K:\Communications\Website Blog\JANUARY 2020\CPR-IMAGE-01.jpg

CPR (Cardiopulmonary Resuscitation) એટલે કે કાર્ડિયાક મસાજ ની મહત્તા સમજવા માટે એક તાજા સમાચાર જણાવીએ. અમદાવાદમાં એક ફ્રેન્ચ યુગલ પોતાની પ વર્ષની દિકરીને લઈને વેકેશન માણવા આવ્યા હતા. હોટલના રૂમના બાથરૂમમાં રમતાં રમતાં આ છોકરી બાથટબમાં પડી ગઈ અને ડુબી ગઈ. પિતાએ આ છોકરીના પડવાનો અવાજ સાંભળ્યો અને તુરંત મદદે દોડી આવ્યા. છોકરીને પાણીની બહાર કાઢી તો તેનો શ્વાસ ચાલતો ન હતો અને તેના નાડીના ધબકારા પણ બંધ હતા. પિતાએ સમય વેડફયા વગર પત્નિને ડોકટરની મદદ માટે ફોન કરવા કહયું અને પોતે બાળકીને પોતાના બંન્ને હાથથી છાતી પર મસાજ આપવા લાગ્યા અને વચ્ચે વચ્ચે મોઢાથી શ્વાસ આપવા લાગ્યા. આ ક્રિયા તેણે જયાં સુધી એમ્બ્યુલન્સ ન આવી ત્યાં સુધી ચાલુ રાખી. એમ્બ્યુલન્સમાં આવેલા ડોકટરે ત્વરીત બાળકીને વેન્ટીલેટર પર મુકી અને જીવનરક્ષક દવાઓ આપી. ફકત પંદર મિનિટમાંજ આ બધી ધટના બની સોળમી મિનિટે બાળકીને ભાન આવ્યું અને તેણે શ્વાસ લેવાનું શરૂ કર્યું. તેણે હોસ્પિટલમાં ૩ દિવસ રાખીને જરૂરી સારવાર બાદ રજા આપવામાં આવી અને આજે તે ફ્રાન્સમાં સ્કૂલમાં ભણી રહી છે.

ડોકટરના જણાવ્યા મુજબ જો તેના પિતાએ બાળકીને કાર્ડિયાક મસાજ ન આપ્યો હોત તો કદાચ તેને બચાવી શકાઈ ન હોત. પિતા પોતાના શાળા જીવન દરમિયાન સીપીઆર શીખ્યા હતા.

પણ આજના જમાનામાં આવા નસીબદાર લોકો કેટલા? એક અભ્યાસ પ્રમાણે હ્લદય બંધ પડી જવા બાદ ફકત ૧૦ ટકા લોકોને જ આ સારવાર મળી શકે છે અને તેમાંથી રપ ટકા જ બચી શકે છે. જો  આવી સારવાર દરેકને મળી શકે તો કેટલા જીવ બચી શકાય તે વિચારો ?

આપણી સમક્ષ બીજા તાજા ઉદાહરણોમાં વિમાનમાં હાર્ટએટેક આવ્યા પછી કોઈ સારવાર ન મળી હોવાના કેટલા બધા કેસ છે?

K:\Communications\Website Blog\JANUARY 2020\CPR-IMAGE-02.jpg

કાર્ડિયાક મસાજ શું છે?

જયારે કોઈ વ્યકિતનું હ્લદય બંધ પડી જાય તો તેને ચાલુ કરવા માટે બન્ને હાથ વડે તેના છાતીના વચલા હાડકાં પર એક ચોકકસ ગતિ અને લયમાં મસાજ આપવામાં આવે છે તેને કાર્ડિયાક મસાજ અથવા સીપીઆર કહે છે.

કાર્ડિયાક મસાજ કેવી રીતે અને કયારે કરવું તેના પર છેલ્લાં પ૦ કે તેથી વધુ વર્ષોથી વિશ્વભરના ડોકટરો ગહન અભ્યાસ કરી રહયા છે. અને તાજેતરમાં જ ઓગસ્ટ, ર૦૧૦ માં અમેરિકન હાર્ટ એસોસિયેશન (AHA) દ્વારા કાર્ડિયાક મસાજમાં મહત્વપૂર્ણ સુધારા અને સુચનો બહાર પાડવામાં આવ્યા છે. અને તેને વધુ ને વધુ લોકો સમક્ષ લાવવા માટે એક સૂત્ર વહેતું મુકવામાં આવ્યું છે જેને Hands Only CPR અથવા ફકત હાથ દ્રારા સીપીઆર / કાર્ડિયાક મસાજ કહે છે.

K:\Communications\Website Blog\JANUARY 2020\CPR-IMAGE-03.jpg

Hands Only CPR  કેમ ? અથવા મસાજ અને કૃત્રિમ શ્વાસોચ્છવાસ કેમ નહિ ?

