ભારતમાં પ્રથમ વાર સિમ્સ હોસ્પિટલ દ્વારા 

બીવીએસ (બાયોએબ્સોર્બેબલ સ્ટેન્ટ-સ્કેફોલ્ડ)ની રજૂઆત

ભારતમાં પ્રથમ વાર ડાયાબીટીસ ધરાવતા યુવાન દર્દીને ત્રણ ઓગળી જાય તેવી સ્ટેન્ટ તથા તાન્ઝાનીયાની મહિલાને બે સ્ટેન્ટ નાખીને સિમ્સ હોસ્પિટલ દ્વારા બીવીએસ (બાયોએબ્સોર્બેબલ સ્ટેન્ટ-સ્કેફોલ્ડ)ની રજૂઆત

ભારતમાં સૌ પ્રથમ વાર સિમ્સ હોસ્પિટલના સિનિયર  ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ દ્વારા ૪૬ વર્ષના યુવાન ડાયાબીટીસના દર્દીને બાયપાસ સર્જરીના વિકલ્પે ત્રણ ઓગળી જાય તેવી સ્ટેન્ટ બેસાડી છે. સીમ્સ હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ૨૭ વર્ષનો અનુભવ ધરાવે છે અને ૧૦,૦૦૦થી વધુ એન્જીયોપ્લાસ્ટી કરી ચૂક્યા છે.  અન્ય હોસ્પિટલમાં બાયપાસ સર્જરીની સલાહ મેળવી ચૂકેલા એક દર્દી આ અઠવાડીયે સિમ્સ હોસ્પિટલમાં આવ્યા હતા. તેમને રક્તનલીકાઓમાં નવી ક્રાંતિકારી બાયોએબ્સોર્બેબલ સ્કેફોલ્ડ બેસાડવાની સલાહ આપવામાં આવી. આ શસ્ત્રક્રિયા એક જ ઓપરેશનમાં પૂર્ણ થઈ. થોડા સમય પછી આ સ્ટેન્ટ ઓગળી જશે તેથી દર્દીએ લોહી પાતળુ કરવાની દવાનો બેવડો ડોઝ લેવો નહીં પડે. જો તેમણે ડ્રગ કોટેડ સ્ટેન્ટ નંખાવી હોત તો હૃદયની રક્તનલીકામાં લોહીના ગઠ્ઠા જામે નહીં તે માટે દવા લેવી પડત. 

આ ઉપરાંત તાન્ઝાનીયાથી આવેલા મહિલાને એ જ દિવસે આ પ્રકારની બે સ્ટેન્ટ બેસાડવામાં આવી હતી. તેમનો દિકરો અમેરિકામાં રહેતો હોવા છતાં તેમણે આ ઓપરેશન ભારતમાં કરાવવાનો નિર્ણય લીધો હતો. કારણ કે અમેરિકામાં હજી સુધી આ ટેકનોલોજી ઉપલબ્ધ નહી હોવાથી તેમણે આ નવતર ટેકનોલોજીનો લાભ લેવા માટે ભારત આવવાનું પસંદ કર્યું હતું. 

કાર્ડિયોલોજીસ્ટના જણાવ્યા મુજબ સ્ટેન્ટનું સમગ્ર પ્લેટફોર્મ (કે જેને સ્કેફોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે.) એક વર્ષથી ઓછા સમયમાં ઓગળી જાય છે અને રક્તનલીકા વિવિધ પ્રવૃત્તિઓને કારણે કુદરતી રીતે કામ કરતી થઈ જાય છે. આ ક્રાન્તિકારી ટેકનોલોજીથી રક્તનલીકાઓ અવરોધ (હ્વર્ઙ્મષ્ઠા) વગર વધુ કુદરતી સ્થિતીમાં કામ કરતી થઈ જાય છેે, જાણે કે તે ક્યારેય અવરોધાઈ નથી. 

દર વર્ષે ૭,૦૦૦થી વધુ એન્જીયોગ્રાફી, ૨,૦૦૦થી વધુ એન્જીયોપ્લાસ્ટી અને ૧,૦૦૦ થી વધુ બાયપાસ સર્જરી કરતી સિમ્સ હોસ્પિટલ કાર્ડિયોવાસ્ક્યુલર થેરાપીમાં પશ્ચિમ ભારતનું અત્યંત વ્યસ્ત કેન્દ્ર ગણાય છે.

