નવજાત શિશુની હાર્ટ સર્જરી
જૂનાગઢના કાંતાબેનના ચાર દિવસના નવજાત શિશુને તપાસી, બાળકોના ડોકટરે કહયું કે દાખલ કરવું પડશે, ન્યુમોનિયાની અસર લાગે છે. ભારે એન્ટીબાયોટીક દવાથી પણ કાંઈ ફાયદો ન જણાતા, બાળકને રાજકોટ ખસેડાયું.
ઈમર્જન્સીમાં બાળકને વેન્ટીલેટર પર મૂકવું પડયુ કાર્ડીયોલોજીસ્ટે ઈકોકાર્ડીયોગ્રાફી કરી શંકા વ્યકત કરીઃ ફેફસાની નસો ખોટી જગ્યાએ જોડાઈ લાગે છે. તાત્કાલિક ઓપરેશન કરાવવું જાuઈએ. બાળકને વેન્ટીલેટર સાથે સીમ્સ હોસ્પિટલમાં લાવ્યા. ઈકોની તપાસમાં નિદાન પાકું થયું “ઓબ્સ્ટ્રકટેડ ઈન્ફ્રાકાર્ડીયાક ટીએપીવીસી વીથ સીવીયર પીએએચ અને આરવી ડીસફંકશન”, સરળ ભાષામાં સમજવું હોય તો બંન્ને ફેફસાંમાંથી શુધ્ધ લોહી લાવતી ચાર નસો (પલ્મોનરી વેઈન્સ) ડાબા હૃદયમાં જાuડાવાની જગ્યાએ એક અલગ ચેમ્બર બનાવી, પેટની એક નસમાં ખુલતી હતી, જયાં સંકડાશને લીધે ફેફસાંમાં લોહીનું દબાણ ખૂબ જ વધારે હતું અને તેને લીધે જમણા હૃદયનું પપીંગ કમજાuર થયું હતું.
સીમ્સ હોસ્પિટલમાં ઈમર્જન્સીમાં ઓપરેશન કરવામાં આવ્યું અને લગભગ ચાર કલાકના અંતે બાળકને આઈસીયું માં ખસેડાયું ચૌદમા દિવસે જયારે બાળકને રજા આપવામાં આવી ત્યારે માતાપિતા અને સાથે હોસ્પિટલના સ્ટાફ બધાના ચહેરા પર એક સંતોષની મુદ્રા હતી.
દર હજારે દસ બાળકો જન્મજાત હૃદયની ખામી સાથે જન્મે છે. અને તેમાંથી લગભગ ત્રણ બાળકોને તાત્કાલિક ઓપરેશન/ઈન્ટરવેન્શનની જરૂર હોય છે. જન્મ ના ર૮ દિવસ સુધી બાળકને નવજાત અથવા Neonate ગણવામાં આવે છે. પ્રીમેચ્યુરીટી, ઓછું વજન, અલ્પવિકસીત શરીર, અન્ય સીસ્ટમમાં ડીફેકટ, કમળો, ઓછી રોગપ્રતિકારક શકિત, વગેરે કારણોને લીધે આવા શિશુંમાં ઓપરેશન સામાન્ય કરતા વધારે જાuખમી હોય છે. પણ ઓપરેશન વગર જીવન શકય નથી હોતું એટલે કે ખરેખર catch-22 situation હોય છે. નવજાત શિશુમાં કયારે હૃદયની સર્જરીની જરૂર પડે છે. તે સમજવા એક
નોર્મલ હૃદયનું બંધારણ અને કાર્ય જાણીએ.
છાતીના મધ્યભાગે રહેલું હૃદય, શરીરનું કેન્દ્ર છે. મુઠ્ઠી જેવડું સ્નાયુબધ્ધ્ હૃદય એક અવિરત ચાલતો પંપ છે, અને શરીરના દરેક ભાગને શુધ્ધ લોહી પહોચાડે છે. આકૃતિમાં જે લાલ ભાગ છે તે શુધ્ધ લોહી છે જે ફેફસાંમાંથી હૃદયમાં આવે છે અને શરીર તરફ જાય છે જે ભૂરો રંગ છે તે અશુધ્ધ લોહી શરીરમાંથી હૃદયમાં થઈ ફેફસાં તરફ જાય છે.
એક નોર્મલ હૃદયમાં ચાર ખાના અથવા ચેમ્બર હોય. ઉપરના બેઃ ડાબુ અને જમણું એટ્રિયમ અને નીચેના બે : ડાબુ અને જમણું વેન્ટ્રીકલ એટ્રિયમ લોહી ભેગું કરે અને વેન્ટ્રીકલ તેને આગળ પંપ
કરે. બે ધોરી નસોઃ એઓર્ટા અને પલ્મોનરી આર્ટરી લોહીને હૃદયથી આગળ લઈ જાય જયારે બે મોટી નસોઃ વેનાકેવા અને પલ્મોનરી વેઈન્સ લોહી હૃદયમાં પાછું લાવે. ચાર ચેમ્બર અને બે ધોરીનસો જયાં એક બીજાને મળે ત્યાં વાલ્વ હોયઃ પાતળા પડદા જેવા વાલ્વ જયારે ખૂલે ત્યારે લોહીને એક જ દિશામાં જવા દે અને બંઘ હોય ત્યારે લીક અટકાવે. આ ચાર વાલ્વના નામ છેઃ માઈટ્રલ, એઓર્ટીક, પલ્મોનરી અને ટ્રાઈકસ્પીડ.
