સારવારનું લક્ષ્યઃ
(એ) દર્દમાં રાહત
(બી) રોજીંદા જીવનમાં પાછા ફરવું
(સી) પુનઃ ઈજાને રોકવી
(ડી) નોનસર્જીકલ સારવારઃ(૧) પીઠની યોગ્ય સંભાળ લેવા માટેનું જ્ઞાન (યોગ્ય ભાર ઉંચકવાની રીત), (૨) આરામ, (૩) દવાઓ દા.ત. એનએસએઆઈડીએસ, મસલ્સ રીલેક્સન્ટ્સ, ઓરલ/આઈવી કોર્ટીકોસ્ટીરોઈડ્સ (૪) કસરત
(ઇ) શસ્ત્રક્રિયાઃ ફક્ત ૧૦ ટકા દર્દીઓને હર્નિયેટ થયેલ ડિસ્કની સારવાર માટે સર્જરી સૂચવવામાં આવે છે . શસ્ત્રક્રિયાનો વિકલ્પ ત્યારે આપવામાં આવે છે જ્યારે દર્દીની ચેતાને ગંભીર નુકસાન થયું હોય કે અતિશય નબળી કે સંવેદનાવિહીન થઈ ગઈ હોય અથવા નોન-સર્જીકલ સારવાર સાથે ૪-૮ અઠવાડિયા પછી પર લક્ષણો ચાલુ રહે.
ડિસ્કોજેનિક પેઈન માટે નિયત (આધુનિક) ડિસ્ક સારવારઃ
- આઈડીઈટી (ઈન્ટ્રાડિસ્કલ ઈલેક્ટ્રોથર્મલ થેરાપી) IDET આઈ ડેટ
-
- ડિસ્કટ્રોડ
- બાયકુપ્લાસ્ટી, બાયએકયુલોપ્લાસ્ટી
- ન્યુક્લીઓપ્લાસ્ટી
- પીઠના દુખાવાની કસરતા
લો બેક પેઈન- ડિસ્ક સંબંધિત સમસ્યાઓ દૂર રાખવાની સરળ પદ્ધતિઓઃ
(એ) વિડીયો ગેમ : અતિશય કોમ્પ્યુટર પર કામથી દૂર રહોઃ કિશોર વયના બાળકો જે સ્ક્રીન-આધારીત નિષ્ક્રીય જીવનશૈલી વિતાવે છે દા.ત. વિડીયો ગેમ રમવી, કોમ્પ્યુટર પર સમય વીતાવવો, ટીવી જાuવું તેમને પીઠનો કે માથનો દુખાવો વધુ થાય છે
(બી) થોડી હળવી કસરતો કરો : અમુક કસરતો તમારો પીઠનો દુખાવો ઘટાડી શકે છે. સ્વીમીંગ કે યોગ આવી હળવી કસરતો છે જે ઓછા બીએમઆઈનો ઉદ્દેશ્ય સિદ્ધ કરવામાં મદદ કરે છે.અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે મધ્યમ કસરતો (૨-૩ કલાક-અઠવાડિયા)થી પીઠનો દુખાવો ૨૦ ટકા જેટલો ઘટે છે.
(સી) ઓફિસમાં વજન: મોટા ભાગના શહેરીજનો તેમનો સમય ડેસ્ક પર કોમ્પ્યુટર સામે વીતાવે છે. જો તમે કામના સ્થળે યોગ્ય અર્ગોનોમિકસ નહીં જાળવો તો તમને પીઠ, ડોક કે ખભાનો દુખાવો થવાની પૂરી શકયતા છે. તમારૂ મોનિટર તમારી એકદમ સામે તમારાથી ૨૦ ઈંચ દૂર હોય તે રીતે રાખો, તમારા માઉસને કીબોર્ડથી નજીક રાખો, તમારા હાથ, કાંડા અને બાજુને સીધા અને ફરશથી બને તેટલાં સમાંતર રાખો, તમારા ખભા આરામદાયક સ્થિતિમાં હોય તે જુઓ, તમારા હાથના ઉપરના ભાગને પ્રાકૃતિક રીતે નીચે ઢળવા દો.
(ડી) સારી ઉંઘ: ટીવી જોતી વખતે કે કામના સ્થળે ડેસ્ક પર બેસતી વખતે જ વ્યક્તિઓ કરોડરજ્જુને યોગ્ય સ્થિતિમાં રાખવું પૂરતું નથી. લોઅર બેક પેઈનને દૂર રાખવા માટે તમારી સૂવાની સ્થિતિ પણ મહત્વપૂર્ણ છે. સૂવાની શ્રેષ્ઠ સ્થિતિ છે કે એક બાજુએ સૂઈ, ઘૂંટણને વળેલા રાખો. તમારા પગની વચ્ચે ઓશીકું ગોઠવો, જેથી સૂતી વખતે તમારો પગ આગળના સરકે જેથી પીઠના નીચેના ભાગમાં વળ આવે. તમારી ડોક ની નીચે નાનું ઓશીકું રાખો જેથી તમારી કરોડરજજુ બને તેટલી જોડાયેલી રહે.
(ઈ) હર્બલ ઉપચાર: સંશોધન દર્શાવે છે કે સોજા દૂર કરવા માટે આદુ જેવા પ્રાકૃતિક ઉપચારની સારી અસરો દુખાવા સાથે સંકળાયેલી છે. ગરમ પાણીમાં તાજા આદુની કાતરીને ઉકાળો અને તેનાથી બનાવેલી ચા પીઓ. કેપ્સાઈસીન (ગરમ ચીલી પેપરમાં આવેલું સક્રિય તત્વ) દુખાવો ઓછો કરવામાં સારા પરિણામ આપ્યા છે. તે ટોપીકલ ક્રીમ અને મોં વાટે લેવાની ગોળીઓ એમ બંને સ્વરૂપે ઉપલબ્ધ છે.
(એફ) ધ્યાન અજમાવો: મન એક અતિ શક્તિશાળી અવયવ છે. જે લોકો શારિરિક રીતે પીડાદાયક સ્થિતિમાં ધ્યાન કરે છે તેઓ દર્દને ખૂબ સારી રીતે દૂર રાખી શકે છે. ધ્યાન ધરવાથી દર્દી તીવ્ર દુખાવા વખતે મનને અન્યત્ર વાળી શકે છે.
(જી) નાની નાની વસ્તુઓ પણ જરૂરી છેઃ તમારી રોજીંદી નાની નાની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. જેમકે વસ્તુઓ કેવી રીતે ઉઠાવવી (હંમેશા ઘૂંટણેથી વળેલા રહો), તમે કેવી રીતે તમારું પર્સ – બેકપેક ઉઠાવો છો (ખાતરી કરો કે તે ખૂબ ભારે ન હોય અને તમારા બેકપેકના પટ્ટા બંને ખભામાં ભરાવો), તમારા સવારના સમયમાં હળવી સ્ટ્રેચિંગની કસરતો ઉમેરો.