સીમ્સ વાસ્ક્યુલર એન્ડોવાસ્ક્યુલર સારવાર વિભાગ

વાસ્ક્યુલર  રોગો  શું  છે

રક્તવાહિની  સંબંધિ  રોગોને  વાસ્ક્યુલર  રોગો  કહેવામાં  આવે  છે. રક્તવાહિનીઓ  નળીઓનો  એક સમૂહ  છે  જે  સમગ્ર  શરીરમાં  રક્તને ધકેલે  છે.રક્ત  વાહિનીઓ  ત્રણ  પ્રકારની  હોય  છેઃ   ધમનીઓ,  શિરાઓ અને  લિમ્ફેટીક્‌સ. (આર્ટરી)  ધમનીઓ  ઓક્સિજન  યુક્ત રક્ત  હૃદયથી  દૂર  મગજ,  આંતરડા, કિડની,  હાથ,  પગ  અને  સ્વયં  હૃદય  સહિત શરીરના  દરેક  હિસ્સામાં  પહોંચાડે  છે.જ્યારે  ધમનીઓમાં  રોગજન્ય  સ્થિતિ  ઉભી થાય  છે ત્યારે  તેને  આર્ટરીરીયલ ડિસીઝ કહેવામાં  આવે  છે.

શિરાઓ  (વેઈન્સ)  શરીરના  દરેક  હિસ્સામાંથી  રક્તને  હૃદયમાં  પાછું  લાવે છે. જ્યારે  નસોમાં  રોગજન્ય  સ્થિતિ  ઉભી  થાય  ત્યારે  તેને  વીનસ  રોગ કહે  છે. લિમ્ફેટીક એ ત્રીજા પ્રકારની રક્ત વાહિનીઓ છે જે ત્વચામાંથી   અને અન્ય  કોષોમાંથી  પ્રવાહી  નસોમાં  પહોંચાડે  છે.

વાસ્ક્યુલર  રોગોની  ઉપસ્થિતિ

ભારતને  ટાઈપ  ૨  ડાયાબિટીસનું  કેન્દ્ર  ગણવામાં  આવ્યા  છે. ડાયાબિટીસ વાસ્ક્યુલર રોગો માટે સૌથી મજબૂત પરિબળ છે અને તે ડાયાબિટીક  ફૂટ  જેવી  જટિલતાઓ  સાથે  સંબંધિત  છે  જે  અંગછેદન તરફ

દોરે  છે. સમયસર  સારવારથી  પગ  અને પંજાના  ડાયાબિટીસ  સંબંધિત છેદન  ઘટાડવામાં  મદદ  મળી  શકે  છે,  છતાં  ડાયાબિટીક  દર્દીઓએ પેરીફેરલ  વાસ્ક્યુલર  રોગો  (પીવીડી)  વિશે  સાવધ  રહેવું  જાેઈએ કારણકે તે પ્રોગ્રેસિવ અથેરોસ્ક્લેરોટીક રોગ છે જેની સાથે   અંગ ગુમાવવાનું, સ્ટ્રોક  કે  વહેલા  મૃત્યનું  જાેખમ  રહેલું  છે.   ૮૨,૦૦૦  લોકો  ભારતમાં  દર વર્ષે  ડાયાબિટીસ  સંબંધિત  પગ  અને  પંજાના  છેદનની  સમસ્યાથી  પીડિત છે  પરંતુ  સમયસર  સારવારથી  આ  સંખ્યા  ઘટી  શકે  છે. સામાન્ય  વસ્તીમાં પેરીફેરલ  વાસ્ક્યુલર  રોગની  હાજરી  ૧૨-૧૪  ટકા  છે જે  ૭૦થી  ઉપરના  ૨૦  ટકા  લોકોને  અસર  કરે  છે. અસર  પામેલા  ૭૦-૮૦  ટકા  વ્યક્તિઓમાં  લક્ષણ  જાેવા મળતા  નથી ફક્ત  અમુક  લોકોને  જ રીવાસ્ક્યુલરાઈઝેશન  કે  એમ્પ્યુટેશનની  જરૂર  પડે  છે.  ૫૦થી  ઉપરના  ૩ડાયાબિટીક વ્યક્તિઓમાંથી ૧ને પીવીડી અસર કરે છે.  વયની સાથે તેની હાજરી દર વર્ષે   ૪૦-૫૫વર્ષના પુરુષોમાં ૦.૩ ટકાથી વધે છે જ્યારે ૭૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓમાં તે પ્રમાણ વર્ષે ૧ ટકાનો છે.