બે એટ્રીયમ વચ્ચેના પરદાને એટ્રીયલ સેપ્ટમ અને બે વેન્ટ્રીકલ વચ્ચેનાપરદાને વેન્ટ્રીકયુલર સેપ્ટમ કહેવાય. હૃદય ઉપર એક પાતળું આવરણ હોય જેને પેરીકાર્ડીયમ કહે છે. હૃદયની કેવી ખામીઓમાં તાત્કાલિક અથવા નવજાત અવસ્થામાં ઓપરેશનની જરૂર પડી શકે ?
Closed Heart Surgery (એવા ઓપરેશન જેમાં હાર્ટ ખોલવાની જરૂર નથી પડતી)
૧. પી.ડી.એ અથવા પેટન્ટ ડકટસ આર્ટરીઓસસ.બાળક જયારે ગર્ભમાં હોય ત્યારે હૃદયની ધોરી નસ એઓર્ટા અને ફેફસાંની નસ પલ્મોનરી આર્ટરી વચ્ચે એક નળી હોય જેનું નામ છે. ડકટ, જન્મના તરત બાદ, બાળક શ્વાસ લેવાનું શરૂ કરે અને આ ડકટસ બંધ થઈ જાય, કેટલાક બાળકોમાં આ ડકટ બંધ ન થાય અને મોટી ખુલ્લી ડકટને લીધે ફેફસાંમાં ધણું વધારે લોહી જાય અને ફેફસાંનું દબાણ વધે. જાu ડકટ મોટી હોય તો કેટલાક નવજાત શિશુને તાત્કાલિક ઓપરેશન કરી બંધ કરવી પડે.
૨. કોઆર્કટેશન ઓફ એઓર્ટા/ઈન્ટરપ્ટેડ એઓર્ટીક આર્ચઃ-ધોરીનસ એઓર્ટામાં સખત રૂકાવટ હોય અને હૃદયનું પપીંગ કમજાuર થઈ જાય તો તાત્કાલિક બલુન અથવા ઓપરેશનની જરૂર પડી શકે છે.
૩. બી.ટી. શન્ટ સર્જરીઃ-પલ્મોનરી એટ્રેસીઆ હૃદયની એવી ખામી છે જેમાં ફેફસાંમાં લોહી જતી નળીમાં રૂકાવટ હોય છે. આવા બાળકોમાં જાu ડકટ બંધ થવા માંડે તો બાળકનું હાયપોકસીઆ અથવા ઓછા ઓકસીજનને લઈને મૃત્યું અથવા કાયમનું મગજનું નુકશાન થઈ શકે છે. એક નાની ટયુબ એઓર્ટા અને પલ્મોનરી આર્ટરી વચ્ચે ગોઠવવાનું જે શંટ ઓપરેશન છે તે આવા બાળક માટે જીવન બચાવી શકે છે.
૪. પેસમેકરઃ- જાu માતાને SLE (સીસ્ટમીક લ્યુપસ એરીધોમેટોસીસ) રોગ હોય તો નવજાતના હૃદયની ઈલેકટ્રીક સરકીટ નુકશાન પામી શકે છે. પરિણામે બાળકના હૃદયના બધકારા નોર્મલ ૧ર૦-૧૪૦ ની જગ્યાએ માત્ર ૩૦-૪૦ હોય છે. આવા બાળકને તાત્કાલિક પેસમેકર મૂકવાની જરૂર પડે છે.
ઓપન હાર્ટ સર્જરી
આ ઓપરેશનમાં હાર્ટ લંગમશીનનો ઉપયોગ કરી હૃદયને થોડીવાર સ્થગિત કરવામાં આવે છે. આ સમય દરમિયાન હૃદયની અંદર રહેલ ખામીને ઓપરેશન દ્વારા રીપેર કરવામાં આવે છે.
૧. ઓબ્સ્ટ્રેકટેડ ટોટલ એનોમલસ પલ્મોનરી વીનસ કનેકશન (obstructed T APVC)
ર. ટ્રાન્સપોશન ઓફ ગ્રેટ આર્ટરી (TGA ) આ કંડીશનમાં હૃદયની ધોરી નસ અને ફેફસાંની નસ વિરૂધ્ધ્ ચેમ્બરમાંથી આવે છે. જાu જન્મના બે કે ત્રણ અઠવાડિયામાં ઓપરેશન ન થાય તો ડાબુ હૃદય કમજાuર થાય અને બાળક કાયમી સારા થવાની એક તક ગુમાવે.
૩. ટ્રન્કસ આર્ટરીઓસસઃ(T runcus Arteriosus) હૃદયના આ કંડીશનમાં બંન્ને મહાધમનીઃ એઓર્ટા અને
પલ્મોનરી આર્ટરી એક જ ચેમ્બરમાંથી આવતી હોવાથી ફેફસાંનું પ્રેશર ખૂબ વધારે હોય છે.
૪. હાયપોપ્લાસ્ટીક લેફટ હાર્ટ સીન્ડ્રોમ (HLHS) હૃદયની મુખ્ય ડાબી ચેમ્બર અવિકસીત હોય અને
સાથે મુખ્ય ધમની પણ.
ઉપસંહારઃ-
છેલ્લા થોડા વર્ષોમાં આધુનિક ટેકનોલોજી અને ટ્રેઈન્ડ મેન પાવર ના યોગ્ય સંયોજનથી નવજાત શિશુંના હૃદયના ઓપરેશનો વધુ સલામત બન્યા છે. ત્વરિત નિદાન, અનુભવી ટીમ અને યોગ્ય સમયે સર્જરીના મિલનથી સફળતા મળી શકે છે.