Select Page

આજના સમયમાં  દુનિયાનાં મોટા ભાગનાં લોકો અન્ય રોગ કરતાં હૃદય  રોગને  લગતા  કારણને  લીધે  વધારે  મૃત્યુ  પામે  છે. દુનિયાના બીજા  દેશોની  સાથે  હવે  ભારતમાં  પણ  હૃદય  રોગને  કારણે  મૃત્યુ પામતા  લોકોનું  પ્રમાણ  દિનપ્રતિદિન  વધી  રહ્યુ  છે. હૃદયને  લગતા જુદા  જુદા  રોગોમાં  કેટલાક  હૃદય  રોગમાં  હૃદયનાં  વાલ્વની સમસ્યાઓના  લીધે  પણ  દર્દીનું  મૃત્યુ  થાય  છે. દરેક  વ્યક્તિના હૃદયમાં  ચાર  વાલ્વ  હોય  છે.  તેમાનાં  બે  વાલ્વ  ટ્રીઓવેન્ટ્રીક્યુલર (એવી) તરીકે ઓળખાય છે, જે લોહીને એટ્રિયા થઇને વેન્ટ્રીક્લીસ તરફ  વહેતું  રાખે  છે.  બીજા  બે  વાલ્વ  સેમિલ્યુનર  વાલ્વ  તરીકે ઓળખાય  છે . તે  હૃદય  અને  હૃદયમાંથી નીકળતી રક્તવાહિનીઓની  વચ્ચે  હોય  છે  અને  રક્ત  વાહિનીઓમાંથી વેન્ટ્રીકલ્સ તરફ જતું રોકે છે.

જે  હૃદયરોગના  દર્દીના  હૃદયનો  વાલ્વ  સાંકળો  હોય  તેવા  દર્દીને  તે  વાલ્વ  બદલવાવવો  ખુબ    જરૂરી  હોય  છે, પરંતુ  કેટલાય  લોકો એવા હોય  છે  કે  જે  દર્દીમાં  ઉંમર  વધારે  હોવાથી  અને હૃદય  નબળુ થવાથી  અથવા  શરીરના  બીજા  કોઇ  અંગોની  તકલીફના  કારણે ઓપરેશનનું  જોખમ  ખુબ    વધારે  પ્રમાણમાં હોય છે. આવા દર્દીઓનો ઓપરેશન વગર ઇલાજ હવે શક્ય છે. જેના માટેની એક અદ્યતન  સારવાર  છે જેનું નામ છે TAVI(Trans catheter Aortic Valve Implantation) એ વગર ઓપરેશનની પધ્ધતિ છે.

 તાવીની આ પધ્ધતિના  ફાયદો એ છે દર્દીને નવુ જીવન આપતી આ પધ્ધતિથી  વાલ્વ  વગર  ઓપરેશને,  કાપકુપ  વિના,  શરીરની નસમાંથી પસાર કરીને  મુકવામાં  આવે  છે. દર્દીની  નાજુક અવસ્થામાં આ પધ્ધતિથી  વાલ્વ બદલ્યા પછી તરત જ સુધારો  થાય છે અને ૩૫ દિવસમાં દર્દી ઘેર જઇ શકે છે, આજે યુરોપના દેશોમાં ૩૦૪૦  ટકા દર્દીઓ  વાલ્વ બદલાવવા  માટે ઓપરેશન વગરની આ પધ્ધતિનો લાભ લે છે.


 હૃદયના  વાલ્વનાં  રોગ  માટે  ઉપચારના  બે  વિકલ્પ  છે,  એક પરક્યુટેનિયસ  વાલ્વ  રિપ્લેસમેન્ટ  અને  બીજો  સર્જિકલ.  વાલ્વની પસંદગી  કરવી    ખૂબ    અટપટી  તથા  અઘરી  પ્રક્રિયા  છે, જે દર્દીની  ઉંમર,  તેને  થયેલા  રોગની  હાલત  તથા  તેની  જીવનશૈલીને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ. કેથેટર આધારિત વાલ્વ્યુલર બીમારીનીઆ સારવાર ૧૯૮૨ ના વર્ષથી  અસ્તિત્વમાં  છે. સૌ  પહેલા  કેથેટર આધારિત  સ્ટેન્ટ  વાલ્વ માનવ  શરીરમાં મુકવાનું કાર્ય  ૨૦૦૦ના  વર્ષમાં  બોનહોફરે  પુલ્મોનિકએ  કર્યુ.

 એ પછી  સૌથી પ્રથમ  સફળ  કેથેટર  આધારિત  અને  ઓપરેશન  કર્યા  વગર એઓર્ટિક  વાલ્વ  બદલવાની  પ્રક્રિયા  ડો.  ક્રિબીયરે  ૧૬  એપ્રિલ, ૨૦૦૨ના  દિવસે  કર્યુ  હતુ, જેમાં  ઓપરેશન  નહોતું  કરવામાં  આવ્યું પરંતુ પગની નસમાંથી વાલ્વ ઉતારવામાં આવ્યો હતો. તાવીની    સારવારથી  ગમે  તેવા  જટિલ  મેડિકલ  અને  સર્જિકલ કેસ  હોય  તો  પણ  શ્રેષ્ઠ  સારવારથી  બચી  જવાની  સંભાવના  વધારે પ્રમાણમાં રહેલી છે.

  પ્રકારના  ટેકનિક  બાદ  કોઇપણ  પ્રકારની  સમસ્યા  ઉત્પન્ન  ન થાય તે માટે સતત સંભાળ રાખવી ખુબ જ જરૂરી છે.