ઢીંચણનો સાંધો બદલવાની સર્જરી (ની રીપ્લેસમેન્ટ) અત્યારના સમયમાં થતી બહુ જ સામાન્ય સર્જરી છે કે જેના દ્વારા મોટી ઉંમરના નાગરીકો પોતાની જીવનશૈલી સામાન્ય રીતે જીવી શકે છે.
આધુનિક વિજ્ઞાન અને તબીબશાસ્ત્રની ટેકનોલોજીની પ્રગતિ સાથે સાંધા બદલવાની સર્જરી, પરિણામ તેમજ શરીરની અંદર તેનું આયુષ્ય એ બધામાં ઉત્તરોત્તર વધારો થઈ રહયો છે અને એનો લાભ સતત દર્દીઓ સુધી પહોચી રહયો છે
ભારત જેવા દેશમાં ધણીબધી જીવનની પધ્ધતિઓ દર્દીને જમીન ઉપર બેસી કામ કરવા માટે પ્રેરે છે દરેક દર્દીને ઢીંચણ નો સાંધો રીપ્લેસ કરાવ્યા પછી જમીન ઉપર બેસવાની મહેચ્છા હોય છે.
હવે સીમ્સ હોસ્પીટલ અને શ્રી ઓર્થોકેર જાuઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જનોની ટીમ દ્વારા આ મહેચ્છા પૂરી કરી શકાય તે રીતની સર્જરી આધુનિક ટેકનીક તેમજ ઉચ્ચસ્તરની કવોલીટીવાળા સાંધાની મદદથી કરી આપવાનુ શકય કરવામાં આવ્યુ છે. આ માટે Hiflex joint વાપરવામાં આવે છે. તેમ જ રોટેરીંગ પ્લેટફોર્મ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. બે સાંધાની વચ્ચે ફીટ કરવામાં આવેતી ગાદી ખૂબ જ ચોકસાઈ પૂર્વક બનાવવામાં આવે છે અને જલ્દીથી ધસાઈ ન જાય તે રીતે આધુનિક મટીરીયલથી બનાવવામાં આવે છે. ગાદીની નીચે ફીટ કરવામાં આવતી ટ્રે CO-CR મટીરીયલથી બનેલ હોય છે. જે લેટેસ્ટ છે. આના કારણે દર્દી ખૂબ જ ઝડપથી પલોંઠી વાળતો થઈ જાય છે અને ઉચ્ચસ્તરના મટીરીયલથી બનાવેલ સાંધાના કારણે સાંધાનું આયુષ્ય પણ લાંબું ચાલે છે. ઓપરેશન પછી ચાલવામાં દર્દીનો આત્મવિશ્વાસ ખૂબ જ વધી જાય છે. કોઈપણ પ્રકારના સાંધાનું આયુષ્ય સાંધાનું Perfect alignment, લીગામેન્ટનું સંપૂર્ણ બેલેન્સીંગ અને તેના કારણે સાંધાને મળતી સ્ટેબીલીટી ઉપર આધાર રાખે છે. તેમજ ઓપરેશન દરમ્યાન ચેપ ન લાગવો તે સૌથી અગત્યની વસ્તુ છે. સીમ્સ હોસ્પિટલના અતિઆધુનિક લેમીનાર એરફલો(ઝીરો બેકટેરીયા) ઓપરેશન થિયેટર, બોડી એકઝોસ્ટ સીસ્ટમ અત્યાધુનિક ઓપરેશનના સાધનો તેમજ આંતરરાષ્ટ્રીય તાલીમ પામેલા તેમજ આ સર્જરી માટે ખૂબ અનુભવી જાuઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જનની સંપૂર્ણ લગભગ ૧૦૦% એકયુરેટ પરિણામ દર્દીને પુરૂ પાડવામાં આવે છે.