સીમ્સ વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સારવાર વિભાગ
એક્સ્ટ્રા ક્રેનિયલ કેરોટીડ આર્ટરી ડિસીઝ
ચરબીયુક્ત કણોને કારણે ગળાની મુખ્ય ચરબીયુક્ત કણોને કારણે ગળાની મુખ્ય ધમનીઓ કેરોટીડ ધમનીઓ) સંકોચાઈ જાય છે. સંકોચાયેલ વિસ્તારના હિસ્સા ધમનીઓમાંથી મગજમાં પસાર થાય છે જેનાથી ઈશ્મીક એટેક આવી શકે છે. કેરોટીડ સ્ટેનોસીસથઈ સ્ટ્રોકનું જાેખમ વધે છે.
લક્ષણોઃ
· ટ્રાન્સીએન્ટ ઈશ્મીક એટેક
· માઈનોર સ્ટ્રોક
· મેજર સ્ટ્રોક
તેની સારવાર કેવી રીતે કરી શકાય છે.
કેરોટીડ આર્ટરી સ્ટેન્ટીંગ્
આ સ્ટેન્ટિંગ કાર્યવાહીમાં, કેરોટીડ ધમનીને પહોળી કરવા માટે ધાતુની જાળી (સ્ટેન્ટ)નો ઉપયોગ કરવામાં આવે છે. એનેસ્થેસિયાની અસર હેઠળ રહેલા દર્દીમાં ગળાથી કેરોટીડ આર્ટરીમાંથી બારીક વાયર દાખલ કરવામાં આવે છે. વાયરમાં સામાન્ય રીતે સાધન હોય છે જે કાર્યવાહી દરમ્યાન કોઈ હિસ્સાને કેરોટીડ ધમનીમાંથી મગજમાં જતા રોકે છે. સ્ટેન્ટને કેરોટીડ ધમનીમાં વાયરની મદદથી દાખલ કરવામાં આવે છે. સ્ટેન્ટિંગ એન્ડાર્ટેરેક્ટોમી કરતા ઓછી ઈન્વેસીવ પ્રક્રિયા છે જેનો ઉદેશ્ય ઈજાની જટિલતા રોકવાનો છે.
કેરોટીડ એન્ડાર્ટેરેક્ટોમી
જ્યારે કેરોટીડ ધમનીમાં નોંધપાત્ર સંકોચન હોય ત્યારે આ ઓપરેશન કરવામાં આવે છે. આ ઓપરેશનમાં ધમનીના બ્લોકને કાઢી લેવામાં આવે છે અને પગની નસ કે ગ્રાફ્ટ લઇ ધમની રીપેર કરવામાં આવે છે. કેરોટીડ એન્ડાર્ટેરેક્ટોમી (સંકોચન દૂર કરવું)થી સ્ટ્રોક અને અથવા મૃત્યુની શક્યતા નોંધપાત્ર રીતે ઘટી શકે છે
અપર લિમ્બ વાસ્ક્યુલર ડિસીઝ
વાસ્ક્યુલાઈટીસ
વાસ્ક્યુલાઈટીસ રક્તવાહિનીઓનું દર્દ છે. વાસ્ક્યુલાઈટીસથી રક્ત વાહિનીઓની દિવાલમાં જાuડાઈ, નબળું પડવું, સંકોચન કે ઈજા જેવા ફેરફાર આવે છે.
તેના લક્ષણો છેઃ
- તાવ
- થાક
- વજન ઉતરવું
- અરૂચિ
- ચેતાની સમસ્યા જેવી કે શૂન્યમન્સ્કતા અથવા નબળાઈ
ઈમેજ અભ્યાસ કરીને તેનું નિદાન થઈ શકે છે અને અન્ય પરિક્ષણો રક્ત તપાસ, મૂત્ર તપાસ, ચેતા તપાસ, ફેફસાના કાર્યની તપાસ વગેરે છે. તબીબ સારવાર દ્વારા તેની સારવાર થઈ શકે છે.
