થિતિ ટાળે છે. કરોડરજ્જુને મજબૂત બનાવતી નિયમિત કસરતો તમારી પીઠની તંદુરસ્તીને લાંબા સમય સુધી જાળવી રાખવાનો વિશ્વાસ આપે છે.