અભ્યાસ   અનુસાર  ભારતમાં  દર  વર્ષે  પીવીડીના  ૬૫  લાખ  કેસ  થવાની સંભાવના  છે.

સૌથી  વધુ  અસર  પામતી  રક્તવાહિનીઓમાં  સામેલ  છેઃ

 • કેરોટીડ  ધમનીઓ  –  મગજમાં  રક્ત  પ્રવાહનો  રસ્તો
 • એઓર્ટા  –  હૃદયથી  શરીરના  અન્ય  ભાગ  સુધી  મહા  ધમની
 • હાથની ધમનીઓ – હાથમાં રક્ત સંચાર કરતા માર્ગને અસર થાય  છે.
 • ઈલીઆક અને ફેમોરો-પોપ્લીટલ આર્ટરીઝ – શરીરના નીચેના હિસ્સામાં  રક્ત  સંચારનો  માર્ગ.
 • રીનલ  અને મેસેન્ટેરીક  ધમનીઓ  –  કિડની  અને આંતરડામાં રક્ત  સંચારનો  માર્ગ
 • ટીબીયલ  –  ઘૂંટણની  નીચેની  ધમનીઓ

પેરીફેરલ  આર્ટરી  ડિસીઝ  (પીએડી)  –  એ  એક  કે  વધુ  ધમની સંકોચાવાની  સમસ્યા  (રક્ત  વાહિનીઓ)  છે. તે    મુખ્યત્વે  પગની ધમનીઓને સખત  કરી નાખે  છે. આ સ્થિતિને  પેરીફેરલ  વાસ્ક્યુલર ડિસીઝ  (પીવીડી)  પણ  કહેવામાં  આવે  છે.

પેરીફેરલ  આર્ટરી  ડિસીઝના  મુખ્ય  કારણો  કયા  છે.

1.      અથેરોસ્ક્લેરોસીસ

ધમનીઓનું  સંકોચન  અથેરોમા  –  ચરબીયુક્ત  પ્લેકને  કારણે  થાય છે  જે  ધમનીની  અંદરની  દિવાલ  પર  વિકસે  છે.અથેરોમાનો  ઘટ હિસ્સો  ધમનીઓને  સાંકડી  બનાવે  છે.તેનાથી  ધમનીના અસરગ્રસ્ત વિસ્તારમાંથીપહોંચતો  રક્તનો પુરવઠો  ઘટે  છે. નીચેના  કોષોને ઓછું  રક્ત  મળે  છે  અને જેનાથી દુખાવો,  ત્વચાના રંગમાં ફેરફાર, ચાઠા  કે  અલ્સર અને ચાલવામાં  મુશ્કેલી  જેવા  લક્ષણો  વર્તાય  છે. પગ  અન  પંજામાં  પરિભ્રમણ  નહીંવત્‌  થવાથી  ગેન્ગરીન  થઈ  શકે છે  કે  તે  અવયવ  કપાવવો  પણ  પડી  શકે  છે.

2.      થ્રોમ્બોસીસ

     થ્રોમ્બોસીસ રક્તવાહિનીની અંદર રક્ત ગંઠનની સમસ્યા છે જે સમગ્ર   પરિભ્રમણ તંત્રમાં રક્તના પ્રવાહને અવરોધે છે. જ્યારે  રક્ત  વાહિનીને ઈજા  પહોંચે  છે  ત્યારે, વધુ  લોહીનો સ્ત્રાવ રોકવા માટે શરીર પ્લેટલેટ (થ્રોમ્બોસાઈટ્‌સ) અને ફાઈબ્રીનનો ઉપયોગ  કરીને  રક્તનું ગંઠન  કરે  છે. જ્યારે  રક્ત  વાહિનીને  ઈજા ન  પહોંચી  હોય  ત્યારે  પણ  કેટલીક  સ્થિતિમાં  શરીરમાં રક્તના ગટ્ઠા  થાય  છે. તેના  લક્ષણોમાં  સામેલ  છે, ચાલવામાં  સમસ્યા, અથવા દુખાવો,  પગમાં  અસુવિધા કે થાક  જે ચાલવાથી થાય  છે અને  આરામ  કરવાથી  મટી  જાય           છે 

3.      એમ્બોલીઝમઃ  એમ્બોલીઝમનો  અર્થ  એમ્બોલસની  હાજરી  થાય  છે.

