બેરીયાટ્રીક સર્જરી : માન્યતા અને હકીકત
મેદસ્વિતા વિશ્વભરમાં મોટા ભાગના રોગોનું કારણ બની રહ્યું છે. ૩૦થી પણ વધુ કો-મોર્બીડ પરિસ્થિતિઓ જેવી કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ, સ્ટ્રોક, સાંધાના રોગ વગેરે મોર્બિડ મેદસ્વિતા સાથે સંબંધિત છે. સફળ રીતે વજન ઉતારવા માટે તેમજ સંબંધિત કો-મોર્બીડ પરિસ્થિતિઓ માટે બેરીયાટ્રીક શસ્ત્રક્રિયા વિશ્વભરમાં એકમાત્ર ઉપલબ્ધ વિકલ્પ છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
બેરીયાટ્રીક શસ્ત્રક્રિયા શું છે – વ્યક્તિનું વજન ઉતારવા સહાય કરવા માટે કરવામાં આવતી શસ્ત્રક્રિયા છે.
શું આ લીપોસક્શન જેવી કોસ્મેટિક શસ્ત્રક્રિયા છે ?
આ કોસ્મેટીક શસ્ત્રક્રિયા નથી પરંતુ મોર્બીડ મેદસ્વિતા (અતિરિક્ત)ને સંબંધિત કો-મોર્બીડ સ્થિતિઓ જેવી કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાનો દુઃખાવો અને માઈગ્રેન માથાનો દુખાવો, વ્યંધત્વને સુધારવા માટે કરવામાં આવતી શસ્ત્રક્રિયા છે. મુખ્યત્વે લીપોસક્શનમાં અમે ચરબી દૂર કરીએ છીએ જ્યારે બેરીયાટ્રીક શસ્ત્રક્રિયામાં અમે શરીરને જમા થયેલ ચરબીનો ઉપયોગ કરવામાં મદદ કરીએ છીએ.
આ શસ્ત્રક્રિયા માટે કોણ માન્ય છે ?
ઉંચાઈ અને વજન અનુસાર બીએમઆઈની ગણતરી કરીને, સંબંધિત રોગો સાથે ૩૨થી ઉપરની બીએમઆઈ ધરાવતી વ્યક્તિઓ અને ૩૫થી વધુ બીએમઆઈ અને રોગ ન ધરાવતી વ્યક્તિઓ જેમણએ ભોજનમાં પરેજી કે કસરત દ્વારા વજન ઉતારવાની અન્ય પદ્ધતિઓ અપનાવી હોય તે આ શસ્ત્રક્રિયા માટે માન્ય છે.
શસ્ત્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે અને તે સુરક્ષિત છે ?
તમામ બેરિયાટ્રીક શસ્ત્રક્રિયાઓ લેપ્રોસ્કોપિક (કાણુ) પદ્ધતિથી કરવામાં આવે છે જેથી તેમના નજીવો ડાઘ કે બિલકુલ ડાઘ રહેતો નથી. જેનાથી તે ખૂબ સુરક્ષિત વિકલ્પ બને છે.
આ શસ્ત્રક્રિયાના લાભ ક્યા છે ?
શસ્ત્રક્રિયાના લાભ એ છે કે તે અતિશય વજન ઉતારવાનો ખાતરીપૂર્વકનો ઉપાય છે જેને શસ્ત્રક્રિયા પહેલા જ ગણી શકાય છે અને તે પ્રયોગ અને ક્ષતિવાળી પદ્ધતિ નથી. તે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ પદ્ધતિ છે આથી તે ખૂબ અસરકારક છે.
શું વજન ઉતારવાથી હું ખરાબ દેખાઈશ ?
આ કોસ્મેટિક શસ્ત્રક્રિયા નથી પરંતુ આ શસ્ત્રક્રિયાના પરિણામ રૂપે સૂંદરતા એક ખાતરીરૂપ પરિણામ છે કારણકે વજનનો ઘટાડો ધીમે ધીમે અને આખા શરીરમાંથી સપ્રમાણ થાય છે જેથી શરીરને સુડોળ બનવા માટે સમય મળે છે.
