Select Page

બ્રેઈન ટ્યુમર્સ

બ્રેઈન  ટ્યુમર  અથવા  મગજમાં  ગાંઠ  તમારા    મગજમાં અસામાન્ય કોષોનો  સમૂહ  કે  વિકાસ  છે.      બ્રેઈન  ટ્યુમર્સ  અનેક  પ્રકારના  હોય  છે. નોન-કેન્સરસ  (બિનાઈન),  કેન્સરસ  (મેલિગ્નન્ટ). બ્રેઈન  ટ્યુમર્સ તમારા  મગજમાં  શરૂ  થઈ  શકે  છે  (પ્રાથમિક  બ્રેઈન  ટ્‌્યુમર્સ)  અથવા શરીરના  બીજા ભાગમાંથી  શરૂ  થઈ  તમારા  મગજમાં  ફેલાઈ  શકે  છે (સેકન્ડરી,  અથવા  મેટાસ્ટેટીક  બ્રેઈન  ટ્યુમર્સ).

પ્રાથમિક બ્રેઈન  ટ્યુમર્સ મગજમાં જ કે  મગજની નજીક આવેલા કોષો  જેમકે મગજને આવરતા  પડદા  (મેનીન્જીસ), ક્રેનિયલ  ચેતાઓ,  પિચ્યુટરી ગ્રંથિ  કે  પીનીયલ  ગ્રંથિમાં  થાય છે. પ્રાથમિક  બ્રેઈન  ટ્યુમર્સ સેકન્ડરી  બ્રેઈન  ટ્યુમર્સ  ની સરખામણીમાં ખૂબ ઓછા સામાન્ય છે જેમાં કેન્સર ક્યાંક બીજે થઈને મગજ  સુધી  પહોંચે  છે.    પ્રાઈમરી  બ્રેઈન  ટ્યુમર  ઘણાં  પ્રકારના  હોય  છે. દરેકને  તેમાં  સામેલ  કોષને  આધારે  નામાંકિત  કરવામાં  આવે  છે.

લક્ષણોઃ   બ્રેઈન  ટ્યુમરના  ચિહ્નો  અને  લક્ષણો  ખૂબ  અલગ  અલગ  હોય  છે અને  તે  બ્રેઈન  ટ્યુમરના  કદ,  સ્થાન  અને  વિકાસના  દર  પર  આધાર  રાખે છે.   ટૂંકો  ગાળો  સામાન્ય  રીતે  મેલિગ્નન્સીનું  સૂચક  છે. મોટા  ભાગના કિસ્સાઓમાં,  વધેલા  ઈન્ટ્રાક્રેનિયલ  દબાણને  કારણે  ક્લિનીકલ  ચિહ્નો ઉદ્‌ભવે  છે  જ્યારે  ફોકલ  ચિહ્નો  અને  લક્ષણો  આજુબાજુના  મગજ  પર ગાંઠની  અસરને  પ્રદર્શિત  કરે  છે.

બ્રેઈન  ટ્યુમર્સને કારણે થતા  સામાન્ય  ચિહ્નો  અને લક્ષણોમાં સામેલ  છેઃ માથાના દુખાવાની શરૂઆત કે પદ્ધતિમાં  ફેરફાર, માથાનો દુખાવો જે ધીમે  ધીમે  વારંવાર  અને  વધુ  ગંભીર  થાય,  કારણ  વગર  નોસીયા  કે  ઉલ્ટી, દેખાવામાં સમસ્યા  જેમકે  ઝાંખુ  દેખાવુ,  બમણું  દેખાવું  કે  પેરીફેરલ  દ્રષ્ટિ  ન હોવી, હાથ કે પગમાં  ધીમે ધીમે સંવેદનશીલતા  કે હલનચલન ઓછું થવું,  સંતુલન  જાળવવામાં  સમસ્યા,  બોલવામાં  સમસ્યા,  મૂંઝવણ, વ્યક્તિત્વમાં  કે  વર્તણૂંકમાં  ફેરફાર,  ખેંચ  ખાસ  કરીને  એવા  લોકોમાં  જેમને પહેલાં  ખેંચ  ન  આવી  હોય,  સાંભળવામાં  સમસ્યા. જાuખમી  પરિબળોઃ પ્રાથમિક  બ્રેઈન  ટ્યુમર  તરફ  દોરતા  જનીનીક ફેરફારનું  કારણ  હજી  જાણી  શકાયુ  નથી  પરંતુ  તેઓ  એવા  કારણો  ઓળખી શક્યા છે જેના પરિણામે  તમારું  પ્રાથમિક બ્રેઈન ટ્યુમરનું જાેખમ વધી શકે  છે. જાuખમી  પરિબળોમાં  જાતીય  પરિબળો,  રેડિયેશન  સંસર્ગ, રસાયણ  સંસર્ગ,  પારિવારીક  ઇતિહાસ  વગેરેનો  સમાવેશ  થાય  છે. તપાસ જાu  તમને  બ્રેઈન  ટ્યુમર  હોવાની  આશંકા  જણાય  તો  તમારા  ડોક્ટર  તમને અનેક  પરિક્ષણો  અને  કાર્યવાહીઓમાંથી  પસાર  થવાનું  કહેશે  જેમાં  સામેલ છેઃ

