Select Page

યોગ્ય આહાર માટેની માર્ગદર્શિકા

આપણો યોગ્ય આહાર જ આપણી તંદુરસ્તી તથા ઘાતક બિમારીઓ ને સાચવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ બધામાં હૃદયને લગતા રોગોને પ્રથમ સ્થાને સમાવી શકાય છે. એક સંતુલીત આહાર બધી જ પ્રકાર ની ખાવાની વસ્તુઓથી પરિપૂર્ણ હોય છે, જે નીચેના આહાર પિરામીડ માં દર્શાવેલ છે.

શાક-ભાજી અને ફળ

  • આહાર માં શાક-ભાજી અને ફળની માત્રા, સૌથી વધારે રાખવી.
  • શાક-ભાજી અને ફળમાંથી બધા પ્રકારના વિટામીન, મીનરલ્સ જેવા કે વિટામીન-સી, કેરોટીન, ફેલીક્ એસીડ, લોહ તત્વ વગેરે મળે છે.
  • આ બધાં માં રેસા નો ભાગ સૌથી વધારે હોય છે. 

દીવસમાં  ૪-૫ વખત લઇ શકાય

અનાજ

  • અનાજનુ સ્થાન શાકભાજી અને ફળ પછી આવે છે, જેમ કે ભાત, રોટલી, પૌઆ, બ્રેડ, પાસ્તા વગેરે.
  • આ બધા અનાજમાંથી કાર્બોહાઇડ્રેેટ મળે છે, જેનાથી ઉર્જા મળે છે.
  • આખા અનાજ જેવા કે ઘંઉ, બાજરી તથા મકાઈના ફાડા વગેરે ખાવાથી વધારે પ્રમાણમાં રેશાતત્વ પ્રાપ્ત થાય છે, 

દિવસમાં ૬-૧૧ વખત લઇ શકાય.

દુધ તથા દુધથી બનતી વસ્તુઓ

  • જેમ કે – દુધ, પનીર, ચીઝ વગેરે.
  • આમાંથી પ્રોટીન તથા કેલ્શીયમ, ફોસ્ફરસ પ્રાપ્ત થાય છે.

દિવસમાં ૨-૩ વખત લઇ શકાય.

ક્ઠોળ

  • જેમ કે દાળ, રાજમા, છોલે, ચણા, સોયાબીન વગેરે.
  • કઠોળમાંથી ઓેછી ચરબીવાળુ પ્રોટીન, ઉજા તથા રેશમ 

મળે છે.

દિવસમાં ૩-૪ વખત લઇ શકાય.

તેલ અને ઘી : ફક્ત ૪-૫ ચમચી પ્રતિ દિવસ

મીઠુ અને મરચુ :  ઓછા પ્રમાણમાં વાપરવુ