હું કેટલું વજન ગુમાવી શકું છું ?
શસ્ત્રક્રિયાના પ્રકારને આધારે, તમે અતિરિક્ત વજનના ૬૩-૭૦ ટકા સુધીની વધારાનું વજન ઉતારી શકો છો, જે તમારી વય અને તમે શસ્ત્રક્રિયા બાદના કાર્યક્રમને કેટલી સારી રીતે અનુસરો છો જે તમારી વય અને તમે શસ્ત્રક્રિયા બાદના કાર્યક્રમને કેટલી સારી રીતે અનુસરો છો તેની પર પણ આધાર રાખે છે.
હું મારી રાબેતા મુજબની પ્રવૃત્તિઓમાં કેટલી જલદી જાેડાઈ શકું છું ?
અમે વહેલી સક્રિયતાને પ્રોત્સાહન આપીએ છીએ અને ૧૦-૧૫ દિવસમાં તમે ઝડપથી ચાલવું અને રોજગાર સહિત તમારી રોજીંદી જીવનશૈલી પર સંપૂર્ણ રીતે પાછા ફરી શકશો.
શું હું અનિયંત્રિત રીતે વજન ગુમાવવાનું ચાલુ રાખીશ ?
ના. તમે તમારી ઉંચાઈ અનુસાર જ અતિરિક્ત વજન ગુમાવશો.
શું મારુ વજન પાછું વધી શકે છે ?
ના. જાuતમે તમારા ખાuhkક પરધ્યાન આપાuતાu તમારુ વજન વધશે નહીં.
શું મને વિટામિન સપ્લીમેન્ટેશન જેવી અતિરિક્ત દવાઓની જરૂર પડશે ?
સારવારના પ્રારંભિક ભાગમાં જ વિટામિન્દ્બાની જરૂર હોય છે જે બાદ મોટા ભાગની બેરીયાટ્રીક સ્ત્રક્રિયાઓમાં તે લાંબા સમય સુધી આપવામાં આવતી નથી.
ડાયાબિટીસ અને બ્લડપ્રેશર અને અન્ય માટેની તમારી રાબેતા મુજબની દવાઓ ખરેખર ઓછી થઈ શકે છે કે બંધ પણ થઈ શકે છે કારણકે તેનાથી બીપી અને ડાયાબિટીસની પરિસ્થિતિઓમાં ૮૦-૮૫ ટકાનો સુધારો થાય છે.
વજન ઉતારવાની શસ્ત્રક્રિયા બાદ હું ગર્ભ ધારણ કરી શકું છું ?
શસ્ત્રક્રિયા બાદ તમારી પ્રજનનક્ષમતા સુધરતી હોવા છતાં, એવું દ્રઢપણે સલાહ આપવામાં આવે છે કે કમ સે કમ એક વર્ષ સુધી ગર્ભ ધારણ કરવાનું ટાળો કારણકે આ ગાળામાં તમારી શરીર પાછું સ્થિર બને છે.
શું હું પહેલાની જેમ ભોજન નહીં લઈ શકું ?
ના. તમે પહેલાની જેમ બધુ જ ખાઈ શકશો પરંતુ ઓછા પ્રમાણમાં અને તમને તમારા ભોજનથી સંતોષ રહેશે અને તમને ભૂખ્યા રહેવાની અનુભૂતિ પણ નહીં થાય.
વજન ઉતારવાની શસ્ત્રક્રિયાની પસંદગી મારે કેવી રીતે કરવી જાેઈએ ?
બેરિયાટ્રીક સર્જન ગણતરી કરીને આવશ્યક શસ્ત્રક્રિયાનો પ્રકાર નક્કી કરશે અને ડાયેટીશીયન, કસરત ફિઝીયોલોજીસ્ટ અને ફીઝીશીયનના માર્ગદર્શન હેઠળ તમને મહત્તમ ફાયદો થાય તે રીતે શસ્ત્રક્રિયા બાદનો કાર્યક્રમ ચાલુ રાખશે.