નવા સુચનો પહેલાં CPR  કે કાર્ડિયાક મસાજમાં કૃત્રિમ શ્વાસોચ્છવાસ પર વધુ ભાર આપવામાં આવતો હતો નહિ કે મસાજ પર. પણ તાજેતરમાં થયેલા અભ્યાસો મુજબ જો વ્યકિતને મસાજ સમયસર મળે અને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપી ન શકાય તો પણ શરીરમાં પહેલેથી ઓગળેલો ઓકસીજન લોહીના પરીભ્રમણ દ્રારા શરીર વાપરી શકે છે. બીજુ આપણે ગમે તેટલા મોર્ડન કહીએ પણ અજાણી વ્યકિતને મોઢાથી શ્વાસ આપતા આજે પણ આપણે અચકાઈએ છીએ. જેથી આપણે સીપીઆર પણ આપીએ નહિ.

K:\Communications\Website Blog\JANUARY 2020\CPR-IMAGE-04.jpg

આ બધાં કારણોસર નવા સૂચનોમાં Hands Only CPR પર વધુ ભારણ આપવામાં આવ્યું છે જેથી કરીને આ જીવનદાયક પધ્ધતિ વિશ્વમાં દરેક વ્યકિતને શીખવાડી શકાય અને વધુને વધું જીવ બચાવી શકાય. આ લેખ લખવાનું કારણ પણ આ પધ્ધતિને દરેક વ્યકિત સુધી પહોચાડવાનું જ છે. જેથી આપણા સમાજમાં આપણે જ જીવન બચાવવાનું કામ કરીએ અને બીજાના આશીર્વાદ પામીએ. જો વ્યકિતને આ પ્રાથમિક સારવાર મળે તો કદાચ સમયસર પહોચેલા ડોકટર પણ વ્યકિતનો જીવ બચાવી શકે.

ઉપરાંત, જો દસ થી પંદર મિનિટ સુધી સીપીઆર કે કાર્ડિયાક મસાજ ન મળે તો વ્યકિતના મગજને આજીવન નુકશાન થઈ જાય છે અને તે કોમામાં જતા રહે છે કે બ્રેઈન ડેડ થઈ જાય છે.

હવે તો ભારતમાં પણ આ અંગે જાગૃતિ ફેલવવામાં આવી રહી છે. ચેન્નાઈની Tact એકેડેમી અને આપણાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલ જેવી તબીબી સંસ્થાઓ સીપીઆર માટે સમાજના જુદા જુદા લોકોને નિઃશુલ્ક તાલીમ આપે છે. તેઓ પૂતળાની ઉપર સીપીઆર કરીને પણ બતાવે છે. અને આ તાલીમ ફકત દોઢથી બે કલાકનો સમય લે છે. અન્ય બાબતોની જેમ વિદેશો આમાં પણ ભારતથી બે ડગલા આગળ છે. ત્યાં તો બાળકોને શાળામાં જ આવી તાલીમ રાખવામાં આવતી હોય છે. આપણાં સમાજમાં આવી તાલીમ હજી સુધી મેડિકલ અને પેરામેડિકલ સંસ્થાઓ સુધી જ સીમિત હતી. પણ સીમ્સ હોસ્પિટલ જેવી સંસ્થાઓની પહેલ પછી આજે તેઓ સમાજના જ ર૦૦૦ થી વધુ લોકોને આ તાલીમ આપી ચૂકયા છે અને તેઓ આ તાલીમાર્થી પાસેથી વચન પણ લે છે કે તેઓ આજ પધ્ધતિ બીજા લોકોને પણ શીખવાડશે.

સીપીઆરની પધ્ધતિ

જીવલેણ ધટનાઓ ઓળખોઃ- તમારી આજુબાજુમાં જયારે કોઈ વ્યકિત બેભાન થાય અને ધબકારા તથા શ્વાસ બંધ થઈ જાય ત્યારે તેને હલાવીને કે નામથી બોલાવીને ખાતરી કરો કે તે ખરેખર બેભાન છે. જો તે બેભાન છે તો

ત્વરિત મદદ માંગો. તરત જ આજુબાજુમાં કોઈ હોય તો તેમને તબીબી મદદ માટે ફોન કરવા કહો અથવા જાતે જ ૧૦૮ જેવી ઈમરજન્સી સર્વિસને ફોન કરો ત્યારબાદ,

K:\Communications\Website Blog\JANUARY 2020\CPR-IMAGE-05.jpg
K:\Communications\Website Blog\JANUARY 2020\CPR-IMAGE-06.jpg

CAB અનુસરો જયાં

C. Circulation/ મસાજ

A. Airway/ શ્વસનમાર્ગ

B. Breathing/શ્વાસોચ્છવાસ

પહેલા જણાવ્યા મુજબ સામાન્ય વ્યકિત ફકત ઝ્ર ને અથાર્ત કાર્ડિયાક મસાજ માત્રને અનુસરે તો પણ ચાલે છતાં જો આવડતુંં હોય તો તે ઝ્ર-છ-મ્ અનુસરી શકે.

