પ્રસ્તાવના

ભારત માં શહેર માં રહેતી સ્ત્રીઓ માં જોવા મળતું સૌથી વધુ  થતું  કેન્સર છે  સ્તન  કેન્સર.  કમનસીબે,    કેન્સર  ના  કારણે  થયેલ  બધી  જ મૃત્યુઓ માં મૃત્યુ નું સૌથી સામાન્ય કારણ છે. પશ્ચિમી સાહિત્ય એવું સૂચવે છે  કે  સ્તન  કેન્સર  જે  સ્ત્રીઓ  ને  થાય  છે  તેઓ  માંથી  ૭૫%,  ૫૦  વર્ષ  થી વધુ  ઉંમર  ના  હોય  છે  અને  તેઓ  માંથી  મોટા  ભાગ  ની  સ્ત્રીઓ  હોર્મોન રિસેપ્ટર પોજિટિવ હોય છે. જ્યારે, ઉપલબ્ધ ભારતીય સાહિત્ય એવું સૂચવે છે  કે  લગભગ  ૫૦%  સ્તન  કેન્સર  ૫૦  વર્ષ  થી  નાની  ઉંમર  ની  યુવાન સ્ત્રીઓ  માં  થાય  છે.  તેઓ  માંથી  લગભગ  ૨/૩  હોર્મોન  રિસેપ્ટર  નેગેટિવ હોય છે, જેનો એ અર્થ થાય છે કે તેઓ જલદ પ્રકૃતિ ના  છે. હાલ ભારત માં દર  વર્ષે સ્તન  કેન્સર ના ૧,૪૪,૦૦૦  નવા દર્દીઓ  ના નિદાન  થવા  ની અપેક્ષા છે.

જોખમ નાં પરિબળો: 

સુધારી શકાય તેવા પરિબળો:

. લિંગ:  પુરુષો ના પ્રમાણ માં સ્ત્રીઓ  ને સ્તન  કેન્સર નું ૧૦૦ વધુ ગણું જોખમ છે.

. ઉંમર: જેટલી વધુ ઉંમર, તેટલું જોખમ પણ વઘારે 

. જાતી: પારસી અને યહુદી માં સ્તન કેન્સર નું જોખમ વઘારે હોય છે.

.  પારિવારિક  ઇતિહાસ: જો નજીક ના કોઈ સગા  ને સ્તન  કેન્સર હોય, તો  તે  સ્ત્રીમાં  સ્તન  કેન્સર  

થવાનું જોખમ  વધારે  હોય  છે.  લોહી સગપણવાળાને સ્તન  કેન્સર  હોવાથી,  સ્તન  કેન્સર  થવા  નું જોખમ બે ગણું થઈ  જાય છે. જો સ્તન  કેન્સર થયેલ  તે સ્ત્રી  ને  માસિક આવતું   હોય અને યુવાન હોય તો જોખમ હજુ વધારે હોય છે. 

. વારસાગત: બધા જ સ્તન કેન્સરો માંથી ૫%, વારસા માં મળેલ જીન્સ ના  કારણે  હોય  છે.  બે  પેઢીઓ  

તેમાં  ત્રણ  (જેમને  લોહીનો  સબંધ  હોય) જણને  કેન્સર  હોય  તો  એક  શંકાસ્પદ  જૂથ  છે. BRCA1 અને  BRCA2  જાણીતા  જીન્સ  છે  જેના  કારણે  કેન્સર  થાય  છે.    મોટા  જીન્સ  છે  અને તેઓ  માં  ઘણી  ખામીઓ  જોવા  મળી  છે, જે  સ્તન  કેન્સર  થવા  માટે જવાબદાર  છે.    જીન્સ  માં  ભેદવા  માટે  ની  ઉચ્ચ  ક્ષમતા  હોય  છે  અને તેઓ  ઑટોસોમલ ડોમિનન્ટ  છે,  એટ્‌લે કે  તેઓ  માં  બિન-જાતીય  રંગસૂત્ર નું  પ્રભુત્વ  વધારે  છે.  ઓપરેશન  વડે  બંને  સ્તનો  ને  કાઢી  નાખવા,  બંને અંડાશયો  ને  કાઢી  નાખવા  અને  ખાસ  પ્રકારની  દવાથી    સ્તન  કેન્સર  ના જોખમ  ને  મોટા  પ્રમાણ  માં  ધટાડો  થાય  છે. કમનસીબે,  આવા  આકરાં પગલાં  લીધા  પછી  પણ  સ્તન  કેન્સર  થવા  નું  જોખમ  સંપૂર્ણપણે  દૂર  થતું નથી.

