પેટની ઇજાઓની સારવાર ઓપરેશન વગર

ટ્રોમા એટલે શારીરિક ઇજા. આ શારીરિક ઇજાઓ કોઇપણ પ્રકારે થઇ શકે છે જેમ કે રોજબરોજ થતા વાહન અકસ્માત, ઉંચાઇ પરથી પડવુ, ફેકટરી / વર્કશોપમાં કામ કરતી વખતે, મારામારી, બોમ્બ બ્લાસ્ટ વગેરે… તથા ઘણી વખત કુદરતી હોનારત જેમ કે ભૂકંપ, સુનામી, પુર આવવુ તેમા પણ થતી હોય છે.

આ બધી શારીરિક ઇજાઓમાં પેટમાં વાગ્વાથી થતી ઇજા ખૂબ જ ગંભીર અને જાનહાનિ થાય તેવી હોય છે. સામાન્યતઃ પેટની ઇજાનું બહુ જલ્દીથી નિદાન નથી થતુ કારણ કે તેમાં ઘણીવાર દર્દીને પોતાને પેટમાં દુઃખાવા સિવાય તકલીફ નથી હોતી, તો ઘણી વાર પેટમાં દુઃખાવા સિવાય, પેટ ફુલી જવુ, ઉલ્ટી થવી, ઉલ્ટીમાં લોહી વહેવું એવી બધી તકલીફ હોય છે. પેટની ઇજાનાં જો આવા લક્ષણો હોય તો, તાત્કાલિક એવા દર્દીને સારી હોસ્પિટલ જેમ કે સીમ્સ ટ્રોમા સેન્ટરમાં ખસેડવા જોઇએ જેથી કરીને તેની સઘન સારવાર ઝડપથી થઇ શકે.

ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવી પેટની ઇજાઓના દર્દીઓની સઘન સારવાર શરૂ કરવામાં આવે છે. જેમાં તેનું તાત્કાલિક નિદાન કરવાની પ્રોસેસ ચાલુ થાય છે. જેમાં બ્લડ રિપોર્ટસ, એક્સ-રે, સોનોગ્રાફી કરવામાં આવે છે. જ્યારે સોનોગ્રાફીનો રિપોર્ટ પોઝીટીવ આવે છે ત્યારે મોટે ભાગે આવા દર્દીનું પેટનું ઓપરેશન કરવું પડતું હોય છે. પણ જ્યારે ડોક્ટરના એક્ઝામીનેશનમાં પેટમાં આંતરડાની ઇજા નથી એવું જો હોય અને સોનોગ્રાફીમાં પેટમાં લીવર, બરોળ કે કીડનીની ઇજાઓ હોય અને તેમાંથી જ્યારે ખૂબ જ પ્રમાણમાં લોહી વહી રહ્યુ હોય ત્યારે આવા દર્દીને મોટે ભાગે સર્જન ઓપરેશન કરીને સારવારનો વિકલ્પ આપતા હોય છે.

છેલ્લા દાયકામાં થયેલ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ તથા દર્દીને ટ્રોમા આઇસીયુમાં સઘન સારવારના ક્લોઝ મોનિટરિંગ થી ૬૦-૭૦ % દર્દીને નોન-ઓપરેટીવ (ઓપરેશન વગર) સારવાર આપીને સજા કરી શકાય છે. આ સારવાર હેઠળ દર્દીના પેટનો સીટી સ્કેન (ર્ષ્ઠહંટ્ઠિજં) કરવામાં આવે છે જેમાં પેટની આંતરડાની અથવા આંતરડાને આપનાર બ્લડ સપ્લાયની ઇજાને િેઙ્મીર્ ેં કરવામાં આવે છે. જો એવા દર્દીને લીવર, બરોળ કે કીડનીની ઇજા હોય અને તેમાંથી લોહી વહી રહ્યુ હોય તો તેમની સારવાર ટ્રોમા આઇસીયુમાં ક્લોઝ મોનિટરિંગ હેઠળ કરવામાં આવે છે. તેમની લોહીની તપાસ દર આઠ કલાકે અથવા વધારે વાર જરૂરી હોય તેમ કરવામાં આવે છે. તેમને ર્મ્ઙ્મર્ઙ્ઘ ્‌ટ્ઠિહજકેર્જૈહ શ્ ર્મ્ઙ્મર્ઙ્ઘ ર્ઝ્રદ્બર્હીહં ્‌ટ્ઠિહજકેર્જૈહ જેવા કે પ્લેટલેટ્‌સ, પ્લાસ્મા, અથવા ક્રાયોપ્રેસીપીટેટ આપવામાં આવે છે જેથી કરીને વહી ગયેલું લોહી રીપ્લેસ થાય અને જલ્દીથી લોહી ગંઠાય જાય અને લોહી વહેવાનું બંધ થાય. આ સારવારમાં લોહી જલ્દીથી ગંઠાય તે માટેના ઇન્જેકશન પણ આપવામાં આવે છે. જો આવી સારવાર દરમિયાન દર્દીને ઁટ્ઠટ્ઠિદ્બીીંજિ સારા રહે અને લોહી વહેવાનું ઘટીને બંધ થાય તો મોટા ભાગે ઓપરેશન કરવું પડતું નથી.