થોરાસિક આઉટલેટ સિન્ડ્રોમ
આ એક સાથે અનેક સમસ્યાઓનો સમૂહ છે જે થોરાસિક આઉટલેટમાં – હાંસડીના હાડકા અને પાંસળીઓ વચ્ચેની જગ્યામાં રક્તવાહિની કે ચેતા દબાઈ જાય ત્યારે થાય છે. તેનાથી ખભા અને ગળામાં દુખાવો કે આંગળીઓમાં શૂન્યમનસ્કતા આવી શકે છે. થોરાસિક આઉટલેટ સિન્ડ્રોમના સામાન્ય લક્ષણોમાં કાર અકસ્માત કે રમત સંબંધિત પ્રવૃત્તિઓને કારણે શારિરીક ઈજા, કોઈ શારિરીક ક્ષતિ જેમકે અતિરિક્ત પાંસળી હોવી અને ગર્ભાવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. લાંબા સમયની ઈજા પણ વર્તમાનમાં થોરાસિક આઉટલેટ સિન્ડ્રોમ તરફ દોરી જાય છે.
તેની સારવારમાં શસ્ત્રક્રિયા દ્વારા ડીકમ્પ્રેશન અને સબક્લેવીયન ધમની મરામત-બાયપાસનો સમાવેશ થાય છે.
મેસેન્ટ્રીક ઈશ્કેમીયા સિન્ડ્રોમ
તે નાના અને મોટા બંને આંતરડાને રક્ત પૂરું પાડતી ધમનીઓમાં અચાનક સંકોચન કે બ્લોકેજ છે. રક્ત પુરવઠા વગર, આંતરડાઓ મૃત્યુ પામવાનું ચાલું કરે છે જેનું પરિણામે ગંભીર પેટનો દુખાવો, ઝાડા, નોસીયા, અને ઉલ્ટી થાય છે. અતિરિક્ત લક્ષણોમાં તાવ, ઝડપી ધબકારા, ઝડપી શ્વાસોશ્વાસનો દર, નીચું રક્ત દબાણ, મૂંઝવણ, થાક અને રક્ત સ્ત્રાવનો સમાવેશ થાય છે.
મેસેન્ટ્રીક ઈશ્કીમીયાની સારવાર સુપીરીયર મેસેન્ટેરીક આર્ટરી (એસએમએ) – સેલીયાક એન્જીયોગ્રાફી વત્તા સ્ટેન્ટિંગ છે. કેટલાંક કિસ્સાઓમાં પેટના દુખાવામાં રાહત મળે તે માટે એઓર્ટામાંથી એસએમએ બાયપાસ કરવામાં આવે છે.
રીનલ આર્ટરી ઓક્લુઝીવ ડિસીઝ
સ્ટેનોસીસને કારણે (રક્ત ગંઠન) રીનલ (કિડનીની) ધમનીઓને રક્તનો પુરવઠો ઘટે છે જે રીનલ ઈશ્કીમીયા તરફ દોરી જાય છે જે રીનોવાસ્ક્યુલર હાયપરટેન્શન અને રીનલ ફેઇલયોર તરફ દોરી જાય છે. પરક્યુટેનીયસ ટ્રાન્સલ્યુમીનલ એન્જીયોપ્લાસ્ટી (પીટીએ) ને સ્ટેન્ટીંગ સારવારના વિકલ્પો છે.
લોઅર લિમ્બ ઓક્લુઝન ડિસીઝ
એક્યુટ લીમ્બ ઈશ્કીમીયા
ધમનીમાં અચાનક ઓક્લુઝન સામાન્ય રીતે એક્યુટ થ્રોમ્બોસીસ, એમ્બોલિક ઈવેન્ટ અથવા ટ્રોમાને કારણે થાય છે.
તેના લક્ષણોમાં છ – પી – નો સમાવેશ થાય છેઃ
- પેલોર – ત્વચાનો રંગ બદલાવો
- પલ્સલેસનેસ અથવા અસમાન ધબકારા
- પેરાસ્થેસીઅસ – ત્વચામાં સંવેદનશીલતાનો અભાવ
- દુખાવા
- પેરાલિસીસ – શરીરના અંગોને હલાવવાની અસક્ષમતા
- પેરીશીંગ કોલ્ડ – અતિશય ઠંડી
ક્રોનિક લિમ્બ ઈશ્કીમીયા
આ એક લાંબા ગાળાની સમસ્યા છે જે આરામ કરતી વખતે પણ પગના પંજામાં કે અંગૂઠામાં અતિશય દુખાવામાં પરિણમે છે. નબળા રક્ત પરિભ્રમણની સમસ્યાઓમાં પગમાં કે પંજામાં ન રૂઝાતા ઈજા અને ચાઠાનો સમાવેશ થાય છે. જાu તેની સારવાર ન કરવામાં આવે તો સમસ્યાને કારણે અસરગ્રસ્ત અવયવ કાપવો પણ પડી શકે છે.