. સ્તન  કેન્સર થવા  નો વ્યક્તિગત  ઇતિહાસ: સ્તન  કેન્સર માંથી સ્વસ્થ થઈ  ને  જીવિત  રહેલ બધા  

  વ્યક્તિઓ ને  તેઓ ની બીજા  સ્તનમાં કેન્સર થવા નું જોખમ વઘારે છે.

.  માસિક  નો  ઇતિહાસ: જેઓ માં ૧૨ વર્ષ ની ઉંમર પહેલા માસિક શરૂ થયું હોય અને મેનોપોઝ ૫૦ વર્ષ 

ની ઉંમર પછી આવ્યું હોય તેઓ ને સ્તન કેન્સર થવા નું વધુ જોખમ રહે છે.

સુધારી શકાય તેવા પરિબળો

.  પ્રજનન નો ઇતિહાસ: જેઓ  ને  કોઈ  બાળક    હોય  અથવા  ૩૦  વર્ષ ની ઉંમર પછી પહેલું બાળક 

હોય તેઓ ને સ્તન કેન્સર નું જોખમ વધુ રહે છે. સ્તનપાન કરાવવા થી સ્તન કેન્સર થી રક્ષણ મળે છે.

.  HRT: (હોર્મોન  રિપ્લેસમેન્ટ  થેરાપી): એવી  બધી    સ્ત્રીઓ  જેઓ HRT   પર છે, તેઓ ને સ્તન કેન્સર 

થવા નું જોખમ વઘું છે. HRT ને બંધ કર્યા ના ૫ વર્ષ પછી થી આ જોખમ સામાન્ય સ્તરે આવી જાય છે. જે HRT માં ઇસ્ટ્રોજન  અને  પ્રોજેસ્ટેરોન  બંને  હોર્મોન્સ  હોય  છે,  તેઓ  વધુ જોખમકારક હોય છે.

.  ઓરલ  કોન્ટ્રાસેપ્ટિવ  (OC)  (પિલ)  (મોઢે  થી  લેવા  માં  આવતી ગર્ભનિરોધક ગોળીઓ):

૨૦ વર્ષ ની ઉંમર પહેલા અને પહેલા બાળક ના થવા પહેલા આ ગોળીઓ (OC પિલ્સ)  ને વધુ લાંબો સમય લેવા થી સ્તન કેન્સર  થવા  નું  જોખમ  વઘારે  રહે  છે OC  ને  બંધ  કર્યા  ના  લગભગ  ૧૦ વર્ષ પછી થી આ જાેખમ સામાન્ય સ્તરે આવી જાય છે.

.  સ્થૂળતા: વધુ  વજન  ધરાવતી  અને મેદસ્વી  સ્ત્રીઓ,  જેઓ  નું  માસિક બંઘ  થઈ  ગયુ  છે 

(મેનોપોઝ  આવ્યા પછી  નો  સમયગાળો),  તેઓ  ને  સ્તન કેન્સર થવા નું ઉચ્ચ જોખમ રહે છે.

રોગ નું પ્રિવેંશન (નિવારણ) 

રોગ નું પ્રાઇમરી પ્રિવેંશન (પ્રાથમિક નિવારણ):

પ્રાઇમરી  પ્રિવેંશન  (પ્રાથમિક  નિવારણ)  નું  હેતુ  છે  સ્તન  કેન્સર  નું  પ્રમાણ નિર્મૂળ  કરવું અથવા ઘટાડવું. સ્તન  કેન્સર થવાનું ચોક્કસ કારણ ખબર ન  હોવા  થી,  તેનું  નિવારણ  કરવું  હકીકત  માં  શક્ય  નથી. તેમ  છતાં, તાજેતર  માં,  ઘણા  બધા  હસ્તક્ષેપો  મળ્યા  છે  જે  સ્તન  થવાના  ભારણ  ને ઘટાડવા  માં  મદદ  કરે છે. ટેમોક્સિફેન  અને નવી હોર્મોનલ  દવાઓ,  જેવી કે એનાસસ્ટ્રોઝોલ અને લેટ્રોઝોલ એવું દર્શાવે  છે જે તેઓ સ્તન  કેન્સર ને ઉથલો મારતા    અટકાવે  છે.,કે    ઉથલો  મોડો  કરે  છે.    ઉપરાંત  તેઓ બીજા  સ્તન  માં  કેન્સર  થવા  ની  શક્યતાઓ  ને  પણ  ઘટાડે  છે.  ૬૦%  થી વધુ સ્તન કેન્સર ને આ દવાઓ અટકાવી શકી છે, જે અન્યથા પ્રગટ થયું હોત.

