જાણો “વેરીકોઝ વેઇન્સ ” અને તેની અધતન સારવાર વિશે
વેરીકોઝ વેઈન્સ એ સૌથી સામાન્ય અને સૌથી વધુ અવગણવામાં આવતી રોગની ભારે સંભાવના સાથેની તબીબી સમસ્યા છે જે લાખો ભારતીયોની જીવનની ગુણવત્તાને અસર છે. નિદાન પદ્ધતિઓમાં તાજેતરના વિકાસ અને આરએફ એબ્લેશન જેવી સારવારકેન્દ્રિત મોડાલિટીઝ સાથે, સીમ્સ હોસ્પિટલ ખાતે અમે સીમ્સ વેરીકોઝ વેઈન્સ પ્રોગ્રામ વિકસાવ્યો છે અને અનેક દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે. અમે ફક્ત અમદાવાદના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના લોકોને વેરીકોઝ વેઈન્સ વિશે માહિતગાર કરવા ઈચ્છીએ છીએ અને લાંબા સમયથી આ સમસ્યાથી પીડાતા દર્દીઓની
સફળ સારવાર કરવામાં અમને સહાય કરવાની વિનંતી કરીએ છીએ.
વેરીકોઝ વેઈન્સ શું છે?
વેરીકોઝ વેઈન્સ ફૂલી ગયેલી નસો છે જે ત્વચામાંથી સ્પષ્ટ દેખાય છે અને ગાંઠવાળી દોરીઓની જેમ ભૂરા કે જાંબલી રંગની દેખાય છે. વેરીકોઝ વેઈન્સ શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે પરંતુ સામાન્ય રીતે તેને પગમાં વધુ જોવામાં આવે છે.
સ્પાઈડર વેઈન્સ શું છે ?
સ્પાઈડર વેઈન્સ વેરીકોઝ વેઈન્સનો હળવો પ્રકાર છે, જે વેરીકોઝ વેઈન્સ કરતા નાની હોય છે અને સનબર્સ્ટ અથવા કરોળિયાના જાળા જેવી દેખાય છે. તે લાલ કે ભૂરા રંગની હોય છે અને ત્વચાની સપાટી નીચે ચહેરા અને પગ પર જોવા
મળે છે.
વેરીકોઝ વેઈન્સ શા કારણે થાય છે ?
મેદસ્વિતા, વંશાનુગત, લાંબા સમય ઉભા રહેવાથી, પૂર્વ ડીવીટી, વગેરે.
વેરીકોઝ વેઈન્સના લક્ષણો કયા છે ?
પગમાં દુખાવો, ખંજવાળ, ત્વચામાં પિગમેન્ટેશન, કોસ્મેટિક ડાઘો, એડેમા, વીનસ અલ્સર.
નિદાન :
વિગતવાર તબીબી તપાસ અને ત્યારબાદ વીનસ ડોપ્લર સ્કેન
સારવાર વિકલ્પોઃ
નોન-સર્જીકલ : કમ્પ્રેશન સ્ટોકિંગ્સ અને માઈક્રોફ્લેવોનોઈડ્સ
સર્જીકલઃ સર્જીકલ સ્ટ્રીપીંગ, ફોમ સ્ક્લેરોથેરાપી, રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન, મલ્ટીપલ હૂક ફ્લેબેક્ટોમીઝ
આરએફ દ્વારા વીનસ ક્લોઝર એબ્લેશનનો ઉપયોગ
એબ્લેશનમાં કેથેટર નામક પાતળી, લવચીક નળી વેરીકોઝ વેઈનમાં દાખલ કરવામાં આવે છે. કેથેટરની ટોચ રેડિયોફ્રીકવન્સી ઉર્જા (ક્લોઝર પ્રોસીજર તરીકે પણ ઓળખાય છે)નો ઉપયોગ કરીને વેરીકોઝ વેઈન્સની દિવાલોને ગરમ કરે છે. અને નસના કોષોનો નાશ કરે છે. એક વાર નાશ થઈ ગયા પછી તે નસ લક્ત લઈ જઈ શકતી નથી, અને તમારા શરીર દ્વારા તેનું શોષણ થઈ જાય છે.
સ્ક્લેરોથેરાપી
સ્પાઈડર અને વેરીકોઝ વેઈન્સ માટે સ્ક્લેરોથેરાપી સૌથી પ્રચલિત સારવાર છે. આ પ્રક્રિયામાં સેલાઈન અથવા રસાયણિક સોલ્યુશનનો ઉપયોગ થાય છે જેને વેરીકોઝ વેઈન્સમાં ઈન્જેક્શન મારફતે મોકલવામાં આવે છે જેનાથી તે સખત થઈ જાય છે અને તેમાં રક્ત ભરાતું નથી. આ નસો દ્વારા સામાન્ય રીતે હૃદયને પહોંચતુ રક્ત અન્ય નસો દ્વારા હૃદય સુધી પહોંચે છે. ઈન્જેક્શન મેળવનાર નસો સમય જતા સંકોચાઈને અદ્રશ્ય થઈ જાય છે. સ્કાર ટીશ્યૂને શરીર દ્વારા શોષી લેવામાં આવે છે.
એમ્બ્યુલેટરી ફ્લેબેક્ટોમી
આ પ્રક્રિયામાં નાના કાપાઓ દ્વારા હૂક પસાર કરવામાં આવે છે અને તે વેઈન સ્ટ્રીપીંગ વગર કે સાથે કરી શકાય છે.