આ એક રાસાયણિક પ્રક્રિયા સંબંધી રોગ છે જેમાં દદર્ીના કોષ ગ્લુકોઝનો (એટલે ખાંડ, ગૉળ વગેરે ગળપણથી ભરપૂર તત્ત્વોનો) યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. 

શરીરમાં ગ્લુકોઝનો યોગ્ય ઉપયોગ થઈ એમાંથી ઊર્જા મેળવવા માટે ઇન્સ્યુલિન નામક તત્ત્વ આવશ્યક હોય છે. ડાયાબિટીસ મેલાઇટસ ત્યારે થાય જ્યારે — 

  • શરીરમાં ઇન્સ્યુલિનની કમી અથવા અભાવ હોય. 
  • શરીરના કોષ ઉપર ઇન્સ્યુલિનની અસર ઓછી થતી હોય.

ડાયાબિટીસવાળા દદર્ીને હૃદયનો હુમલો અચાનક અને ‘દુખાવા વગર’ આવે છે. આ ઉપરાંત, ડાયાબિટીસથી હૃદયને એટલી હદે નુકસાન પહોંચે છે કે તેને હૃદયરોગ માટેનું એક ‘‘અતિ જોખમી’’ કારણ જાહેર કરવામાં આવ્યું છે. ડાયબિટીસના બધા જ દદર્ીઓએ તેમના હૃદયમાં કશું અસાધારણ તો નથી ને — તેની તપાસ માટે ઓછામાં ઓછો એક વખત તેમના હૃદયનો કાર્ડિયોગ્રામ અને ઇકોકાર્ડિયોગ્રામ કરાવવો જોઈએ. 

ડાયાબિટીસ મેલાઇટસ કોને થઈ શકે?

અનેક સંશોધનો પછી પણ એ વાત સ્પષ્ટ થતી નથી કે અમુક લોકોને ડાયાબિટીસ થાય છે અને અમુક લોકોને નથી થતો. પણ એ સ્પષ્ટ છે કે આ રોગ મુખ્યત્વે નીચેનાં લક્ષણોવાળા લોકોમાં જોવા મળે છે.

  • જેમના સગાને ડાયાબિટીસ હોય (વારસાગત)
  • વજન વધારે હોય
  • બેઠાડુ જીવન હોય 
  • તણાવયુક્ત જિંદગી જીવતા હોય

ઉપર જણાવેલ લક્ષણો ધરાવતી વ્યક્તિઓમાં ડાયાબિટીસ થવાની શક્યતા વધારે રહે છે.

ડાયાબિટીસ કઈ રીતે મારે છે?

ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર ધીમે ધીમે, વર્ષો જતાં મગજ, હૃદય, આંખ અને મૂત્રપિંડ જેવા મહત્ત્વના અવયવોને ભારે હાનિ પહોંચાડે છે. આને ‘મહત્ત્વના અથવા અંતિમ અવયવની ઈજા’ (ઋત્ત્ઠ્ઠ ગ્ર્દ્રડ્ઢટ્ટત્ત્ ઊંટ્ટત્ર્ટ્ટડ્ઢડ) કહેવામાં આવે છે. 

તમને શું નુકસાન થયું છે તેની તમને ખબર નથી 

ઘણા લોકોને ‘મહત્ત્વના અવયવની ઈજા’ થયા બાદ જ ખબર પડે છે કે એમને આવી ઈજા થઈ છે અને એના કારણે્‌ ઉપરોક્ત બે કાતિલ બીમારીઓમાંથી કોઈ એક અથવા બન્ને હોઈ શકે છે. એ તબક્કે પણ ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરનો ઇલાજ તો થવો જ જોઈએ, પણ તેનાં નિદાન અને ઇલાજ પહેલાં જ થયાં હોત તો ‘અંતિમ અવયવ ઈજા’ ના સર્જાઈ હોત. 

એટલે ‘મહત્ત્વના અવયવની ઈજા’ ના થાય તે માટે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરનું નિદાન અને ઇલાજ વહેલામાં વહેલાં થવાં જોઈએ. 

