સામાન્ય રીતે દરેક વ્યકિતના શરીરમાં બે કીડની હોય છે જે શરીરના કમરના પાછળના ભાગમાં આવેલ હોય છે. કીડની નું મુખ્ય કામ લોહીનું શુધ્ધીકરણ (Purification) છે. જેના માટે દરેક કીડનીમાં અસંખ્ય (૧૦ Lack) Nephrons હોય છે. (Nephrons) નેફ્રોન એ કીડનીમાં Purification માટે ના Unit છે. જેનું કામ એક ગળણી જેવું છે. તે લોહી માંથી અશુધ્ધિ દૂર કરીને શુધ્ધ્ લોહી શરીરને પાછું આપે છે. કિડની રોગની બિમારી તથા સારવારને લઈને ધણી બધી ગેરમાન્યતા સામાન્ય વ્યકિતઓના મનમાં હોય છે. કીડનીનું કામ યોગ્ય છે કે નહી તે જાણવા S.Creatiunine નો રીપોર્ટ કરવામાં આવે છે S.Creatiunine નું સામાન્ય પ્રમાણ લોહીમાં 1mg % જેટલું હોય છે. બાળકો તથા સગર્ભા મહિલાઓમાં આ પ્રમાણ 0.5-0.7mg% જેટલું હોય છે. વધતું જતું S.Creatiunine એ કીડનીની વધતી બીમારી સૂચવે છે. આ અંકમાં આપણે કીડનીની બિમારીને લગતા કેટલાકી સામાન્ય સવાલો અંગે સારી રીતે સમજવા પ્રયત્ન કરીશું
કોઈ વ્યકિતને પૂરતા પ્રમાણમાં પેશાબ આવતો હોય તો પણ એને કીડનીની બિમારી હોઈ શકે?
કીડનીનું કાર્ય શરીરમાંથી પાણી, લોહીનો કચરો બહાર ફેકવો તથા Vit D અને Erythropoietin નો અંતઃસ્ત્રાવ બનાવવાનું છે. ધણી વખત કીડનીની નબળાઈમાં પેશાબ નું પ્રમાણ ધટતુ નથી પરંતું તેમાં યોગ્ય પ્રમાણમાં કચરાનો નિકાલ થતો નથી તથા પૂરતા પ્રમાણમાં અંતઃસ્ત્રાવો બની શકતા નથી. ધણા વ્યકિતઓ ને કિડનીની તકલીફ હોવાથી તેઓ સામાન્ય વ્યકિત કરતા વધારે પ્રમાણમાં પેશાબ જાય છે. રાત્રી દરમિયાન વારંવાર પેશાબ જવુ (ત્રણ કે તેથી વધારે) એ કીડનીની બિમારીનું લક્ષણ કોઈ શકે. તેવી રીતે બાળકોમાં પથારીમાં પેશાબ થવો (Nocturnal enuresis) એ પણ કીડનીની બિમારીનું લક્ષણ હોઈ શકે.
કીડની નબળી પડી હોય તે વ્યકિતને એક વખત ડાયાલીસીસ કરવું પડે તો તે કાયમી થતું હોય છે ?
કીડની નબળી પડવાના બે પ્રકાર છે.
Temporary – Acute Kidney Injury (AKI) (હંગામી)
Permanent – Chrouic Kidney Disease(CKD) (કાયમી)
જે વ્યકિતની કીડની હંગામી ધોરણે નબળી પડે છે. તેમને ડાયાલીસીસ ની જરૂર થોડા સમય માટે પડે છે. આ સમય ૧થી ૩ અઠવાડીયા સુધીનો સામાન્ય રીતે હોઈ શકે.
(Chronic Kidney Disease) કાયમી કીડનીની બિમારીવાળા વ્યકિતને ડાયાલીસીસ કાયમી, આખી જીંદગી, દર અઠવાડીયે બે / ત્રણ વખત કરવું પડતું હોય છે.
કાયમી (CKD) કીડની નબળી પડે તે વ્યકિતઓ માટે લાંબા ગાળાનો ઈલાજ કઈ રીતે કરી શકાય ?
