Prep: 15 mins | Serves 6 Plus Freezing

સામાન્ય  રીતે  કુલ્ફી  એવા  દૂધ  માંથી  બનાવવામાં  આવે  છે  કે  જે ઘણા  કલાકો  સુધી  ઉકાળવામાં  આવ્યું  હોય  છે.  આ  કુલ્ફી કન્ડેન્સ્ડ  દૂધ  માંથી  બનાવવામાં  આવેલ  છે. 

બનાવવા  માટેના  જરૂરી  ઘટકો :

  • ૪૫૦  ગ્રામનું  કન્ડેન્સ્ડ  દૂધનું  ટીન

  • ૨  ચમચી  ગુલાબ  જળ

  • ૫૦  ગ્રામ  એકદમ  બારીક  સમારેલા  પિસ્તા,  અને  સાથે પીરસવા  માટે  પિસ્તાના  થોડા  મોટા  ટુકડા

  • ૨૮૪  એમએલ  ડબલ  ક્રીમનું  ટબ

  • ૩  નાની  પાકેલી  કેરીઆ

બનાવવાની  રીત:

પગલું  ૧

કન્ડેન્સ્ડ દૂધને એક બાઉલમાં કાઢો અને તેમાં ગુલાબ જળ અને બારીક  સમારેલા  પિસ્તા  ઉમેરો  અને  મિશ્રિત  કરો.  ક્રીમ  તેનો આકાર જાળવી રાખી શકે ત્યાં  સુધી તેને થોડું  હળવેથી મિશ્રિત કરો, અને તે પછી પિસ્તાના મિશ્રણને તેમાં ઉમેરો અને હળવેથી મિશ્રિત  કરો.

પગલું  ૨

આ મિશ્રણને  ૬ નાના રેમિકિન્સ અથવા પિરામિડ  મોલ્ડમાં રેડો. ફ્રીઝ  કરો,  અને  પછી  ક્લિંગ  ફિલ્મ  સાથે  કવર  કરો.

પગલું  ૩

પીરસવા  માટે: કેરીને  તેના  ગોટલાની  બંને  બાજુએથી  કાપીને  તેના ૬  ભાગ કરો,  પરંતુ  તેની  છાલ  ન  કાઢો.  કેરીની  ચીરના  દળમાં ક્રાઇસ-ક્રોસ બનાવો, પરંતુ તેની છાલ ન કપાય જાય તેનું ધ્યાન રાખો. તમે આ કેટલાક કલાકો અગાઉથી કરી રાખી શકો છો. કેરીની ચીરની અંદરની બાજુને, તે કેરેમલાઇઝ કરવાનું શરૂ ન કરે  ત્યાં  સુધી  બાર્બેક્યૂ પર  પકાવો.  તેને  એમને એમ રહેવા  દો અથવા  તે  કેરેમલાઇઝ  થયેલ  ભાગો  સરખી  રીતે  દેખાય  શકે  તે  માટે દરેક  ચિરએને  બહારની  બાજુએ  વાળી  લો. પિસ્તા  છૂટા  છૂટા  રાખેલ હોય તેની સાથે કુલ્ફીને સર્વ કરો (અને જાu તમને ગમતું હોય તો એક  લીંબુ  સ્ક્વિઝ  કરો).