ક્રોનિક લિમ્બ ઈશ્કીમીયાના લક્ષણો છેઃ
· ઘૂંટીમાં દુખાવો (ઈન્ટરમીટન્ટ ક્લોડિકેશન)
· ભટોક-નિતંબમાં દુખાવો
· એન્કલ-પગમાં દુખાવો
· આરામ કરવામાં દુખાવો, અલ્સરેશન, ગેંગરીન (આગળ પડતો દુખાવો)માં ઘણીવાર મલ્ટીલેવલ આર્ટરીયલ રોગનો સમાવેશ થાય છે.
એઓર્ટો – ઇલિયાક
જ્યારે ઈલીયાક ધમનીઓ સંકોચિત કે અવરોધાઈ જાય ત્યારે આમ થાય છે. મુખ્ય ધમની ડૂંટીના સ્તર પાસેથી અનેક શાખાઓમાં વહેંચાઈ જાય છે. આ શાખાઓેને ઇલિયાક ધમનીઓ કહેવામાં આવે છે. ઇલીયાક ધમનીઓ પેલ્વીસથી પગમાં જાય છે જ્યા તે અનેક નાની ધમનીઓમાં વહેંચાઈ જાય છે જે પગના પંજા સુધી જાય છે.
ફીમોરો પોપ્લીટીઅલ ઓક્લુઝીવ ડિસીઝ
પોપ્લીટીઅલ ધમની પ્રમાણમાં નાનો વાહિનીનો હિસ્સો છે પરંતુ તે વિશિષ્ટ પેથોલોજીક પરિસ્થિતિઓને કારણે અસર પામે છે. આ સ્થિતિઓ, જે સમગ્ર ધમની તંત્ર દરમ્યાન સામાન્ય હોઈ શકે છે અથવા પોપ્લીટીઅલ ધમની માટે ખાસ હોય તેમાં અથેરોસ્કલેરોસીસ, પોપ્લીટીઅલ ધમની એન્યૂરીઝમ, આર્ટીરીયલ એમ્બોલસ, ટ્રોમા, પોપ્લીટીઅલ આર્ટરી એન્ટ્રેપમેન્ટ સિન્ડ્રોમ અને સિસ્ટીક એડ્વેન્ટીશીયલ રોગનો સમાવેશ થાય છે. ફીમોરલ પોપ્લીટીઅલ રોગની વર્તમાન સારવાર હાલમાં T ASC ક્લાસીફીકેશન અનુસાર થાય છે જેમાં રોગની ગંભીરતા એ થી ડી સુધી વધે છે. સામાન્ય રીતે વર્ગ એ અને બીની સારવાર એન્ડોવાસ્ક્યુલર સારવાર દ્વારા જ્યારે ટાઈપ સી અને ડીની સારવાર શસ્ત્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. સીમ્સના નિષ્ણાત એન્ડોવાસ્ક્યુલર સર્જન્સ દ્વારા ગંભીર ટાઈપ એ અને બી ચાઠાની સારવાર શસ્ત્રક્રિયાને બદલે એન્ડોવાસ્ક્યુલર સારવાર દ્વારા કરવામાં આવે છે અને તેમના દ્વારા ચુનંદા ટીએએસસી –સી- કેસમાં એન્ડોવાસ્ક્યુલર સારવાર પણ આપવામાં આવે છે. ટીએએસસી –ડી માં સામાન્ય રીતે સર્જીકલ બાયપાસ સારી રીતે કામ કરે છે.
અન્યૂરીઝમ
અન્યૂરીઝમ શું છે
અન્યૂરીઝમ ધમનીનો સોજાu છે. તેમાં ધમનીની દિવાલ તેના ઈલાસ્ટીક કોષો ગુમાવવાને કારણે પાતળી અને નબળી બની જાય છે જેથી ધમનીઓ ફૂલી જાય છે. એઓર્ટા એ સૌથી અસરગ્રસ્ત થતી ધમની છે. તે પેટમાં મુખ્ય ધમની છે.
એઓર્ટીક અન્યૂરીઝમ શું છે.