એબોટ દ્વારા થોડા મહિના પહેલાં ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરીને, ડીસીજીઆઈ માન્ય, દવા છોડતી બાયોએબ્સોર્બેબલ વાસ્ક્યુલર સ્કેફોલ્ડ (મ્ફજી) ભારતમાં રજૂ કરવામાં આવી હતી. કોરોનરી આર્ટરી ડીસીઝ (ઝ્રછડ્ઢ) ની સારવારમાં આ સ્ટેન્ટ (સ્કેફોલ્ડ)ને ઉપયોગ કરીને સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ એમાં સામેલ  થઈ હતી. આ સ્ટેન્ટ ધાતુની સ્ટેન્ટની જેમ જ હૃદયને રક્તનો પુરવઠો યથાવત જાળવવાનું કામ કરે છે, પણ સમય જતાં તે ઓગળી જાય છે અને પાછળ સારવારથી સારી થયેલી નલીકાને છોડી જાય છે જે વધુ કુદરતી રીતે કામગીરી અને હલનચલન કરે છે કારણ કે તે કાયમી ધાતુની સ્ટેન્ટથી મુક્ત હોય છેે. 

એબોટની બીવીએસ કુદરતી રીતે ઓગળી જતી સામગ્રી પોલિએકટાઈડમાંથી બનાવેલી હોય છે, જેનો કંપની ઓગળી જતા ટાંકા જેવા મેડિકલ ઈમ્પલાન્ટસમાં ઉપયોગ કરે છે. કંપનીનો દાવો છે કે ઓગળી જતી સ્કેફોલ્ડના ઘણા લાંબા ગાળાના લાભ છે. કસરત, સારવાર, ડાયોગ્નોસ્ટીક વિકલ્પો વગેરે પ્રવૃત્તિઓ કરતી વખતે જરૂર પ્રમાણે પ્રતિભાવ આપીને રક્તનલીકા પહોળી કે સાંકડી થઈ શકે છે. લોહીના ગઠ્ઠા ઝામે નહી તે માટે લાંબો સમય લેવી પડતી એન્ટી-ક્લોટીંગની દવાઓની જરૂરિયાત ઘટાડી શકાય છે અને કાયમી ઈમ્પલાન્ટને કારણે ભવિષ્યનો હસ્તક્ષેપ નિવારી શકાય છે.  

તે ધાતુની સ્ટેન્ટની જેમ જ હૃદયને મળતો લોહીનો પુરવઠો પુનઃસ્થાપિત કરી શકે છે પણ સમય જતાં સારવાર પામેલી અને વધુ કુદરતી રીતે કામગીરી અને હલનચલન કરતી રક્તનલીકા પાછળ છોડીને ઓગળી જાય છે, કારણ કે તે કાયમી મેટલીક સ્ટેન્ટથી મુક્ત હોય છે. 

ઓગળી જતી સ્કેફોલ્ડના  જે લાંબા ગાળાના લાભ છે તેમાં લોહીના ગઠ્ઠા જામે નહીં તે માટે લેવી પડતી દવાની જરૂરિયાતમાં ઘટાડા થાય છે તથા કાયમી મેટલીક સ્ટેન્ટ નાખવાને  કારણે ભવિષ્યમાં કરવી પડતી સારવાર અને નિદાનના વિકલ્પો વિસ્તૃત બને છે. જો દર્દીએ બીજી કોઈ શસ્ત્રક્રિયા કરાવવાની જરૂર પડે તો લોહીના ગઠ્ઠા થતા અટકાવવા માટે લેવાની દવાની ચિંતા કરવાની રહેતી નથી, આવી દવાથી વધુ પડતુ લોહી વહી જતું હોય છે.

બે બાયોએબ્સોર્બેબલ સ્ટેન્ટ બેસાડવામાં આવી છે તે તાન્ઝાનીયાની મહિલા તથા ત્રણ બાયોએબ્સોર્બેબલ સ્ટેન્ટ બેસાડી છે તે ગુજરાતના દર્દીને અહીં તસવીરમાં દર્શાવ્યા છે