જે  રક્તનો  ગઠ્ઠો,  ચરબીનો  કણ  કે  રક્ત  પ્રવાહમાં  હવાનો  પરપોટો હેાી  શકે  છે  જેનાથી  અવરોધ  ઉભો  થાય  છે. આવું  બ્લોકેજ એમ્બોલીઝમના મૂળભૂત  સ્થાનથી  દૂર  શરીરના  કોઈ  હસ્સાને અસર કરી શકે છે. એમ્બોલીઝમથી વ્યક્તિને મૃત્યુનું જાેખમ વધી  શકે  છે.   એન્જીયોગ્રામ  લઘુતમ  અથેરોસ્કલેરોસીસ  દર્શાવે  છે જે  થ્રોમ્બોસીસ  અને  એમ્બોલીઝમ  વચ્ચે  તબીબી  તફાવત  છે.

4.      અનિયંત્રિત  જાેખમી  પરિબળો  –. તેમાં  વય,  વ્યક્તિગત  કે પારિવારીક  પીએડી,  કાર્ડિયોવાસ્ક્યુલર  રોગ  કે  સ્ટ્‌્રોકના ઈતિહાસનો  સમાવેશ  થાય  છે.

5.      નિયંત્રિત  જાેખમી  પરિબળોમાં

 • સિગરેટ  ધૂમ્રપાન  – ધૂમ્રપાન  કરતી વ્યિ ક્તઓ માં   પીએડી નું જાેખમ ધૂમ્રપાન  ન  કરતી  વ્યક્તિઓ  કરતા ચાર ગણું  વધુ  હોય  છે.
 • મેદસ્વિતા  – જે  વ્યક્તિઓનો  બોડી માસ  ઈન્ડેક્સ  (વજન  ય  ઉંચાઈ૨)  ૨૫ કે તેથી વધુ હોય તેમને બીજા કોઈ જાેખમી પરિબળો ન હોય  તો  પણ  હૃદય  રોગ  અને  સ્ટ્રોક  થવાનું  જાેખમ  વધુ  હોય છે.
 • ડાયાબિટીસ  મેલીટસ – ડાયાબિટીસથી પીએડી  થવાનું તેમજ  અન્ય  કાર્ડિયોવાસ્ક્યુલર  રોગો  થવાનું  જાેખમ  વધે  છે.
 • શારિરીક  નિષ્ક્રીયતા  – શારિરીક  નિષ્ક્રીયતાથી  પીએડી ધરાવતી વ્ક્તિઓ દર્દ વગર ચાલી શકે તે અંતર વધે   છે અને  હાર્ટ  એટેક  અને  સ્ટ્રોકનું  જાેખમ  પણ  ઘટાડવામાં  મદદ કરે  છે. દેખરેખ  હેઠળના  કસરત કાર્યક્રમો  પીએડીમાટેની  એક  સારવાર છે.
 • હાઈ  બ્લડ  કોલેસ્ટેરોલ  – હાઈ કોલેસ્ટેરોલથી  ધમનીઓમાં  પ્લેકનું નિર્માણ  થાય  છે જેનાથી રક્ત  પ્રવાહનું પ્રમાણ નોંધપાત્ર રીતે  ઘટે  છે. આ  સમસ્યાને અથેરોસ્કલેરોસીસ  કહેવામાં  આવે  છે.
 • હાઈ  બ્લડ  પ્રેશર  – તેને  કેટલીકવાર સાઈલેન્ટ  કિલર  કહેવામાં  આવે  છે કારણકે  તેમાં  કોઈ  લક્ષણો  હોતા  નથી.