એઓર્ટા હૃદયમાંથી પેટ અને પગમાં રક્ત લઈ જતી મુખ્ય ધમની છે. છાતીમાં તેને થોરાસિક એઓર્ટા કહેવામાં આવે છે અને જ્યારે તે પેટમાંથી પસાર થાય ત્યારે તેને એબ્ડોમિનલ એઓર્ટા કહેવામાં આવે છે. એઓર્ટા ત્યારબાદ બે શાખાઓમાં (ઇલિયાક ધમનીઓ) વિભાજીત થાય છે, જેમાંની એક જમણાં પગમાં રક્ત લઈ જાય છે અને બીજી ડાબા પગમાં રક્ત લઈ જાય છે. થોરાસિક ધમનીમાંથી હાથમાંથી ધમનીઓ, માથા અને શરીરના અન્ય ભાગોમાંથી ધમનીઓ પસાર થાય છે. એબ્ડોમીનલ ધમનીમાંથી કિડનીમાં, આંતરડાઓમાં, લીવરમાં અને અન્ય સ્નાયુઓમાં ધમનીઓ પસાર થાય છે.
એઓર્ટીક એન્યૂરીઝમનો સૌથી સામાન્ય પ્રકાર એબ્ડોમીનલ એઓર્ટા છે જે સામાન્ય રીતે કિડનીની નીચે થાય છે અને કેટલાક કિસ્સાઓમાં તે એક કે બંને ઇલિયાક ધમનીઓમાં લંબાય છે.
એન્યુરીઝમના લક્ષણો કયા છે
પેટ, પીઠ કે છાતીમાં દુખાવો થઈ શકે છે. તે હળવા દર્દથી લઈને ગંભીર દર્દ સુધી હોઈ શકે છે. કેટલાંક દર્દીઓને ધબકારા કે પેટમાં ધબકતા ગટ્ઠાન જેમ એન્યૂરીઝમ અનુભવાય છે.
તેની સારવાર કેવી રીતે થઈ શકે છે
· એન્ડોવાસ્ક્યુલર મરામત
· ઓપન સર્જીકલ મરામત
· લેપ્રોસ્કોપિક મરામત
થોરાસિક એબ્ડોમીનલ એઓર્ટા એન્યૂરીઝમ
તે લક્ષણાત્મક રોગ છે. તેમાં પીઠ, ગળા અથવા સબસ્ટર્નલ ભાગમાં દુખાવો થાય છે.
તેના ચિહ્નો અને લક્ષણો કયા છે
· ડિસ્પીનીયા, સ્ટ્રીડોર અથવા બ્રેસી કફ જાu તે ટ્રેકીયા પર દબાણ લાવતું હોય
· જાે અન્નનળી કે લેરીન્જીયલ ચેતા પર દબાણ આવતું હોય તો ઘોઘરો અવાજ કે ડિસ્ફેજીયા
· ચહેરા કે ગળાનું એડીમા
· લંબાયેલ ગળાની નસ
· જટીલતા – બાકોરું કે હેમરેજ
તપાસ – એન્યૂરીઝમ માટે તપાસ ખૂબ જરૂરી છે કારણકે સમયસર સારવારથી જીવન બચી શકે છે
એન્યુરીઝમની સારવાર કરવી શા માટે જરૂરી છે
કેટલાક ડાયામીટર બાદ તે ફાટી શકે છે અને હેમરેજીક શોકને કારણે દર્દી મૃત્યુ પામી શકે છે. આથી તેમની મરામત કરવી જરૂરી છે.
સારવાર
૧ – મીનીમલી ઈન્વેઝીવ રીપેર (EV AR)
૨ – ઓપન સર્જીકલ રીપેર (OSR)
શિરાની બિમારીઓ
વેરીકોઝ વેઈન
વેરીકોઝ વેઈન પગની ત્વચાની નીચેની નસો છે જે પહોળી થઈ ગઈ હોય છે, ફૂલી ગઈ હોય છે કે વળ ખાઈ ગઈ હોય છે. ધમની મારફતે પગમાં રક્ત પહોંચે છે. અને રક્તવાહિનીઓ મારફતે પાછું આવે છે. પગમાં નસની બે મુખ્ય પ્રણાલી હોય છે – ઉંડી નસો જે મોટાભાગનું રક્ત પગમાંથી હદય સુધી લઈ જાય છે અને ત્વચાની નીચે રહેલી નસો જે ઓછી મહત્વપૂર્ણ હોય છે અને જે વેરીકોઝ વેઈન્સ કરી શકે છે. આ તમામ વાહિનીઓ વાલ્વ ધરાવે છે જેણે રક્તને ફ્કત ઉપરની તરફ વહેવા દેવાનું હોય છે. જાu રક્તવાહિની પહોળી થઈ જાય અને વેરીકોઝ થાય તો આ વાલ્વ યોગ્ય રીતે કામ કરતા નથી. રક્ત ત્યારબાદ નસો દ્વારા નીચેની તરફ જાય છે અને ઉભા રહેતી વખતે, ચાલતી વખતે કે બેસતી વખતે દબાણ ઉત્પન્ન કરે છે.