સેકેન્ડરી પ્રિવેંશન (બીજા તબકકાનું નિવારણ): સ્તન  કેન્સર  ને  તેના  પ્રારંભિક  તબક્કા  માં  શોધી  કાઢે  છે,  જેથી  એકંદરે કેન્સર પર  લાંબો સમય કાબૂ રહેવા ની શક્યતા વધી જાય   છે. હાલ માં, 

(૧) બ્રેસ્ટ્‌સ (સ્તનો) ની જાત તપાસ

(૨)  મેમોગ્રાફી  (સ્તન  ના  એક્સ-રે) તથા  સોનોગ્રાફી અને 

(૩)  બ્રેસ્ટ્‌સ (સ્તનો)  નું  ડોક્ટર  દ્વારા  કરવા  માં  આવતી શારીરિક  તપાસ    ત્રણેય સ્તન  કેન્સર  ને  તેના  પ્રારંભિક  તબક્કા  માં  શોધી  કાઢવા  માં  ઉપયોગી સાબિત થયા છે.

ડાયગ્નોસિસ (નિદાન): 

પૂર્વ  નિદાન  ના  પગલાં: ડોક્ટર  દ્વારા  કરવા  માં  આવતી  સ્તન  તપાસ, સાથે  મેમોગ્રામ  (સ્તન  ના  એક્સ-રે)  અને  સોનોગ્રામ  (સોનોગ્રાફી)  બહુ ઉપયોગી સાધનો છે.

નીચે જણાવેલ પ્રક્રિયાઓ વડે નિદાન કરી શકાય છે :

. ફાઈન નીડલ એસ્પિરેશન સાઈટોલોજી (FNAC)હવે સ્વીકાર્ય નથી.

. કોર નીડલ બાયોપ્સી (નિદાન) : નીડલ બાયોપ્સી (સોય દ્વારા ગાંઠના નીડલ બાયોપ્સી (સોય દ્વારા ગાંઠના ટૂકડા  મેળવવા)  સૌથી  ઉત્તમ  રસ્તો  છે. USG  (સોનોગ્રાફી)ની  મદદથી નાની  ગાંઠ  માંથી  સરળતાથી  ગાંઠના  ટૂકડા  મેળવી  શકાય  છે.  વઘારાની તપાસ જેવી કે ER, PR અને Her2, ગાંઠના ટૂકડા ઉપર કરવું શક્ય છે.

. આખી ગાંઠ કાઢી બાયોપ્સી કરવી: કોર નિડલ બાયોપ્સીમાં  નિષ્ફળતા મળી  હોય  તેવા  નાની  ગાંઠ  ધરાવતા  દર્દીઓ,આ  પ્રક્રિયા  માટે  ઉમેદવાર છે.

. ઓપરેશન દ્વારા ગાંઠનો ટૂકડો કાઢવો: 

.  શંકાસ્પદ  ટયૂમર  /  ગાંઠ  માં  જેમાં  કોર  નીડલ  બાયોપ્સી  અનિર્ણાયક હોય છે.

. સ્તન કેન્સર અન્ય / અંગો માં પ્રસરી ગયું હોય.

. ઇન્ફ્લામેટરી સ્તન કેન્સર, જ્યાં ગાંઠ અસ્પષ્ટ હોય છે.

સારવાર:

૧.  મોડીફાઇડ  રેડિકલ  માસ્ટેક્ટોમિ(MRM)  સ્તન  કેન્સર  માટે  ની  જુનું અને  સર્વમાન્ય  

ઓપરેશન  છે,    ઓપરેશનમાં  આખુ  સ્તન    તથા બગલની બધીજ ગાંઠો કાઢી નાખવામાં આવે છે. 

૨. આ રોગ પર  કાબૂ ની સાથોસાથ સ્તન બચાવવાનું ઓપરેશન પ્રખ્યાત થતું  જાય  છે.  સ્તન  ગાંઠની સાથે  આજુબાજુંની  પેશીનો  નિકાલ / ઓંકોપ્લાસ્ટી બગલની બઘી જ ગાંઠોનો નિકાલ/સેન્ટિનલ ગાંઠનોનિકાલ  રેડીએશન.થી  સ્તન  બચાવી  રોગ  નિર્મૂળ  કરી  શકાય  છે.  આ પ્રક્રિયા માટે ના ઉમેદવાર બહુ જ સાવધાની થી પસંદ કરવા જોઈએ કારણ કે    સારવારમાં  સ્તનનો  દેખાવ  પણ  મહત્વનો  છે. ગાંઠ  સ્તનના  કયા ભાગમાં  છે,  સ્તન ની સાઈઝ (કદ) અને ગાંઠ ની સાઈઝ  (કદ),  એકથી વધું  ગાંઠો /  મેમોંગ્રામ  અથવા MRI, વગેરે  પરિબળો  એ નક્કી કરવા માં મદદ  કરે  છે  કે  સ્તન  ને  બચાવવું  શક્ય  છે  કે  નહીં.  પ્લાસ્ટિક  સર્જરી  ના સિદ્ધાંત  નો ઉપયોગ કરી ને અને સ્તન ની પેશી નું સ્થાળાંતર કરવું, તેને ઓંકોપ્લાસ્ટી  કહેવાય  છે.  આજ  ના  સમય  માં,  ઓંકોપ્લાસ્ટી  સ્તન  ને બચાવવા  માટે ની સૌથી પ્રખ્યાત રીત છે.  લેટ્ટીસિમસ  ડોર્સી  ફ્લેપ (LD Flap) ગાંઠ  ને  કાઢ્યા  પછી  સ્તન તાત્કાલિક પુનર્નિર્માણ  કરવા  માટે મહત્વનો ભાગ ભજવી શકે છે.

