બ્રેઈન એટેક – સ્ટ્રોક
૩૪ વર્ષના મિ.નાયર કંપનીના સહકર્મચારીઓ જોડે રવિવારની એક મસ્ત સવારે ક્રીકેટ રમી રહ્યા હતા. ફિલ્ડીંગ ભરતાં ભરતાં તેમના હાથમાંથી બોલ બે વખત પડી ગયો. થોડી વાર પછી તેમનો પગ પણ ઢીલો પડવા લાગ્યો. તેમણે બીજા મિત્રને બોલાવી ને કહ્યું કે મને મારો જમણો હાથ અને પગ ના કામ કરતા હોય તેવું લાગે છે અને આમ બોલતાં બોલતાં તેમનો અવાજ પણ તોતડાવા લોગ્યો. તે ભયના માર્યા રોવા લાગ્યા. તેમના મિત્રો તેમને તાત્કાલીક ગાડીમાં બેસાડી સીમ્સમાં લઈ આવ્યા. સીમ્સ હોસ્પીટલમાં અમે તપાસ કરી તો માલૂમ પડ્યું કે તેમને બ્રેઈન એટેક એટલે કે લકવા કે સ્ટ્રોકનો હુમલો થયો છે. તેમનો મગજનો સી.ટી. સ્કેન કરાવતાં તેમાં હેમરેજ ન હોવાની ખાતરી કર્યા પછી તેમને ંઁછ નામની દવાનું ઈંજેકશન આપવામાં આવ્યું અને તેમને ન્યુરોલોજીસ્ટ અને ઇન્ટેન્સીવીસ્ટની સારવાર હેઠળ આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યા. મિ.નાયરની ઉપરોક્ત નબળાઈઓ ચાર જ દિવસમાં સંપૂર્ણ સારી થઈ જતાં તેમને હોસ્પીટલમાંથી ચાલતાં ચાલતાં રજા આપવામાં આવી. મિ. નાયરે તેમના મિત્રો અને ડાક્ટરનો આભાર માન્યો. આ હતો એક સમયસર સારવાર પામેલ બ્રેઈન એટેકનો એક કેસ. ચાલો, હવે જાણીએ બ્રેઈન – એટેક/સ્ટ્રોક/લકવા વિશે.
બ્રેઈન એટેક કેટલા પ્રકારના હોય છે અને એમાં શું થાય છે?
બ્રેઈન એટેકમાં ઘણા પ્રકાર છે પણ મુખ્ય બે પ્રકાર હોય છે. હેમરેજ (રક્તસ્રાવ) કે લોહીનો ગઠ્ઠો થવાથી થતો સ્ટ્રોક / પક્ષાઘાત. લગભગ ૯૦% પક્ષાઘાતના કેસ લોહીની નસમાં ગઠ્ઠો થઈ રક્ત પરિભ્રમણમાં અવરોધ ઉભો થવાથી થાય છે. જેને ઈસ્ચેમિક સ્ટ્રોક પણ કહે છે.
લકવા / પક્ષઘાતના લક્ષણો શું હોય છે?
પક્ષાઘાતના લક્ષણો એ મગજના જે ભાગમાં નસ બંધ થવાથી થાય છે તે ભાગ પર આધાર રાખે છે. જો મગજના ડાબી બાજુમાં બ્લોક થાય તો શરીરનો જમણો ભાગ લકવાગ્રસ્ત થઈ જાય છે. જો મગજમાં દ્રષ્ટિ આપતા ભાગની નસ બ્લોક થાય તો વ્યક્તિને દેખવામાં પણ તકલીફ થઈ શકે છે. વધારે મોટી નસ બંધ થવાથી આવા ઘણાં બધા ભાગમાં લકવાની અસર થઈ શકે છે.
લકવાનાં લક્ષણો :-
- હાથ-પગમાં નબળાઈ આવવી.
- અવાજ બદલાવો.
- સાંભળવામાં તકલીફ થવી.
- જોવામાં તકલીફ થવી.
- ખેંચ આવવી.
- બેભાન થવું , માથામાં દુઃખાવો થવો.
- મોઢું વાંકુ થવું.
- ચાવવામાં, પાણી પીવામાં તકલીફ પડવી.
લકવાની સારવાર શું છે?
જો આવી રીતે કોઈ વ્યક્તિને લકવાની અસર શરૂ થયાના સાડાચાર કલાકમાં તે વ્યક્તિને ંઁછ નામની દવા આપવામાં આવે તો આ દવા લોહીનો ગઠ્ઠો ઓગાળીને લકવા સંપૂર્ણ પણે મટાડી શકે છે. જો આ તકલીફ થયા પછી સાડાચાર કલાકથી વધુનો સમય વેડફાઈ જોય તો આ ંઁછ દવા આપી શકાતી નથી.
જો સાડાચાર કલાકથી વધુ સમય જતો રહેતો શું કરવું?