જે દર્દીને લીવર, બરોળ કે કીડનીમાંથી ધમની ફાટી જવાથી લોહી વહેતુ હોય તો તેવા કેસમાં લોહી બંધ થતુ નથી. આવા પ્રકારની દર્દીને કેથલેબમાં એન્જિયોગ્રાફી જેવા પ્રકારની પ્રોસીજર થી એન્જિયોએમ્બોલાઇઝેશન કરવામાં આવે છે એટલે કે દર્દીને જે ધમનીમાંથી લોહી વહી રહ્યુ હોય ત્યો જેલફોમ / કોઇલ જેવા પદાર્થ વાપરીને ધમની બ્લોક કરવામાં આવે છે અને ત્યાંથી થઇ રહેલુ બ્લીડીંગ બંધ કરી શકાય છે. આ પ્રકારની અત્યંત આધુનિક પ્રોસિજરથી દર્દીનું પેટનું ઓપરેશન રોકી શકાય છે. જે સીમ્સ ટ્રોમા સેન્ટરમાં ઉપલબ્ધ છે. ઓપરેશન વગરની આ સારવાર જો સફળ થઇ રહી હોય તો, બે કે ત્રણ દિવસ પછી દર્દીને ટ્રોમા આઇસીયુમાંથી વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્રણેક દિવસમાં જો આંતરડાની મુવમેન્ટ શરૂ થઇ ગઇ હોય તો ખાવા-પીવાનું પણ ચાલુ કરવામાં આવે છે. આ સારવાર દરમ્યાન ૭૨ કલાક પછી અથવા જરૂર જણાય ત્યારે ફરીથી સોનોગ્રાફી કરીને ચેકઅપ કરવામાં આવે છે. દર્દીને જો શરીરની બીજી કોઇ ઇજા ના હોય તો ૭ થી ૧૦ દિવસમાં રજા આપવામાં આવે છે.

ટૂંકમાં, જો પેટમાં થયેલ ઇજા માટે, દર્દીને સારી હોસ્પિટલ જેમ કે સીમ્સ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવે અને તાત્કાલિક તેની સારવાર શરૂ કરી, દર્દીનું ટ્રોમા આઇસીયુમાં ક્લોઝ મોનિટરિંગ હેઠળ ઓપરેશન વગર સારવાર કરી શકાય છે. આ દરમ્યાન જરૂર જણાય તો કેથલેબમાં એન્જિયોએમ્બોલાઇઝેશન જેવી પ્રોસિજર થી લોહી વહેતું અટકાવી શકાય છે. જેથી કરીને પેટનું ઓપરેશન ના કરવુ પડે. છતાં પણ 

૨૦-૩૦ % દર્દીને જો ૨૪ થી ૪૮ કલાકમાં આંતરડાની ઇજાના લક્ષણો ડેવલોપ થાય, તેમના પેરામીટર બગડે અથવા ખુબ જ ઝડપથી લોહી વહેવાનું ચાલુ રહે તો, ગમે ત્યારે ઇમરજન્સીમાં પેટનું ઓપરેશન કરવું પડી શકે છે.