૩.  સ્તન કાઢી  નાખ્યા પછી અને  તેની  ડીપ  ઇન્ફિરિયર  એપીગેસ્ટ્રીક આર્ટરી પેડિકલ ફ્લેપ(DIAP) વડે સ્તન નું તત્કાલ પુનર્નિર્માણ શકય છે.

૪. પહેલા  કિમોથેરાપી  ખાસ  પ્રકારના  કેન્સરમાં  કિમોથેરાપી  ખૂબ  અસર કરે છે  આ પ્રકારના કેન્સરમાં પહેલા કિમોથેરાપી આપી રોગ નાનો કરી, સ્તન બચાવવાનું ઓપરેશન થઈ શકે છે.

૫.  તબીબી  રીતે  અને  સોનોગ્રાફી  વડે  જયારે  જાણવા  મળે  કે  કેન્સર બગલની  ગાંઠમાં  ગયું  નથી  ત્યારે  “સેન્ટિનલ  લીંફ  નોડ  ની  પ્રક્રિયા  કરવી જોઈએ. આ પ્રિક્રિયા પ્રથમ અસરગ્રસ્ત લીંફ નોડ્‌સ ને શોધવા માં મદદ કરે છે  અને  જાે  તેઓ  તાત્કાલિક  તપાસ  માં  રોગીષ્ટ ન  હોય,  તો  બગલની બધી    ગાંઠ  કાઢવાનું  ઓપરેશન    જરૂરી  નથી. આથી  ઓપરેશન  ને કારણે  ઊભી  થતી  જટિલતાઓ,  જેવી  કે  હાથ  માં  ગંભીર  સોજો,  બગલ અને છાતી  માં  સંવેદના  નો  અભાવ અને છાતી  ના  સ્નાયુઓ  માં  નબળાઈ થવાની શકયતા માં ઘટાડો થાય છે.

કેમોથેરાપી :

કેમોથેરાપી  આપવા  માટે  દર્દી  ની  મુખ્ય  લોહીની  નસ  માં  પોર્ટ  (કેમોથેરાપી આપવા  માટે  નું  સાધન)  મૂકવું  ખૂબ    જરૂરી  છે.  કેમોથેરાપી  માટે ડોક્સોરૂબીસીન/  એપિરૂબીસીન  આધારિત  દવાઓ  સૌથી  વઘુ  વપરાય  છે. સ્તન  કેન્સર  માટે  વઘુ  જાેખમ  ધરાવતા  દર્દીઓ  માં  ટેક્સન્સ  પ્રકારની દવાનો ઉપયોગ પણ કરવા માં આવે છે.

હોર્મોનલ સારવાર:

દરેક  સ્તન  કેન્સરના  દર્દીમાં  હોર્મોન  રિસેપ્ટરો  ની  તપાસ  અનિવાર્ય  છે. માસિક  ચાલુ  હોય  તેવી  રિસેપ્ટર  પોઝિટિવ  સ્ત્રીઓ  માં  ટેમોકસીફેન  ૨૦ મીગ્રા ઉપયોગી  છે. માસિક  બંધ  થઈ  ગયું  હોય  તેવી    રિસેપ્ટર  પોઝિટિવ સ્ત્રીઓ  માં  એનાસસ્ટ્રોઝોલ  અને  લેટ્રેઝોલ  જેવી  દવા  ઝડપી  રીતે ટેમોક્સિફેન ની જગ્યા લઈ રહી છે.

બાયોલોજિકલ કમ્પાઉન્ડ (ટ્રાસટુઝુમેબ): 

Her2Neu પોઝિટિવ કેન્સર પર ટ્રાસટુઝુમેબ ખૂબ સારી અસર કરે છે. તે આ  રોગ  ને  લાંબા  સુધી  રોગને  કાબૂમાં રાખવા તેમજ જીવન  લંબાવવામાં ઉપયોગી  છે. હાલ  માં,    દવા  એક  વર્ષ  માટે (૧૭  ડોઝ  ) આપવા  ની સલાહ દેવા માં આવે છે.