આપણને બધાને એક અથવા બીજા સમયે માથાનો દુખાવો થયો હશે. પરંતુ જો આ માથાનો દુખાવો વારંવાર થતો હોય તો તેના કારણે સંબંધો અને રોજગાર સહિતની દૈનિક જીવનની બધી જ પ્રવૃત્તિઓ પર અસર પડે છે. 

માઈગ્રેઇન એ માથાના દુખાવાનું સૌથી સામાન્ય કારણ છે, જેના માટે એક વ્યક્તિ તબીબી સલાહ લે છે. માથાનો આ દુખાવો સ્વભાવે એપિસોડિક છે, સામાન્ય ર્રીંતે એકપક્ષી છે અને મોટે ભાગે ધબકારા જેવો આવે અને જાય તેવો દુખાવો એ નો ગુણધર્મ છે.

માઈગ્રેઇન લક્ષણોમાં મધ્યમથી તીવ્ર માથાના દુખાવાનો સમાવેશ થાય છે, જે, ઉબકા આવવા, ઉલટી થવી, અથવા દ્રષ્ટિમાં ફેરફાર થવાની સાથે સંકળાયેલ છે. આ માથાના દુખાવા દરમ્યાન, તે વ્યક્તિ પ્રકાશ, અવાજ અથવા કોઈ પણ પ્રકારની ગંધ પ્રત્યે સંવેદનશીલ હોય છે. માઈગ્રેઇન નાં ટ્રિગર્સ દરેક દર્દીમાં અલગ હોય છે અને એક જ દર્દીમાં એક સમયના બનાવના કારણોમાં અને બીજા બનાવના કારણોમાં પણ ફરક હોય શકે છે.

આ માથાના દુખાવાના સામાન્ય ટ્રિગર્સ (કારણો) માં શામેલ છે અનિયમિતરીતે ખાવાની ટેવો, ઉપવાસ, હવામાનમાં ફેરબદલ, ઊંઘનો અભાવ, માનસિક તાણ અને અમુક પ્રકારના ખોરાકો. સંવેદનશીલ વ્યકિતઓમાં, ગરમ અથવા ભેજયુક્ત વાતાવરણએ માઈગ્રેઇન માટે એક સૌથી સામાન્ય જોવા મળતું પરિબળ છે.

પરીક્ષણો: મોટાભાગના માથાના દુખાવાઓ માટે, એક સારા વિગતવાર તબીબી ઇતિહાસ  અને શારીરિક તપાસ સાથે, તમારા ડોક્ટર સમસ્યાનો જવાબ આપશે. તેમ શતા ચિંતાજનક માથાના દુખાવાઓ  ધરાવતા દર્દીઓ માટે મગજની ઇમેજિંગ માટેના પરીક્ષણો લંબર પંચર અથવા રકત પરીક્ષણ જેવા પરીક્ષણો મહત્વપૂર્ણ હોઈ શકે છે.

ઉપચારનું  પ્રથમ પગલું એ છે કે તમારી જીવનશૈલીને સ્વસ્થ બનાવવી. નિયમિત રીતે ખોરાક લેવાની ટેવ અને નિયમિત રીતે ઊંઘવાની ઢબ એ બંને બહુ જરૂરી છે. તમારા પોતાના ટ્રિગર (કારણ) ને ઓળખો.

માઈગ્રેઈન (આધાશીશી) ના તીવ્ર હુમલા દરમ્યાન, એક ઠંડા વાતાવરણ વાળા, અંધકાર વાળા, શાંત  રૂમમાં સૂઈ જાઓ. તીવ્ર માથાના દુખાવાને સમાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ છે એનાલજેસિક્સ (પેરાસીટામોલ / નેપ્રોક્સેન), એન્ટિમેટીક (ઓડાનસેટ્રન) અને / અથવા ટ્રિપ્ટાન્સ (સુમેટ્રિપટન્સ / રિઝેટ્રિપટન્સ). જો માથાનો દુખાવો અવારનવાર થાય છે અથવા દૈનિક પ્રવૃત્તિમાં  તેના કારણે ખલેલ પડે છે, તો આવા દુખાવા માટે નિવારક / અટકાવનાર દવાઓ સૂચવવામાં આવે છે. આ માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ છે બીટા બ્લોકર (પ્રોપેનોલોલ), ટ્રાઇસાયક્લિક એન્ટી-ડિપ્રેસન્ટ્‌સ (એમિટ્રિપટિલિન), એન્ટિએપિલેપ્ટિક્સ (ટોપીરામેટ / વાલ્પ્રોએટ) અને અન્ય દવાઓ.

તમારા માટે યોગ્ય દવા એ પરિબળો પર ર્નિભર રહેશે કે તમને કયા પ્રકારનો માથાનો દુખાવો થાય છે, કેટલી વાર થાય છે અને તે દુખાવો કેટલો ખરાબ છે.

યાદ રાખવા માટેનો સંદેશ : તમારા દિવસને સારી રીતે શેડ્યૂલ કરો,

  • નિયમિત રીતે ભોજન કરો.
  • નિયમિત ઊંઘવાની  ઢબ બહુ જરૂરી છે.
  • કસરત કરો
  • તાપમાન અને હવામાનમાં ભારે ફેરબદલો ટાળો.
  • તમારા માથાના દુખાવાના હુમલાઓને અને તેના ટ્રિગરો (કારણો) પરિબળોને રેકોર્ડ કરો.
  • તમારા ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલ સલાહ મુજબ નિયમિત દવાઓ લો.