આવી વ્યકિતઓ પાસે મુખ્ય ત્રણ ઉપાય હોય છે.
૧. કીડની પ્રત્યારોપણ ( Renal Transplantation)
૨. હીમો ડાયાલીસીસ (Hemo dialysis)
૩. પેરીટોનીયલ (Peritoneal Dialysis) CAPD
કીડની પ્રત્યારોપણમાં કોની કીડની પ્રત્યારોપણ માટે લઈ શકાય તથા તેમાં કઈ કાળજી રાખવી પડે?
કીડની પ્રત્યારોપણમાં 1st Degree Blood Relative અને પતિ/પત્નિ એક બીજાને કીડની આપી શકે. તેને Live Related Transplant કહેવાય છે. (માતા, પિતા, ભાઇ, બહેન, દાદા, દાદી, પતિ, પત્ની, દીકરો, દીકરી)
બીજો ઉપાય Deceased Donor જેમાં Brain Dead વ્યકિત કે જેમના મગજને અકસ્માતથી કે અન્ય બિમારીથી ભારે ઈજા થઈ હોય તે પોતાની કિડનીનું દાન કરી શકે.
કીડની પ્રત્યારોપણ પછી પણ દર્દીએ આખી જીંદગી નિયમિત રીતે દવાઓ લેવી પડે છે તથા નિયમિત રીતે સમયાંતરે ડોકટરની મુલાકાત લઈ રીપોર્ટ કરવા પડે છે.
હીમો (ૐીર્દ્બ) ડાયાલીસીસ દર અઠવાડીયે બે કે ત્રણ વખત કરવું જરૂરી છે કે પછી દર અઠવાડીયે એક વખત ડાયાલીસીસ થી ચાલી શકે?
દરેક વ્યકિતની કીડની (૨૪ ટ ૭) સતત લોહીનું શુધ્ધિકરણ કરતી હોય છે. જેમની કીડની કાયમી નબળી પડી હોય છે તેમને ડોકટરની સલાહ મુજબ ્ુૈષ્ઠી અથવા ્ુૈષ્ઠી ॅીિ ુીીા ડાયાલીસીસ કરવું જરૂરી છે. ધણી વખત પુરતો પેશાબ આવતો હોવાથી દર્દીના મનમાં ર્ંહષ્ઠી ટ્ઠ ુીીા ડાયાલીસીસ કરવાનો વિચાર આવે છે પણ લાંબા ગાળે તેમના શરીરને નુકશાન થતુ હોય છે.
AV Fistula (ફીસ્ચ્યુલા) એટલે શુ ? તે કયારે કરવું ?
કાયમી કીડનીની તકલીફવાળા વ્યકિતઓ કે જેમને Hemodialysis કરવાની જરૂર પડે છે તે વ્યકિઓને હાથની ધમની તથા શિરાને જોડતું ઓપરેશન એટલે AV Fistula
સામાન્ય રીતે S.Creatiunine નો રીપોર્ટ 5.5-6 mg% ની પાસે હોય ત્યારે આ ઓપરેશન કરાવવું જોઈએ.
Hemodialysis કરવા સારૂ AV Fistula હોવું આવશ્યક છે.
AV Fistula બન્યા પછી તેને તૈયાર થતા (Mature) ૩ થી ૪ અઠવાડીયાનો સમય લાગે છે.
જે વ્યકિતની કીડનીનુ કામ નબળુ છે < 60% EGFR તેમણે High Protain Diatટાળવો. સામાન્ય વ્યકિતએ કે જે શાકાહારી ખોરાક લે છે તેમના ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ <0.8 gm/kg હોય છે. તેથી શાકાહારી વ્યકિતઓએ બધા દાળ કે કઠોળ બંધ કરવાની જરૂર હોતી નથી. જે વ્યકિત નિયમિત રીતે ખોરાકમાં (Nonveg) Meat લેતા હોય તેમણે પરેજી પાળવી જાેઈએ.