ઓસ્ટીયોપોરોસીસ – માન્યતાઓ અને હકીકતો

ઓસ્ટીયોપોરોસીસ એક સિસ્ટમેટિક અસ્થિઓની સમસ્યા છે જેમાં હાડકાઓના વજનમાં ઘટાડો થઈ હાડકાઓની નાજૂકતામાં વધારો થાય છે.  સરળ શબ્દોમાં કહીએ તો, એક એવી સમસ્યા જે ફ્રેક્ચરના વધતા જોખમ તરફ દોરી જાય છે.  તેને છૂપો ચોર પણ કહેવામાં આવે છે. ૫૫ ટકા લોકોમાં, ૫૦ વર્ષથી વધુની વયના લોકો ઓસ્ટીયોપોરોસીસથી પીડિત હોય છે અને તેમાંથી ૮૦ ટકા સ્ત્રીઓ હોય છે.

માન્યતાઃ  ફક્ત વૃદ્ધ સ્ત્રીઓને જ ઓસ્ટીયોપોરોસીસ થાય છે

હકીકતઃ ઓસ્ટીયોપોરોસીસ વિશે ઘણી ગેરમાન્યતાઓ પ્રચલિત છે, જેમ કે તે વૃૃદ્ધ સ્ત્રીઓને થતો રોગ છે.  ૫૦ વર્ષથી વધુની વયની દર ૩ માંથી ૧ સ્ત્રીને ઓસ્ટીયોપોરોસીસ હોય છે.  એક-તૃતિયાંશ સ્ત્રીઓના જીવનકાળમાં રજોનિવૃત્તિ બાદ પહેલાં પાંચ વર્ષમાં અસ્થિ ઘટાડો થાય છે. જોકે સ્ત્રીઓમાં કુદરતી રીતે પુરષો કરતા નાના અને પાતળા હાડકા હોવાથી તે સ્ત્રીઓ વધુ સામાન્ય છે તેમ છતાં પુરુષોને પણ ઓસ્ટીયોપોરોસીસ થાય છે.

K:\Communications\Website Blog\JANUARY 2020\Osteoporosis-Image-01.jpg

માન્યતાઃ  પ૦ વર્ષની વયે મારે ફક્ત કેન્સર અને હૃદય રોગની ચિંતા કરવાની જરૂર છે.

હકીકતઃ  ૫૦ વર્ષથી વધુની વયની દર ૨ માંથી ૧ સ્ત્રી તેના આવનાર વર્ષોમાં ઓસ્ટીયોપોરોટીક ફ્રેક્ચરથી પીડાઈ શકે છે.  સ્ત્રીઓને તેમના સ્તન, ઓવરી કે યુટેરીન કેન્સર જેટલું જ ઓસ્ટીયોપોરોસીસનું જોખમ છે.

માન્યતાઃ  હું ખૂબ દૂધ પીઉં છું અને દૂધની બનાવટો લઉં છું એટલે મારે ઓસ્ટીયોપોરોસીસની ચિંતા કરવાની જરૂર નથી.

હકીકતઃ   દૂધ આવશ્યક છે પરંતુ ઓસ્ટીયોપોરોસીસને રોકવા માટે તે એકલું પૂરતું નથી. ફણગાવેલુ કઠોળ, લીલી રાઈ, બ્રોકોલી, ટર્નિગ ગ્રીન્સ અને કેલમાંથી કેલ્શિયમનું શોષણનો દર દૂધ કરતા વધુ હોય છે.

K:\Communications\Website Blog\JANUARY 2020\Osteoporosis-Image-02.jpg

માન્યતાઃ  ઓસ્ટીયોપોરોસીસ માટે  વય અને સ્ત્રી હોવા સિવાય કોઈ વિશિષ્ટ જોખમી પરિબળ નથી.

હકીકતઃ  વય એ સૌથી મહત્વનું જોખમી પરિબળ છે ખાસ કરીને ૬૫ વર્ષથી વધુની વયે.  પરંતુ નીચેના પરિબળો ધરાવતા લોકોને પણ જોખમ રહેલું છે.

K:\Communications\Website Blog\JANUARY 2020\Osteoporosis-Image-03.jpg
  • નાનું અસ્થિ માળખું
  • વહેલી રજોનિવૃત્તિ કે પોસ્ટ મેનોપોઝલ
  • ઓસ્ટીયોપોરોસીસનો વંશીય ઈતિહાસ
  • ઓછું વજન
  • ભોજનમાં કેલ્શિયમનું ઓછું પ્રમાણ
  • નિષ્ક્રીય જીવનશૈલી
  • અતિશય ધૂમ્રપાન અને મદિરાપાન
  • ભોજનની સમસ્યાઓ
  • સ્ટીરોઈડ્‌સ કે એન્ટિકન્વલ્સન્ટ જેવી કેટલીક દવાઓનો ઉપયોગ

માન્યતાઃ મારી માતાને ઓસ્ટીયોપોરોસીસ હતો આથી મને પણ તે રોગ થશે.