આ બંને શેતાન હાથમાં હાથ નાંખીને ક્યારેક દદર્ી ઉપર એક સાથે હુમલો કરે છે અને તેનું જીવન ટૂંકાવી નાંખે છે. ડાયાબિટીસ બધા જ અવયવો ઉપર અસર કરે છે, પણ એ હૃદય ઉપર એટલી ખતરનાક હદે વિપરીત અસર કરે છે કે દુનિયાભરમાં હૃદયરોગ નિષ્ણાતો ડાયાબિટીસને હૃદયરોગ માટેનું એક અતિ જોખમી કારણ માને છે. 

ડાયાબિટીસના પેશન્ટમાં હૃદયરોગનાં લક્ષણો

ડાયાબિટીસના દદર્ીઓને એક વધારાની સમસ્યા નડે છે, જેમાં ‘સાયલન્ટ એન્જાયના’ અથવા ‘શાંત હૃદયરોગના હુમલા’ થાય છે. ‘શાંત’, કારણ કે એન્જાયના અથવા હૃદયરોગનો હુમલો થોડાંક જ લક્ષણો સાથે અથવા કોઈ પણ લક્ષણ વગર આવે છે. દદર્ી અને તેના સગાઓને ખબર પડતી નથી કે છાતીના દુખાવામાં લક્ષણો ભલે સામાન્ય હોય પણ હૃદયરોગનો હુમલો મોટો હોઈ શકે અને એ જીવલેણ થઈ શકે. એટલે ડાયાબિટીસના દદર્ીઓએ છાતીના સામાન્ય દુુુખાવાની પણ સંપૂર્ણ ચકાસણી કરાવવી જરૂરી છે તેમજ દર વર્ષે એક વખત હૃદયની સામાન્ય તપાસો (દાખલા કરીકે ઇ.સી.જી., ઇકોકાર્ડિયોગ્રામ વગેરે) કરાવી લેવા જરૂરી છે. 

નિદાન

ડાયાબિટીસનું નિદાન લોહીમાંની સુગર (ઙઉંચ્ઇંઙટ્ટત્ત્ઠ્ઠથ્ત્ર્  ઉંત્થ્થ્ઠ્ઠ ચ્દ્ધડ્ઢટ્ટદ્ર)નું પ્રમાણ તપાસી કરવામાં આવે છે. લોહીમાં સુગરનું પ્રમાણ બે કે તેથી વધુ વાર વધારે આવે તો ડાયાબિટીસ માટેની સારવાર શરૂ કરવી જોઈએ.

સારવાર

તમારું વજન વધારે હોય તો તેને ઘટાડો, ખોરાકમાં ગળપણ (ખાંડ, મીઠાઈ) ઓછું વાપરો, શારીરિક કસરતો કરો (ચાલવાનું શરૂ કરો). પ્રાથમિક હેતુ લોહીમાંની સુગરનું પ્રમાણ સ્વીકાર્ય મર્યાદા સુધી લઈ આવવાનો છે. બીજો હેતુ છે મહત્ત્વના અવયવની ડાયાબિટીસથી થતી ઈજાને નિવારવી. મહત્ત્વના અવયવો એટલે હૃદય, કિડની, આંખો, જ્ઞાનતંતુઓ વગેરે મહત્ત્વના અવયવની ઈજાને નિવારવા સર્વપ્રથમ લોહીમાંની સુગરને આવશ્યક મર્યાદામાં રાખવી, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન તેમજ પરેજી વડે કરવામાં આવતી સારવાર સાથે મહત્ત્વના અવયવની ઈજાને રોકવાની ખાસ દવાઓ પણ વાપરવી જરૂરી છે.  

હું મારી જાતની સંભાળ કેવી રીતે લઈ શકું?

ડૉક્ટર દ્વારા સૂચવાયેલ સારવાર યોજનાને અનુસરો. વધુમાં 

  • ચરબી, કોલેસ્ટરોલ તમારા આહારમાં ઘટાડો.
  • તણાવ દૂર કરવા પ્રાણાયામ અને શવાસન શીખો.
  • તમારા ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત કસરતો કરો.

 નિયમિતરૂપે તમારા સુગરની તપાસ કરતા રહો. તમારી ભૂખ્યા પેટની લોહીની સુગર ૧૦૦ મિ.ગ્રા. કરતાં ઓછી અને જમ્યા પછીના બે કલાક પછીની લોહીની સુગર ૧૪૦ મિ.ગ્રા. કરતાં ઓછી રાખવી જરૂરી છે.