Select Page

મિત્રો, આજે મેડીકલ સાયન્સ ટ્રીટમેન્ટ કરવા કરતા પ્રિવેન્સ (આગોતરૂ અટકાવવુ) માં આગળ વધી રહયું છે. રોગ/તકલીફ થાય અને સારવાર કરવી એ કરતાં રોગ કે તકલીફો જ ના થાય કે થાય તો ઓછામાં ઓછી સારવારથી સારી થાય એ જ મહત્વનું છે. આજે આપણે વાત કરીશું કમર, પીઠ અને ગરદનના દુખાવા વિશે,ખાસ કરીને તેને કેવી રીતે અટકાવી શકાય. સારવાર કરવી એ કરતાં રોગ કે તકલીફો જ ના થાય કે થાય તો ઓછામાં ઓછી સારવારથી સારી થાય એ જ મહત્વનું છે. આજે આપણે વાત કરીશું કમર, પીઠ અને ગરદનના દુખાવા વિશે,ખાસ કરીને તેને કેવી રીતે અટકાવી શકાય.

રોજીંદા જીવનમાં આપણે કઈ કઈ ભૂલો જાણે અજાણે કરતા હોઈએ છીએ જેમ કે બેડમાં સુવા જઈએ ત્યારે અને બેડમાંથી ઉટતી વખતે સાચી રીત એવી છે કે બેડ પર સુવા જઈએ ત્યારે પહેલાં એક પડખેથી સુઈ અને પછી સીઘા સુવું જોઈએ

એજ રીતે ઉઠતી વખતે પડખું ફરીને પછી એક તરફથી બેઠા થવું જોઈએ. સીઘા સુઈ કે સીઘા ઉભા ના થવું જોઈએ. બેડ ઉપર વાંચવા કે ઓફીસના કામ કે ટીવી જોવા ના બેસવું જાેઈએ.

સોફામાં લાંબા ખસીને ઢળીને ના બેસવુ જોઈએ, સોફાના હેન્ડલ પર માથું રાખીને ન સુવું જોઈએ, હંમેશાં પીઠ, ગરદન સીઘા રહે અને પીઠ બેક રેસ્ટ સાથે અડીને સમાંતર રહે તેજ રીતે બેસવું જોઈએ.

તમારી ઓફીસમાં ટેબલની હાઈટ/ ખુરશીની હાઈટ તમારી હાઈટ પ્રમાણે માપસર ગોઠવેલ હોવા જોઈએ તમારી ખુરશી ચેર એડજેસ્ટેબલ હોવી જાેઈએ, કોમ્પ્યુટર સ્ક્રીન પ્રોપર હાઈટ અને ડીસ્ટન્સ પર રાખેલ હોવા જોઈએ,

કોમ્પ્યુટર પર કામ કરતી વખતે તમારા હાથને ખુરશીના હેન્ડલ પર બરાબર સપોર્ટ કરેલા હોવા જોઈએ, લાંબો સમય એકજ પોજીસનમાં કામ કરવા કરતા થોડા થોડા સમયે વચ્ચે વચ્ચે કામ થોડું બદલી લઈ કામ કરવાની ટેવ રાખવી જોઈએ.

મોબાઈલ ફોનને હેન્ડ ફ્રી કરી ઉપયોગમાં લેવો જાેઈએ જેથી વાત કરતા કરતા બંન્ને હાથ ફ્રી રાખી બીજા કામોપણ કરી શકો.

બહેનો માટે કીચનના પ્લેટફોમની ઉંચાઈ તમારી હાઈટ પ્રમાણે અનુકુળ હોવી જોઈએ. વોસ બેઝીગ્સ ની હાઈટ અને તેમાં નળની પોઝીસન પણ અનુકુળ રીતે જ હોવી જોઈએ,

કીચન અને કબાટમાં વસ્તુઓ એ રીતે રાખો કે જેથી હંમેશાં અને વારંવાર વાપરવાની વસ્તુઓ તમે તમારી છાતીના લેવલે રાખી શકો. ભારે વસ્તુઓ નીચેની તરફ રાખો ઓછી વપરાતીવસ્તુઓ વજનમાં હલકી વસ્તુ ઉપર તરફ રાખો.

જેથી દિવસમાં ઓછા માં ઓછી વખત વાંકાવળવાની કે ઉંચા થવાની જરૂર પડે.

ઉંમર વધતાં અને હાલ આપણી બદલાયેલી લાઈફસ્ટાઈલ અને ફ્રુડ હેબીટ થી ઓસ્ટીઓપોરોસીસ (હાડકાની નબળાઈ, હાડકા પોચા પડી જવા) અને વિટામીન D3, B12 અને કેલ્શીયમ ની ઉણપ કદાચ ૯૦ % થી ૯પ % લોકોમાં જોવા મળે છે તેથી તેના યોગ્ય રીપોર્ટ કરાવી દવાઓ ડોકટરની સલાહ પ્રમાણે લેવી જોઈએ,

ડાયાબીટીસ, થાઈરોડ,અને આથ્રાઈટસ જેવી બિમારીઓની સારવાર ડોકટરની દેખરેખ થી જ કરવી જોઈએ. સૌથી અગત્યનું, બેઠાડુ જીવન દૂર કરી દરરોજ કસરતો જેમાં ગરદન, પીઠ, અને કમરની

સ્ટ્રેચીંગ એકસરસાઈઝ, વોકીંગ, સાયકલીંગ,સ્વીંમીંગ વગેરે વગેરે જીવનમાં આદત બનાવી લેવી જોઈએ. વજન ના વધે અને મેદસ્વીતા ન આવે તે ધ્યાનમાં લેવું અને વ્યસનો જેવા કે આલ્કોહોલ, સ્મોકીંગ, ટોબેકો થી દૂર રહેવું જોઈએ કારણ કે એનાથી આસ્ટોપોરોસીસ વધે છે. કોરોના પેન્ડેમીક આપણને ઘણું શીખવ્યું છે, જીંદગી, જીવન અને તંદુરસ્તી કેટલી અગત્યની છે અને ખરેખર જીવનમાં કેટલી વસ્તુઓની જરૂરછે તો પછી આજ થી જ જાગી જઈએ અને આપણા માટે આપણે જ કઈ કરીએ.