હકીકતઃ  ઓસ્ટીયોપોરોસીસનો પારિવારિક ઈતિહાસ ધરાવતી સ્ત્રીઓને રોગનું જોખમ વધુ હોય છે પરંતુ પારિવારિક ઈતિહાસથી ભાગ્ય નક્કી નથી થતું.  હંમેશા યાદ રાખો, અસ્થિ એક જીવંત અવયવ છે.  સમગ્ર જીવનકાળમાં, જૂના હાડકા દૂર થાય છે (પ્રક્રિયા રીસોર્પ્શન તરીકે ઓળખાય છે) અને અસ્થિતંત્રમાં નવા હાડકા ઉમેરાય છે (પ્રક્રિયા ફોર્મેશન તરીકે ઓળખાય છે). ઓસ્ટીયોપોરોસીસનું જોખમ ટાળવા માટે તમારે અનેક જોખમી પરિબળોને કાબૂમાં લેવા જરૂરી છે.

K:\Communications\Website Blog\JANUARY 2020\Osteoporosis-Image-04.jpg

માન્યતાઃ  હું પડી જાઉ અને મારું હાડકું તૂટે નહીં ત્યાં સુધી મને ખબર નહીં પડે કે મને ઓસ્ટીયોપોરોસીસ છે.

હકીકતઃ  ઓસ્ટીયોપોરોસીસના કોઈ  પૂર્વ લક્ષણો નથી હોતા, અને મોટા ભાગના લોકોને તેઓ હાડકાના ફ્રેક્ચરથી ન પીડાય ત્યાં સુધી ઓસ્ટીયોપોરોસીસ હોવાની ખબર પડતી નથી. તેમ છતાં તે એકમાત્ર સંકેત નથી.  ઘણાં લોકો જેમને હાડકામાં ફ્રેક્ચર નથી થતું તેમને પણ તેમની સ્થિતિસ્થાપકતામાં ફેરફાર અને ઉંચાઈમાં ઘટાડો દેખાય છે.

માન્યતાઃ ઓસ્ટીયોપોરોસીસ ગંભીર નથી – તેમાં વધારેમાં વધારે હાડકા તૂટી શકે છે.

હકીકતઃ  ઓસ્ટીયોપોરોસીસ એક ગંભીર અને જીવલેણ સ્થિતિ છે કારણકે  આ રોગમાં તમારા હાડકાને ખૂબ ચૂપકેથી અને સમગ્રતયા રૂપે નુકસાન પહોંચે છે જે પરિણામે તમારી કરોડરજ્જુના નુકસાન કે નિતંબમાં ફ્રેક્ચર  તરફ દોરી શકે છે. કેટલાંક લોકોમાં આ ફ્રેક્ચરમાંથી બહાર નીકળવું મુશ્કેલ અને ઘણીવાર અશક્ય હોય છે. ઓસ્ટીયોપોરોસીસથી વર્ષે ૧.૫ મિલીયન ફ્રેક્ચર થાય છે.

K:\Communications\Website Blog\JANUARY 2020\Osteoporosis-Image-05.jpg

માન્યતાઃ ઓસ્ટીયોપોરોસીસને રોકી શકાતું નથી કે તેની સારવાર કરી શકાતી નથી.

હકીકતઃ ઓસ્ટીયોપોરોસીસ ૧૦૦ ટકા રોકી શકાય છે.   તમારી ઓસ્ટીયોપોરોસીસ થવાની સંભાવના ઘટાડવા માટે કેલ્શિયમ અને વિટામિન ડીથી સમૃદ્ધ આહાર, વજન ઉપાડવાની કસરતો અને અતિશય આલ્કોહોલ નિષેધ જેવા વહેલાસર પગલાં લઈ શકો છો.

માન્યતાઃ ઓસ્ટીયોપોરોસીસના નિદાન માટેની ઝડપી અને સરળ પદ્ધતિ નથી.

હકીકતઃ બોન મીનરલ ડેન્સિટી ટેસ્ટ હાડકાના વજનનું મૂલ્યાંકન કરવાનું એક સુરક્ષિત, દર્દરહિત પરિક્ષણ છે અને તે ડોક્ટરને ઓસ્ટીયોપોરોસીસનું નિદાન કરવામાં મદદ કરે છે.