મેદસ્વીતા આ દશકનો એક  જીવલેણ  રોગ …

મેદસ્વીતા આ દશકનો એક  જીવલેણ  રોગ બની ચૂક્યો છે.  ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૩૦ ટકાથી વધુ વસ્તી મેદસ્વી છે.

મેદસ્વીતા સાથે અનેક  રોગો સંકળાયેલા છે, જેવાં કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયના રોગો, સાંધાના દુઃખાવા, ગાઉટ, માઈગ્રેન, અનિંદ્રા અને બીજાં પણ ઘણા બધાં.

તમને આવાં જ એક  દર્દી અંગે જાણવું ગમશે. 

         આ દર્દી હતાં ૧૪૮ કિ.ગ્રા વજન ધરાવતા એક  ૫૫ વર્ષીય પુરુષ. તેઓ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને સાંધાના દુઃખાવાની સમસ્યાથી પરેશાન હતાં. તેઓ થોડો શ્રમ કરવાથી જ હાંફી જતા હતા અને રાત્રે અનિંદ્રાથી પીડાતા હતા. ચામડીમાં વધારે પડતી કરચલીઓ હોવાને કારણે તેમાં ચેપ લાગતો હતોે. વજન નિયંત્રણ માટે તેણે ડાયેટીંગ સહિત ઘણું કર્યુ, પણ એ ખૂબ ઝડપથી ગૂમાવેલું વજન પાછું મેળવીલેતા હતા. સાંધાના દુઃખાવાને લીધે તે કષ્ટદાયક કસરતો કરી શકતા ન હતા.

         જ્યારે આ દર્દીએ તેમની સમસ્યાઓ સાથે અમારો સંપર્ક કર્યો ત્યારે સીમ્સ બેરિયાટ્રીક (મેદસ્વીતા) ટીમે  તેમની સંપૂર્ણ રીતે તપાસ કરી અને તેમને વિશ્વાસ આપ્યો કે, અમે તેમને માત્ર વજન ઉતારવામાં જ  મદદ નહીં કરીએ, પણ  સંલગ્ન રોગો પર નિયંત્રણ મેળવવામાં પણ મદદ કરીશું. 

         આ દર્દી પર સીમ્સ હોસ્પિટલમાં લેપારોસ્કોપિક  બેરિયાટ્રીક  સર્જરી હાથ ધરાઈ. ઓપરેશન પછી ધીમે ધીમે તેમનું બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ઓછો થયો અને ત્રણ દિવસ પછી તેમને રજા આપવામાં આવી.

         દર્દીએ ૪ માસ અને ૧૫ દિવસ પૂરા કર્યા છે. તેણે ૩૬ કિ.ગ્રા. વજન ઘટાડ્યું છે અને તેમનો ડાયાબિટીસ અને બ્લડપ્રેશર પૂરી રીતે નિયંત્રણમાં છે અને એના માટે તેમને કોઈ દવાની જરુર નથી. તેઓ અગાઉ કરતા વધુ કામ કરી શકે છે અને થાકી જતા નથી. તેમનો સાંધાનો દુઃખાવો સારો થઈ ગયો છે અને તેમનો આત્મવિશ્વાસ વધી ગયો છે. તેમની જિંદગી બદલાઈ ગઈ છે.