તેના લક્ષણો કયા છે
દુખાવો, અકળામણ અને પગમાં ભારેપણું જે ઘણીવાર દિવસના અંતે ખૂબ પીડાદાયક હોય છે. કેટલીકવાર પાની સૂજી જાય છે. કેટલાંક લોકોમાં નસમાં ભારે દબાણને કારણે પાનીની નજીકની ત્વચાને નુકસાન થાય છે જે રંગમાં બદામી બની જાય છે અને કેટલીકવાર તેમાં સફેદ ધાબા જેવું દેખાય છે. એક્ઝીમાં (ત્વચામાં લાલાશ) થઈ શકે છે. જાu આ ફેરફાર વધવાનું ચાલુ રહે તો ત્વચાને નુકસાન થાય છે અને તેનું પરિણામ અલ્સર આવી શકે છે.
· તેની શસ્ત્રક્રિયા દ્વારા સારવાર થઈ શકે છે.
· સેફનસ વેઈન સ્ટ્રીપીંગ
· મલ્ટીપલ સ્ટેબ ફ્લેબોક્ટોમીઝ
· એસઈપીએસ (સબફેસિયલ એન્ડોસ્કોપિક પર્ફોરેટલ શસ્ત્રક્રિયા)
· વેઈન સ્ટ્રીપીંગ શસ્ત્રક્રિયાનો લઘુતમ ઈન્વેઝીવ વિકલ્પ
· આર-એફ એબ્લેશન (લેસર)
ડીપ વેઈન થ્રોમ્બોસીસ (ડીવીટી)
ડીવીટી રક્તનું ગંઠન છે જે પગની ઉંડાણમાં રહેલ રક્તવાહિનીમાં થાય છે. જાu કોઈને ડીવીટી હોય તો, રક્તના ગઠ્ઠાનો હિસ્સો તૂટીને રક્ત પ્રવાહમાં ભળી શકે છે. તે ક્યાક મોટે ભાગે ફેફસામાં ભરાઈ ન જાય ત્યાં સુધી ફરવાનું ચાલુ રાખે છે. તેને પલ્મોનરી એમ્બોલીઝમ (પીઈ) કહેવામાં આવે છે. તે ખૂબ ગંભીર છે અને જાu તેની સારવાર ન કરવામાં આવે તો તે મૃત્યુ તરફ પણ દોરી શકે છે. ડીવીટીના ચેતવણીના ચિહ્નોને ઓળખવા ખૂબ જરૂરી છે જેથી રક્તનો ગટ્ઠો ફેફસા સુધી પહોંચે તે પહેલાં જ તેની સારવાર થઈ શકે.
તેના લક્ષણો અને ચિહ્નો કયા છે.
· એક પગમાં દુખાવો જે પગ દબાવવામાં આવે તો વધુ થાય છે
· પગ ગરમ અને લાલ બનવા
· પગમાં સોજાu
· સ્પર્શથી ત્વચામાં ગરમાવો
· ત્વચાની નીચે નસો ફૂલી જવી
· રંગમાં ફેરફાર (વાદળી, લાલ અથવા ખૂબ ઝાંખો)
તેનું નિદાન કેવી રીતે થઈ શકે છે
· ડી-ડાઈમર પરિક્ષણ
· જાu ડીવીટીની શંકા હોય તો અલ્ટ્રાસાઉન્ડ સ્કેન્
તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે
રક્ત પાતળું કરવાની દવા સાથે ડીવીટીની સારવાર કરવામાં આવે છે. આ દવાઓને એન્ટિકોએગ્યુલેન્ટ કહેવામાં આવે છે જે રક્તની ગંઠાવાની ક્ષમતા ઘટાડે છે અને ગટ્ઠાને મોટો થતા પણ રોકે છે. દવાઓના ઉપયોગથી નવા રક્તના ગટ્ઠા થતા પણ અટકી શકે છે. જાu કે તે પહેલેથી હાજર ગટ્ઠાને તોડી શકતા નથી. શરીરની પ્રાકૃતિક પ્રણાલી વિવિધ સ્તરે ગટ્ઠાને ઓગાળવામાં મદદ કરી શકશે. હાલમાં એક્યુટ મેસીવ ડીવીટીની સારવાર સીડીટી (કેથેટર ડિરેક્ટેડ થ્રોમ્બોલિસીસ) છે જે તેના લાંબા ગાળાના પુનરાવર્તનને રોકે છે. (પીટીએસ)