પીએડીના  ચિહ્નો  અને  લક્ષણો

તેનું  મુખ્ય લક્ષણ દુખાવો  છે જે ચાલતી વખતે કે કસરત કરતી વખતે  એક  કે  બંને  ઘૂંટીમાં  થાય છે  અને  થોડો  સમય  આરામ કરવાથી  તેમાં  રાહત  મળે  છે. આ  દુખાવો  દરેક  વ્યક્તિમાં અલગ  અલગ  હોય  છે. કેટલીકવાર  પગમાં  દુખાવો, વળ કે થાક અનુભવાય છે.  તેને ઈન્ટરમીટન્ટ ક્લોડિકેશન કહેવામાં આવે છે. તે  પગની  એક કે  વધુ  ધમની  સંકોચાવાને  કારણે  થાય  છે. સૌથી  સામાન્ય  અસરગ્રસ્ત  ધમની  ફીમોરલ  ધમની  છે. ચાલતી  વખતે,  પગના  સ્નાયુઓને  વધુ  રક્ત  અને  ઓક્સિજન  પુરવઠાની જરૂર  પડે  છે.  સંકોચાયેલી  ધમની  અતિરિક્ત  રક્ત  પહોંચાડી  નથી  શકતી અને આથી ઓક્સિજનથી વંચિત  સ્નાયુઓમાં  દુખાવો  થાય  છે. પર્વત પર  કે  પગથિયા  ચડતી  વખતે  દુખાવો  વધુ  ઝડપથી  આવે  છે. જાે  ધમનીનો  ઉપરનો  ભાગ  જેમ  કે  ઈલિઆક  કે  એરોટા  સંકોચાયેલી  હોય તો,  ચાલતી  વખતે  નિતંબ  કે  જાંઘમાં  દુખાવો  થાય  છે.

પીએડીનું  નિદાન વાસ્ક્યુલર  રોગો  માટે  સૌથી  સામાન્ય  નિદાન  પરિક્ષણોમાં  સામેલ  છેઃ

1.      શારિરીક  તપાસ્

 • સ્નાયુઓમાં  નબળું  કે  ગેરહાજર  ધમની
 • કોઈ  ખાસ  અવાજ  (જે  બ્રુઇ  તરીકે  ઓળખાય  છે)  જે  ને સ્ટેથોસ્કોપથી  ધમનીઓ  પર  સાંભળી  શકાય  છે.
 • આરામ વખતે  અને અથવા કસરત  કરતી  વખતે  (ટ્રેડમિલ  ટેસ્ટ) અવયવોમાં  બ્લડ  પ્રેશરમાં  બદલાવ  અને  ટીશ્યૂ  ઈસ્કીમીયાને કારણે  ત્વચાના  રંગ  અને  નખમાં  ફેરફાર

2.      એ.બી.આઇ.

 • એન્કલ બ્રેકીયલ  પ્રેશર  ઈન્ડેક્સ (એબીપીઆઈ)પગની  ઘૂંટીમાં  બ્લડ  પ્રેશર  તપાસવાની સરળ તપાસ અને તેને  હાથના  બ્લડ  પ્રેશર  સાથે સરખાવવામાં  આવે  છે.
 • જાે પગની  ઘૂંટીનું  બ્લડ  પ્રેશર  હાથના  બ્લડ  પ્રેશર  કરતા  ખૂબ અલગ  હોય  તો તેનો  અર્થ  સામાન્ય  રીતે  એમ  થાય  છે  કે  પગમાં કે  હાથમાં  જતી  એક  કે  વધુ  ધમની  સંકોચાઈ  ગઈ  છે.

3.   ડોપ્લર  અલ્ટ્રાસાઉન્ડ  સ્કેન

 • હાઈ-ફ્રીકવન્સી  ધ્વનિ તરંગોની  તપાસ  જે સ્નાયુઓ  પર  રીફ્લેક્ટ થાય  છે  જે  રક્ત  સંચારની તપાસ  કરે  છે અને માપે છે. ડોપ્લર  અલ્ટ્રાસાઉન્ડના ઉપયોગ  ઘૂંટણની  પાછળ  અને ઘૂંટીઓમાં  બ્લડ  પ્રેશર  માપવા માટે  થાય  છે.

