Select Page

એક  દિવસ  એક  ૩૦  વર્ષીય  મહિલા  દર્દી  મને સીમ્સ  હોસ્પિટલ  ખાતે  બતાવવા  માટે આવ્યા.  તેમને  છેલ્લા  ૩  વર્ષથી  સતત ડાયરીઆ  (ઝાડા)ની  ફરીયાદ  હતી અને છેલ્લા  ૬  મહિનાથી  ખુબ  વણસી  ગયેલી સ્થિતિથી  પીડાતી  હતી. તેમને  ભૂખ ઓછી લાગતી  હતી  અને  છેલ્લા  ૬  મહિનામાં  તેમનું  ૩૦  કિ.ગ્રા.  વજન  પણ  ઓછું  થયુ  હતુ. તેમણે  ઘણા  ડોક્ટરોને  બતાવ્યુ  અને સારવાર પણ  કરાવી  પણ  કોઇ  સુધારણા  જણાઇ નહોતી. અહીંયા  સીમ્સ  હોસ્પિટલ  ખાતે  તપાસ  કરતા જણાયુ  કે  તેમના  લોહીના ટકા  પણ  ઓછા થઇ  ગયા  હતા   (Hemoglobin  :  9  gm/dl ESR  :  80  mm/hour)     સોનોગ્રાફી (USG) કરતા જણાયુ કે તેમને તેમને પેટમાં લસિકા ગ્રંથિઓ (Mesenteric  Lymph  Node Enlargement) મોટી થઇ ગયેલ છે.આપછી ૯-૧૨-૨૦૧૩ના રોજ તેમના મોટા આંતરડાની દુરબીનથી  તપાસ (Colonoscopy) કરવામાં  આવી  અને તેમાં જાuવા મળ્યું કે મળદ્વારથી ૫૦ સેમીના અંતરે મોટા આંતરડામાં ચાંદુ પડી ગયુ હતું અને   મોટુ આંતરડુ સંકળાઇ ગય

(Stricture) હતુ  અને  દુરબીન  ત્યાંથી આગળ  પાર  કરી  શકાયુ  ન  હતુ.  આ જગ્યાએથી  પેથોલોજીકલ  તપાસ  માટે બાયોપ્સી  લેવામાં  આવી  અને  તપાસ કરવામાં  આવી. આ તપાસમાં  જાણવા મળ્યું કે  તે  જુનો મરડો અને આંતરડા પર  સોજાu હોવાની  બીમારી  છે  કે  જેને Ulcerative colitis કહેવાય છે. પણ આ સામાન્ય રીતે ઉપસ્થિતિને  લઇને  આંતરડાના  સંકળાયેલા ભાગને  પહોળો  કરી (Colonic  CRE Balloon  Dilation) અને  આખુ  મોટુ આંતરડુ  તપાસ  કરવામાં  આવ્યુ  અને  તેમાં જોવા  મળ્યું  કે  મોટા  આંતરડા  અને  નાના આંતરડાના  જાuડવાની  જગ્યાએ  (Ileocecal Valve) અને નાના આંતરડામાં (Ileum) માં પણ ઘણા બધા ચાંદા પડી ગયેલા હતા. આ  જગ્યાએથી  ઘણી  બધી  બાયોપ્સી (ileocecal  &  cecal) કરવામાં  આવી  અને તેની  તપાસ  ક્ષય  (ટી.બી.)ના  જિવાણુઓ (AFB  Culture) માટે  પણ  કરવામાં  આવી. આમ  આ  તપાસથી  નિદાન  થયુ  કે  દર્દીને આંતરડાનો  ક્ષય  (ટી.બી.)  છે  અને  ટી.બી.ની દવા (AKT)  ચાલુ  કર્યા  પછી  દર્દીને  ઝાડા (ડાયરીયા) બંધ થઇ ગયા અને તેનું વજન પણ  વધવા  માંડ્યુ.  આથી  લાંબા  ગાળાના ડાયરીઆ  (ઝાડા)ના  દર્દીઓને  મોટા આંતરડાની  તપાસ  કરવું  ખુબ  જરૂરી  છે  અને ફેફસાની  જેમ  આંતરડામાં  પણ  ટીબી  થઇ  શકે છે  અને  યોગ્ય  નિદાન  અને  સારવાર  કરવાથી મટી  પણ  શકે  છે.