C. Circulation/ મસાજ :- 

અહિ જેના ગળાની નાડીના ધબકારા બંધ થાય/ શ્વાસોચ્છવાસ બંધ થઈ જાય તે વ્યકિતને સૌ પ્રથમ સપાટ જમીન પર સુવડાવવામાં આવે છે. તેની જમણી કે ડાબી બાજુએ છાતી પાસે ધૂટણીએ બેસવામાં આવે છે સપાટ અને કઠણ જમીન હશે તો જ તમારા મસાજથી શરીરમાં હ્લદયનું દબાણ આપીને રકત પરિભ્રમણ કરી શકાશે. હવે તમારા બંન્ને હાથની આંગળીઓ એકબીજા ઉપર પરોવો.છાતીના વચલાં હાડકાના નીચેના છેડાથી બે આંગળી ઉપરના તમારા હાથની હથેળી મૂકો. હવે કમરથી ઝૂકીને શરીરનો બધો જ ભાર સીધા ટટ્ટાર હાથ પર મૂકીને દબાણ આપવાનું શરૂ કરો. આ ગતિ દર મિનિટે ૧૦૦ વારની રાખવી. સતત બે મિનિટ સુધી આમ કરવું દર બે મિનિટે વ્યકિતને ધબકારા પાછા આવ્યા કે નહિ કે શ્વાસ લે છે કે નહિ તે તપાસ કરવી. આ તપાસમાં પણ પ-૧૦ સેકન્ડથી વધારે ન લગાડવું. જો થાકી જાવ તો બીજાની મદદ લો. આ ક્રિયા દરમ્યાન શરીર છાતીના ભાગેથી ઓછામાં ઓછું અઢી ઈંચ દબાવું જોઈએ. જયાં સુધી દર્દી જાગે નહિ કે તબીબી મદદ મળે નહી ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રાખો.

A. Airway/શ્વસનમાર્ગઃ-

આ પ્રક્રિયામાં મસાજ આપતાં આપતાં વ્યકિતઓ શ્વાસમાર્ગ અર્થાત મોઢા કે નાકમાં કંઈ ન હોય તેની ખાત્રી કરી લેવી અને બને તો તેમના માથા નીચે પાતળું ઓશીકું મૂકી દેવું અને માથું બાજુએ ફેરવી દેવું.

B. Breathing/ શ્વાસોચ્છવાસઃ-

આ પ્રક્રિયા માં મોઢું ખોલી અને નાકને બંધ કરી મોઢા પર મોઢુ મૂકીને ઉંડો શ્વાસ આપવો જેથી છાતી ફૂલે. આવાં બે શ્વાસ દસ સેકન્ડમાં દરેક ૩૦ મસાજ પછી આપી શકાય.

સામાન્ય વ્યકિત A  અને B ન કરે તો પણ ચાલે ફકત C કાર્ડિયાક મસાજ કરી શકાય.

Recovery Position: દર્દીના ધબકારા  તથા શ્વાસ ચાલુ થાય જયાં સુધી તેને તબીબી સહાય ન મળે ત્યાં એક પડખે એક પગ વાળીને સુવાડી રાખવામાં આવે છે.

K:\Communications\Website Blog\JANUARY 2020\CPR-IMAGE-07.jpg

કાર્ડિયાક મસાજ વિશે બીજી જાણવા જેવી બાબતોઃ-

૧. નવા સૂચનો મુજબ Hands Only CPRઅને C.A.B નહિ કે A.B.C

૨. શ્વાસ આપવા માટે સમય બગાડયા વગર સતત કાર્ડિયાક મસાજ જ વધુ જીવન બચાવશે.

૩. જો શરૂઆતની દસ-પંદર મિનિટ મસાજ નહિ કરીએ તો કદાચ તબીબી વિજ્ઞાન પણ જીવન નહી આપી શકે.

૪. કાર્ડિયાક મસાજ કોઈને પણ કરી શકાય જેમ કે

  • બાળકોને હલકા હાથે / એક હાથે અથવા બે આંગળા વડે જેવું તેમનું શરીર હોય તેમ.
  • પ્રેગનન્ટ દર્દીને જમણા પડખે ઓશીકું મૂકીને પણ કાર્ડિયાક મસાજ આપી શકાય.
  • અકસ્માતે છાતી પર ઈજા કે ફેકચર થયેલાને પણ મસાજ આપી શકાય.
  • આશ્ચર્ય થાય તેવું સત્ય તો એ છે કે હ્લદયની સર્જરી માં પણ જો ચાલુ ઓપરેશને હ્લદય બંધ પડે તો હ્લદયને હાથ વડે જ સીપીઆર કે મસાજ રાખવામાં આવે છે.
  • વિદેશોમાં સીપીઆર આપવાના ઓટોમેટીક મશીનો બનાવવામાં આવે છે જે નિયત સમય અને લય અનુસાર સીપીઆર આપે છે.
  • સીપીઆર જીવન બચાવવાની કળા ને શીખવા માટે સીમ્સ હોસ્પિટલનો સંપર્ક કરો અથવા