4.   એન્જીયોગ્રાફી

એન્જિયોગ્રાફીના  ત્રણ  પ્રકાર  છે

૧. કોમ્પ્યુટેડ  ટોમોગ્રાફી  એન્જિયોગ્રાફી  (CTA)

૨. મેગ્નેટીક  રીસોનન્સ  એન્જિયોગ્રાફી  (MRA)

૩. ડીજીટલ  સબસ્ટ્રેકશન  એન્જિયોગ્રાફી  (DSA)

આ  રક્તવાહિનીઓનું એક્સ-રે ચિત્ર આપે છે જેને  ધમનીઓમાં  ડાઈ દાખલ  કરીને  લેવામાં આવે  છે  જે એક્સ-રે  પર દેખાય  છે  (કોન્ટ્રાસ્ટ એજન્ટ) ડાઈને  એક નાનકડી  નળી  (કેથેટર)  દ્વારા  હાથ અથવા કોઈપણ રક્તવાહિનીઓમાં  દાખલ કરવામાં આવે છે. તેનાથી  તમારી કોઈપ્પણ  સંકોચાયેલ  ધમનીના  સ્થાન  કે  કદ  વિ શે  વિગતવાર ચિત્ર  મળે  છે.

પીએડી  સારવાર જોખમી  પરિબળોને  ઓછા  કરો

 • કોલેસ્ટેરોલ  ઓછું  કરવાથી  પીએડીને  વકરતું  રોકી  શકાય  છે  અને ક્લોડિકેશનના  લક્ષણો 
 • ઓછા  કરી  શકાય  છે.  સારવારમાં મુખ્યત્વે  જીવનશૈલીમાં  ફેરફાર  (ભોજન  અને  કસરત)  અને અથવા  લીપીડ  ઓછું  કરતી  દવાઓનો
 • ધૂમ્રપાન છોડવાથી અને ડાયાબીટીસ  અને હાઈ બ્લડ  પ્રેશર પર પર  સારું  નિયંત્રણ  રાખવાથી 
 • ક્લોડિકેશનના  લક્ષણોમાં  સુધાર આવે છે.  પરંતુ સૌથી વધુ મહત્વપૂર્ણ છે કે તેનાથી કોરોનરી આર્ટરી  ડિસીઝનું  જાેખમ  ઘટે  છે.
 • એન્ટીપ્લેટલેટ એજન્ટ્‌સ દવાઓ જે ધમનીઓ, નસ કે હૃદયમાં રક્ત ગંઠન ઓછું કરે છે તેની પીએડી ધરાવતા તમામ દર્દીઓ માટે  ભલામણ  કરવામાં  આવે  છે.   એક  તરફ  આ  દવાઓ  મધ્યમ રીતે  ક્લોડિકેશનના  લક્ષણોને  ઘટાડે  છે  તો  બીજી તરફ  સારવારથી સર્જરીની  આવશ્યકતાની  સંભાવના  ઘટે  છે  અને  હાર્ટ  એટેક, સ્ટ્રોક  કે  પીએડી  દ્વારા  મૃત્યુનું જાેખમ ઘટે છે. એસ્પિરીન અને ક્લોપીડોગ્રેલ  પીએડી  ધરાવતા  લોકો  માટે  સ્વીકાર્ય  એન્ટીપ્લેટલેટ દવા  છે.

કસરત  (કલાઉડીકેશન  પ્રોગ્રામ)

 • કસરત  કાર્યકમોથી  લક્ષણો  વિકસ્યા  હોય  તે  પહેલાં  કોઈ  વ્યક્તિની ચાલવાની  ક્ષમતા અને  સમય  સહિત  દર્દના  લક્ષણોમાં  ઘટાડો થાય  છે.   જે  દર્દીઓ  કસરત  કાર્યક્રમને પ્રતિસાદ  આપે  છે  તેઓ  બે મહિનાની  અંદર સુધારાની  આશા  રાખી  શકે  છે.
 • દેખરેખ  હેઠળ  કસરત  તાલીમમાં અઠવાડિયામાં  કમસે  કમ  ત્રણ વાર ટ્રેડમિલ  અથવા ટ્રેક  પર ૪૫ થી ૬૦ મિનિટ ચાલવાનો સમાવેશ  થાય  છે. આ સેશન્સ કસરત   ફિઝીયોલોજીસ્ટ , ફીઝીકલ  થેરાપિસ્ટ  અથવા નર્સની  દેખરેખ  હેઠળ  કરવામાં આવે  છે.