ન્યૂરોલોજીકલ પરિક્ષણ    :  ન્યૂરોલોજીકલ  પરિક્ષણમાં  તમારી  દ્રષ્ટિની તપાસ,  શ્રવણ  શક્તિ,  સંતુલન, કોઓર્ડિનેશન  અને રીફ્લેકસની  તપાસ  કરવામાં આવે  છે. એક  કે  વધુ વિસ્તારોમાં  મુશ્કેલી  જણાયો  તો તેના  આધારે  મગજની  ગાંઠને કારણે  તમારા  મગજના  કયા હિસ્સાને  અસર  થઈ  છે  તે  વિશે  કડી  મળી  શકે  છે.

ઈમેજીંગ  પરિક્ષણઃ ખોપરીનો   એક્સ-રે ,  એન્જીયો ગ્રામ,વેન્ટ્રીક્યુલોગ્રામ, ન્યૂમોએન્સેફાલોગ્રામ  હવે  ઇતિહાસ  થઈ  ચૂક્યા  છે  અને તેમનું  સ્થાન  સીટી (CT) અને  એમઆરઆઈ (MRI) એ  લીધું  છે.

એમઆરઆઈ ઈમેજીંગ:  ખાસ  કરીને  કોન્ટ્રાસ્ટ  એન્હાસ્ડ   તેના  ઉચ્ચ કોન્ટ્રાસ્ટ અને સ્પાશિયલ રીસોલ્યુશન, મલ્ટીપ્લાનર ક્ષમતાને કારણએ સીટી  કરતાં  વધુ  સંવેદનશીલ  છે. સોફ્ટ  ટીશ્યૂમાં  થતા  ફેરફાર,  સમૂહની અશર  અને  ક્ષતિગ્રસ્ત  શરીરરચના વધુ  સારી  રીતે  દેખાય  છે. મેગ્નેટીક રીસોનન્સ  સ્પેક્ટ્રોસ્કોપી  (એમઆરએસ)  નોન-ઈન્વેસીવ  એનાલીટીકલ પદ્ધતિ  છે. જેનો  ઉપયોગ  બ્રેઈન  ટ્યુમર,  સ્ટ્રોક,  ખેંચની  બિમારી, અલ્ઝેઈમર્સ  ડિસીઝ,  તાણ  અને  મગજને  અસર  કરતી  અન્ય બિમારીઓમાં  ચયાપચયના  ફેરફારોનો  અભ્યાસ  કરવા  માટે  થાય  છે. કોમ્પ્યુટરાઈઝ્‌ડ  ટોમોગ્રાફી  (સીટી)  સ્કેનઃ   જ્યારે  એમઆરઆઈ  ઉપલબ્ધ ન હોય ત્યારે  આ વિકલ્પ  બને છે અને સંબંધિત હાડકાના વિકાસના અભ્યાસમાં ખાસ રીતે ઉપયોગી છે. તેના ૩ડી ચિત્રો એમઆરઆઈ જેટલા  જ  માહિતીપ્રેરક  હોય  છે.

સીટી એન્જીયોગ્રામ અને એમઆર એન્જીયોગ્રામે પરંપરાગત ૪ વેસલ એન્જીયોગ્રાફીનું સ્થાન  લીધું છે. ગાંઠની  વાસ્ક્યુલારિટી, ઈન્કેસમેન્ટ અને  મહત્વની  રક્તવાહિનીઓના  સ્થાન  ફેરફાર  અને  વીનસ  સાયનસની સામેલગીરી  નો  શસ્ત્રક્રિયા પહેલાં  વધુ  ચોકસાઈથી  અભ્યાસ કરી  શકાય છે.