આ ડો. કેયૂર પરીખના એબ્સોર્બ બીવીએસ કેસમાંનો એક છે જેમાં આફ્રિકાથી માર્ચ ૦૮, ૨૦૧૩ના રોજ આવેલ ડો. કેયૂર પરીખના દર્દી શ્રી વિનુ કપાસી પર એબ્સોર્બ બીવીએસ (બાયોરીસોર્બેબલ વાસ્ક્યુલર સ્કેફોલ્ડ) કરવામાં આવ્યું
બીવીએસ એટલે કે બાયોરીસોર્બેબલ વાસ્ક્યુલર સ્કેફોલ્ડની ત્રણ મહિના પહેલાં ભારતમાં સફળ રજૂઆત કરવામાં આવી હતી.ડો. કેયૂર પરીખ અને સીમ્સ કાર્ડિયોલોજી ટીમ દ્વારા તેમના દર્દીઓમાં અનેક એબ્સોર્બ બીવીએસ સફળતાપૂર્વક મૂકવામાં આવ્યા છે અને તે દર્દીઓ સ્વસ્થ છે તેમજ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. શ્રી વિનુ કપાસીની એન્જીયોગ્રાફી ૨૭ નવેમ્બર, ૨૦૧૨ના રોજ ડો. કેયુર પરીખ દ્વારા કરવામાં આવી. તેઆ લેફ્ટ એનટીરીયલ ડિસેન્ડીંગ (એલએડી), રાઈટ કોરોનરી આર્ટરી (આરસીએ)માં ગંભીર બ્લોકેજ ધરાવતા હતા અ્ને તેમને પરક્યુટેનિયસ કોરોનરી એન્જીયોગ્રાફી (પીસીઆઈ) કરાવવાની સલાહ આપવામાં આવી હતી. ડો. કેયુર પરીખ દ્વારા ડ્રગ-ઈલ્યુટીંગ સ્ટેન્ટ(ડીઈએસ) થકી આરસીએ બ્લોકેજ કરવામાં આવ્યું હતું. તેમણે એલએડી ધમનીમાં સ્ટેન્ટિંગ કરવાનું પણ આયોજન કર્યું હતું જેમાં ૩ અવરોધ હતા. દર્દી માર્ચ ૦૭, ૨૦૧૩ના રોજ ડો. કેયૂર પરીખ પાસે તેમની હૃદયની ધમનીઓમાં સ્ટેન્ટિંગ કરાવવા માટે આવ્યા હતા.
છેલ્લાં ૩ મહિનાથી તેમને શ્વાસ ચડવાની સમસ્યા હોવાથી અને કોરોનરી આર્ટરી બ્લોકેજનો જ્ઞાત કેસ હોવાથી ડો. કેયૂર પરીખ દ્વારા સ્ટેન્ટીંગની અદ્યતન પદ્ધતિ – એબ્સોર્બ સ્ટેન્ટ – કરાવવાની સલાહ આપવામાં આવી કારણ કે આ નવી બીવીએસ ટેકનોલોજી – આજીવન એન્ટીક્લોટિંગ ટીકડીઓ લેવાની જરૂર નહીં, થોડા સમય પછી ધમનીમાં ધાતુની ગેરહાજરી અને પ્રાકૃતિક ધમની જેવી જ સ્થિતિ વગેરે ફાયદા સાથે લાભદાયી છે.
એક જ ધમનીમાં ૩ એકબીજા પર આવતા ધાતુના સ્ટેન્ટ મૂકવાનું ટાળવા માટે તેમણે આ નવા માન્ય સ્ટેન્ટ મૂકાવવાની મંજૂરી આપી અને ડોક્ટર દ્વારા ત્રણ એબ્સોર્બ બીવીએસ (ભારતમાં પહેલીવાર એક જ ધમનીમાં) મૂકવામાં આવ્યા. દર્દીએ સારવારને સારો પ્રતિસાદ આપ્યો,બે માળ ચડી શક્યા અને બીજા દિવસે ઘરે અને બાદમાં અંગોલા પાછા ફર્યા.
વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલ સીમ્સ હોસ્પિટલ ખાતે મને વિશ્વમાં શ્રેષ્ઠ એવી એબ્સોર્બેબલ સ્ટેન્ટની સારવાર મળી (એબોટ દ્વારા બાયોએબ્સોર્બેબલ સ્ટેન્ટ)