રીવાસ્ક્યુલરાઈઝેશન

 • ગંભીર  જીવનશૈલી-નિયંત્રિત  ક્લોડિકેશન  ધરાવતા  ચુનંદા દર્દીઓમાં  ખાસ  કરીને  જાે  તબીબી  સારવાર  નિષ્ફળ  રહી  હોય  તો રીવાસ્ક્યુલરાઈઝેશનની  ભલામણ  છેડેના  અંગોમાં  રક્ત  સંચારનું પ્રમાણ  વધારવા  માટે  કરવામાં  આવે  છે.
 • રીવાસ્ક્યુલરાઈઝેશન  પ્રક્રિયાને  સામાન્ય  રીતે  બે  સામાન્ય  શ્રેણીમાં વહેંચવામાં  આવે છે.

૧)   કેથેટર  આધારીત  કાર્યવાહીઓ  જેવી  કે  સ્ટેન્ટ  કે  સ્ટેન્ટ  વગર બલૂન  એન્જીયોપ્લાસ્ટી

૨)   બાયપાસ  કે  એન્ડાર્ટેરેક્ટોમી  જેવી  શસ્ત્રક્રિયાઓ

પરક્યુટેનીયસ  એન્જીયોપ્લાસ્ટી  અને  સ્ટેન્ટીંગ

પરક્યુટેનીયસ  ઈન્ટરવેન્શન  (ચેકા  વગર)  સામાન્ય  રીતે  સર્જરી  પહેલાં કરવામાં  આવે  છે  કારણકે  તે  ઓછી  ઈન્વેસીવ  હોય  છે  અને  તેમાં કાર્ડિયોવાસ્ક્યુલર  જાેખમ ઓછા હોય  છે. પરક્યુટેનીયસ  કાર્યવાહીઓ ફીમોરલ  ધમનીમાં કેથેટર  ગોઠવીને  કરવામાં  આવે  છે.  બલૂન એન્જીયોપ્લાસ્ટીમાં  સંકોચાયેલ  કે  અવરોધાયેલ  રક્તવાહિની  દ્વારા ગાઈડવાયર પસાર કરીને કરવામાં આવે છે.   ફૂલાવ્યા વગરનો બલૂન વાયર ઉપર મૂકવામાં આવે છે અને ફૂગ્ગાને ફુલાવામાં આવે છે અને પછી ફરીથી હવા કાઢી નાખવામાં આવે છે. તેનાથી રક્ત વાહિની ખૂલી  જાય  છે  અને  રક્ત  વધુ  સરળતાથી  વહી  શકે  છે.

એન્જીયોપ્લાસ્ટી  બાદ રક્ત વાહિનીને પકડી રાખવા માટે ઘણીવાર સ્ટેન્ટનો  ઉપયોગ કરવામાં  આવે  છે. સ્ટેન્ટ એક વિસ્તારીત નળી  છે  જે  વાયર મેશની  બનેલી  હોય છે.   સ્ટેન્ટનો ઉદ્દેશ્ય રીસ્ટેનોસીસ રોકવાનો છે. એટલે કે રક્ત વાહિની ફરીથી સંકોચાય  નહીં  તે  જાેવાનો છે.   અન્યની સરખામણીમાં  કેટલીક રક્તવાહિનીઓ  માટે  સ્ટેન્ટ  બરાબર  કામ  કરે  છે. સીંગલ,  ટૂંકા  વિભાગના  બ્લોકેજની  સારવાર  માટે  એન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ટીંગ સૌથી સફળ ઉપાયો છે પરંતુ  ટેકનોલોજીમાં વિકાસથી  અનેક, લાંબા ઉપરાંત સંપૂર્ણ બ્લોક વિભાગોની સારવાર પણ શક્ય બની છે. જોકે, જ્યારે લાંબા કે અવરોધાયેલ વિભાગની સારવાર કરવાની હોય ત્યારે  રીસ્ટેનોસીસ  વધુ  સામાન્ય  છે.

બાયપાસ  શસ્ત્રક્રિયા –  લાંબા  બ્લોક માટે બાયપાસ  ઓપરેશનની જરૂર પડે છે. રીવાસ્ક્યુ લ રાઈઝેશનમાંગ્રાફ્ટને  સીવવામાં  આવે  છે (સામાન્ય  રીતે  નસ,  પરંતુ કેટલીકવાર માનવ-કૃત મટિરીયલ) જે રક્તવાહિનીના સંકોચાયેલ  કે  બ્લોક  થયેલ વિસ્તારની  આસપાસ જાય છે (બાયપાસ)  જે  રક્ત  પ્રવાહ સુધારે  છે.