શું તમે જાણો છો પ્રેગ્નન્સીમાં…
પ્રેગ્નન્સીમાં સોનોગ્રાફી કયારે કરાવવી જોઈએ ?
- પ્રેગ્નન્સી ૯ મહિનાની હોય છે. જેમાં ત્રીજા મહિને, પાંચમા મહિને,અને આઠમા મહિને સોનોગ્રાફી કરાવવી જરૂરી છે.
૨. ત્રીજા મહિને સોનોગ્રાફી કરાવવાના શું ફાયદા છે ?
- ત્રીજા મહિનાની સોનોગ્રાફીને ન્યુકલ ટ્રાન્સ્લુસન્સી
(NT) સ્કેન કહેવાય છે.
- આ સોનોગ્રાફીથી ગર્ભાશયમાં કેટલા બાળકો છે,
ધબકારા, વિકાસ, વગેરે વિશે માહિતી મળે છે.
આ સોનોગ્રાફીમાં ન્યુકલ ટ્રાન્સ્લુસન્સી (NT) સ્કેન એટલે કે ગર્ભસ્થ શિશુના ગળાની પાછળના ભાગમાં રહેલા પાણીને માપવામાં આવે છે. જેથી બાળકને રંગસૂત્રોની ખામી અથવા હૃદયની ખોડખાંપણ હોવાની શકયતા વધારે છે કે નહિ તેની જાણ થાય છે.
પાંચમા મહિનાની સોનોગ્રાફીથી શું જાણકારી પ્રાપ્ત થાય છે ?
- આ સોનોગ્રાફીને એનોમલી સ્કેન (Anomaly Scan) કહેવાય છે.
- આ સોનોગ્રાફીમાં ગર્ભસ્થ શિશુનો વિકાસ, ફરતે પાણી, મેલીની
જગ્યા તથા સોનોગ્રાફીથી માલૂમ પડતી ખોડખાંપણ વિશે
જાણકારી પ્રાપ્ત થાય છે.
૪. પ્રી-પ્રેગ્નન્સી કાઉન્સીલીંગ એટલે શું ?
- પ્રેગનન્સી પહેલાં ડોકટરની વિઝીટ કે જેમાં પ્રેગ્નન્સી પ્લાન કરતા
પહેલાં શું ધ્યાન રાખવું, કયા વિટામીન લેવા, અથવા કોઈ લાંબી
બિમારી (બ્લડ પ્રેશર, વારંવાર ગર્ભપાત, કિડનીની બિમારી,
ડાયાબીટીસ, થાઈરોઈડ) માટે શુ કાળજી રાખવી, તેના માટેની
સંપૂર્ણ ટેસ્ટ, નિદાન અને સારવારની જાણકારી પ્રાપ્ત થાય છે.
Ãk. હાઇરીસ્ક પ્રેગ્નન્સી એટલે શું ?
- જે પ્રેગ્નેન્સીમાં સગર્ભા સ્ત્રી અને ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યને જાuખમ
હોય તેને હાઇરીસ્ક પ્રેગ્નન્સી કહવાય.
- આ થવાના મુખ્ય કારણો પ્રેગ્નન્સી પહેલાના રોગ તથા પ્રેગ્નન્સી
દરમિયાન શરીરમાં થતા ફેરફારો હોય છે.
- આવા કિસ્સામાં એક્સપર્ટની સલાહ હેઠળ ટર્શરી પેરીનીટલ સેન્ટર (Tertiary Perinatal Center)
એક એવુ સેન્ટર કે જ્યાં સગર્ભા સ્ત્રી અને ગર્ભસ્થ શિશુ માટે તમામ તબીબી સુવિધા ઉપલબ્ધ હોય છે.
સૌજન્ય
ડૉ. દેવાંગ પટેલ
જોખમી પ્રસૂતિ તથા ગર્ભસ્થ શિશુની સારવારના સ્પેશ્યાલીસ્ટ