આ પ્રકારના કેસમાં દર્દીને અન્ય લોહી પાતળું કરવાની કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ આપવામાં આવે છે જેથી આવું ફરી ન થાય. તેમને કેટલાક મહીનાઓ અને વર્ષો સુધી કસરત કરાવવી પડે છે અને જરૂર પડે તો ઓપરેશન પણ કરાવવું પડે છે.
આ પ્રકારના કમનસીબ દર્દીઓ આપણા સમાજમાં પૈસે ટકે પણ ખુવાર થઈ જાય છે. સમાજમાં બ્રેઈન એટેક વિશે એટલી જાણકારી નથી હોતી જેટલી હાર્ટ એટેક વિશે હોય છે.
tPA દવા કઈ રીતે કામ કરે છે?
- દવામાં રહેલા દ્રવ્યને લીધે તે લોહીના ગઠ્ઠાને તાત્કાલીક ઓગાળી દે છે. અને લોહીના અવરોધ દૂર થવાથી બંધ થયેલી નસ ફરીથી રક્ત પરિભ્રમણ ચાલુ કરી દે છે. અને તેના લીધે મગજના જે ભાગને નુકસાન થઈ શકે તેમ હોય તેને ફરીથી લોહી મળવા લાગતાં તે ભાગ ફરી પૂર્ણતઃ કાર્યક્ષમ થઈ જાય છે.
tPA દવાથી કંઈ નુકશાન થાય?
- દવાથી દસ હજારે એક કેસમાં લોહી હળવું થવાથી રક્તસ્રાવ થવાનું જોખમ રહેલ છે. આ જોખમની સામે તેના ફાયદા ધણા હોવાથી આ દવા વ્યાપક ઉપયોગમાં છેલ્લાં વીસ વર્ષથી લેવાઈ રહી છે. અને આના લેખકે અત્યાર સુઘી છેલ્લાં પાંચ વર્ષમાં એક પણ આવા રક્તસ્રાવ જોયા નથી.
લકવાથી બચવા માટે શું કાળજી લેવી?
- સારો પોષક આહાર – ફળો, શાકભાજી વધું, શર્કરા અને ચરબીયુક્ત ઓછો આહાર.
- મીઠું ઓછું.
- નિયમિત કસરત, ચાલવું.
- ડાયાબીટીસ, બ્લડપ્રેશરનો કંટ્રોલ કરવો.
વારંવાર લકવા ન થાય તે માટે કોઈ ઓપરેશન થઈ શકે?
હા, આ માટે બે પ્રકારની સારવાર ઉપલબ્ધ છે.
૧. કેરોટીડ એન્જીયોપ્લાસ્ટી : આમાં શરારની મગજને લોહી પૂરી પાડતી ધમનીમાં ચરબી અને લોહીનો ગઠ્ઠો હોય તો સ્ટેન્ટ(ધાતુની જાળી) મૂકીને તેને સદાને માટે અવરોધ રહીત બનાવવામાં આવે છે.
૨. કેરોટીડ એન્ડઆર્ટરેકટોમી : આ સારવારમાં મગજને લોહી પૂરી પાડતી ધમનીનો ચરબી અને ગઠ્ઠા વાળો ભાગ બદલી નાખવામાં આવે છે.
ઉપરોક્ત બંને સારવારના પરિણામ ખૂબ સારા હોય છે.
શું tPA આપવા માટે સી.ટી.સ્ક્રેન જરૂરી છે?
- હા, tPA આપતાં પહેલાં સી.ટી.સ્ક્રેન કરીને રક્તસ્રાવ નકારવો જરૂરી છે.
સીમ્સ હોસ્પીટલમાં ૨૪ કલાક ૈંઝ્રેં ર્ઝ્રહજેઙ્મંટ્ઠહં ની હાજરી હોવાથી તોત્કાલીક સારવાર ઉપલબ્ધ છે. સીટીસ્ક્રેન અને ંઁછ દવાનો પૂરતો સ્ટોક રાખવામાં આવે છે. હોસ્પીટલમાં વ્યવસ્થિત ટ્રેનિંગ પામેલો સ્ટાફ હોવાથી આવા પ્રકારના લકવા / પક્ષઘાતના દર્દીઓ માટે સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે. જરૂર પડે એન્જીયોપ્લાસ્ટી કે સર્જરી માટે પણ પૂર્ણ સમયના નિષ્ણાત ડાકટરો જેમકે ન્યુરોલોજીસ્ટ, ન્યુરોસર્જન અને કાર્ડિયોલોજીસ્ટની સુવીધા પણ સીમ્સમાં છે. છષ્ઠેીં જીંર્િાી / બ્રેઈન એટેક માટે આ રીતે સીમ્સ એક સર્વશ્રેષ્ઠ સારવાર કેન્દ્ર બની રહેલ છે.