Select Page

ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ  સર્જરી  એટલે અન્નનળી, જઠર,  એપેન્ડીકસ, ગુદા, મળમાર્ગ,  લીવર,  પિત્તાશય,  પિત્તનળી  પેન્ક્રિયાસ  તથા  બરોળ  ના સામાન્ય  તથા  કેન્સરના  રોગોનો  ઈલાજ, પેટના  ઓપરેશન  ઓપન પધ્ધતિ  અથવા  દૂરબીન  પધ્ધતિ  (લેપ્રોસ્કોપી)  દ્વારા  થઈ  શકે  છે. લેપ્રોસ્કોપી ઓપરેશનનાં  મુખ્ય  ફાયદા  એ  છે  કે  ધાવ  બિલકુલ નાના(૦.પ-૧  સીએમ)  હોવાથી  દર્દી  ધણુ  ઓછું  (Less Painful) થાય

અને રીકવરી  જલ્દી આવે છે. આ ઉપરાંત પેટ  પર  લાંબો ચીરો દેખાતો નથી  અને  ટાંકામાં  પરૂ  થવાનું  પ્રમાણ    ધણુ  ઓછું  થઈ  જાય  છે. લેપ્રોસ્કોપી પધ્ધતિથી  પuટ ના  ધણા  રોગો નું  નિદાન  તથા સારવાર  થઈ  શકે છે.

પિત્તાશયની  પથરી  અને  સર્જીકલ  કમળો

પિત્તાશયની  પથરીમાંથી  સોજાે,  ઈન્ફેકશન,  સર્જીકલ  કમળો,  તથા પેન્ક્રિયાસનો  સોજાે  જેવા  કોમ્પ્લીકેશન  થઈ  શકે  .  આ  રોગ  માટે લેપ્રોસ્કોપી  ઓપરેશન  હવે  દુનિયાભરમાં  સ્ટાન્ડર્ડ  થઈ  ગયું  છે. પિત્તાશયની  નળીમાં  રૂકાવટ  હોવાથી  આવો  કમળો  થતો  હોય  છે.  આના મુખ્ય  કારણોમાં  પથરી,  નળીનું  સાંકડું  થઈ  જવું, તથા  ગાંઠ  હોય  છે.  પથરી એન્ડોસ્કોપીની મદદથી  દુર  થઈ  શકે અને ગાંઠ  માટે  એક મેજર  સર્જરી ની  જરૂર  પડી  શકે અને  સાંકડી  નળી  માટે  બાયપાસનું  ઓપરેશન  કરવું પડે.

પેન્ક્રિયાસના  રોગોઃ-

પેન્ક્રિયાસના સાuજા માંથી પેન્ક્રિયાસની  ખરાબી  થઈ  શકે

જેને Pancreatic Necrosis કહેવાય.  પેન્ક્રિયાસમાંથી  પાણી ભરાઈ શકે તથા  પરૂ  થઈ  શકે લાંબા  સમયના  પેન્ક્રિયાસના સોજાથી  તેની  નળી  પહોળી  થઈ શકે અને  પથરી  સાથે  હોય  તો  તેની  રાહત  ઓપરેશન  દ્વારા  કરી  શકાય. પેન્ક્રિયાસના  કેન્સર  માટે  પણ  ઓપરેશનની  જરૂર  પડી  શકે  .

લીવરના  રોગોઃ

જેમ કે લીવરમાં પરૂ, ઈન્ફેકશન, લીવરના કેન્સરની ગાંઠ   માટે મેજર ઓપરેશનની  જરૂર  પડી  શકે  જેને Liver  Resection કહેવાય.  લીવરની બિમારી  તથા  લીવરની નસમાં  રૂકાવટ  થવાથી  અન્નનળી તથા  જઠરની નસો  ફુલી જાય છે.આ નસો  ફાટવાથી લોહીની ઉલ્ટી અથવા ઝાડામાં રકતસ્ત્રાવ  થાય.  આ  એક  ખતરનાક બીમારી  છે.

આવા  દર્દીઓને દૂરબીનથી  બ્લીડીંગ  બંધ  થઈ  શકે  અથવા ઓપરેશનથી લાંબા  ગાળાનો ફાયદો  થઈ  શકે  છે.  ધણા  આવા  દર્દીઓને  બરોળ  વધી  જવાથી   શરીરમા નુકશાન  થતું  હોય છે.  જયારે  બરોળ કાઢીને  ફાયદો  થતો હોય  છે.  લીવરનું પ્રત્યારોપણ  લીવર ફેઈલ  થઈ  ગયેલા અમુક  દર્દી  માટે  જરૂર પડી  શકે.

એપેન્ડીકસનો  સોજા

ધણી  સામાન્ય  બિમારી  છે.  આ  ઓપરેશન  લેપ્રોસ્કોપીથી  થાય  છે.

મોટા  આંતરડા  તથા  મળમાર્ગના  રોગોઃ- Diverticulitis,  Polyp  જેવા  રોગો  મોટા  આંતરડામાં  થઈ  શકે  છે  તથા કેન્સરના  રોગો  પણ  આ  ભાગમાં  થઈ  શકે  છે.  આવા  દર્દીઓને  કબજીયાત અથવા  ઝાડા  થઈ  જાય  છે.  ધણા  દર્દીઓને  ઝાડામાં   લોહી  વહી  જાય  છે. દૂરબીન  ટેસ્ટ  અને બાયોપ્સી  કરાવ્યા  પછી  આ ગાંઠ  ઓપરેશન દ્વારા કાઢવામાં આવે છે. અલ્સરેટીવ કોલાઈટીસ મોટા આંતરડાની બીમારી છે.  જેમાં  મોટા  આંતરડામાં  સોજા  તથા  ચાંદા  થઈ  જાય  છે. ધણા  દર્દીઓ માં દવાથી રોગ કાબુમાં રાખી શકાય. દવાથી ફાયદો ન થાય  અથવા કોમ્પ્લીકેશન  થાય  ત્યારે  ઓપરેશન કરી  ને  મોટું આંતરડું કાઢીને  નાના આંતરડામાંથી  કૃત્રીમ  મળમાર્ગ  બનાવવો  પડે અને  એને  મળમાર્ગના નોર્મલ  રસ્તા  સાથે  જાેડવું  પડે.  આ  કરવાથી  દર્દીને  પેટ  ઉપર  ઝાડા  જવાનો કાયમનો રસ્તો બચાવી શકાય છે. જેમ કે વાઢીયા, મસા તથા ભગંદર માં  ઓપરેશનની  જરૂર  પડી  શકે.