છૂપો કાતિલ નં. ૧ – હાઇ બી.પી.વજનથી કઈ રીતે અસર પામે છે?

બ્લડપ્રેશર માટે સૌથી મહત્ત્વનું કારણ વધુ પડતું વજન છે. વધુ પડતું વજન હૃદય અને ફેફસાં પર ભાર મૂકે છે અને વધુ કાર્ય કરવા દબાણ કરે છે. શરીરમાં મીઠું કે પાણીનો ભરાવો થવાથી (દ્વટ્ટદ્દડદ્ર દ્રડદ્દડત્ત્દ્દણ્થ્ત્ત્, જે સામાન્ય રીતે મીઠું વધુ ખાવાથી થાય છે) બ્લડ પ્રેશર વધે છે. 

કઈ રીતે મારે છે?

લોહીનું દબાણ સતત ઊંચું રહેવાથી હૃદય પર ભાર પડે છે, તેથી તે પહોળું થતું જાય છે અને તેની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. જો મગજ, આંખ અને કિડની જેવા મહત્ત્વના અવયવોને ઊંચા દબાણથી લોહી મળે તો ધીમે-ધીમે તેમને ઈજા પહોંચે છે, અને તેના કારણે ગંભીર બીમારી થઈ શકે છે. 

નિદાન 

કોને હાઈ બી.પી. છે અને તે બાબતમાં શું કરવું જોઈએ, તે 

ખ્ર્ણૂણૂન્દ્ધખ્ણૂણૂ ્‌ણૂદ્ધદ્મખ્ણૂણૂ કોષ્ટકમાં દર્શાવ્યું છે. યાદ રાખો કે એક-બે વખત લોહીના દબાણનું માપ ઊંચું આવવાથી તમે બી.પી.ના દદર્ી સાબિત નથી થતા. સારવાર શરૂ કરતાં પહેલાં લોહીનું દબાણ વારંવાર વધારે આવે છે કે નહીં તે જોવું જોઈએ.

તમારું લોહીનું દબાણ માપવામાં આવે તે પહેલાં થોડો આરામ કરી લેવો જરૂરી છે. 

સારવાર 

તમારું વજન વધારે હોય તો તેને ઘટાડો અને ખોરાકમાં મીઠું ઓછું વાપરો. સારવારનો પ્રાથમિક હેતુ લોહીના દબાણને સ્વીકાર્ય મર્યાદા સુધી લઈ આવવાનો છે. બીજો હેતુ છે મહત્ત્વના અવયવની હાઈ બી.પી.થી થતી ઈજાને નિવારવી. મહત્ત્વના અવયવ એટલે હૃદય, મગજ, કિડની, આંખોે વગેરે. 

મહત્ત્વના અવયવની ઈજાને નિવારવા સર્વપ્રથમ લોહીનું દબાણ ઓછું કરવું આવશ્યક હોય છે, જે દવા તેમજ પરેજી વડે કરવામાં આવે છે. તેની સાથે મહત્ત્વના અવયવની ઈજાને રોકવાની ખાસ દવાઓ પણ વાપરવી જરૂરી છે. 

હાઈ બી.પી. માટે ઘણા પ્રકારની દવાઓ મળે છે. મોટા ભાગે હાઈ બી.પી.ની દવા આજીવન લેવી પડે છે. આ દવાઓની આડઅસર નજીવી હોય છેે. મહેરબાની કરીને હાઈ બી.પી. માટેની દવાઓ તમારી જાતે ન લેવી અને તમારા ડૉક્ટરને પૂછ્યા સિવાય દવાનો ડોઝ ન બદલવો તેમજ દવા અચાનક બંધ ન કરી દેવી. 

વજન ઘટાડવાથી બી.પી. ઘટે?

જો તમારું વજન વધુ હોય તો આહારની ટેવો બદલી ૫ થી ૧૦ કિ.ગ્રામ જેટલું આદર્શ વજન ઓછું કરીને પણ તમારા બ્લડપ્રેશરને ઓછું કરાય. તમારા આહારમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખો. નિયમિત, યોગ્ય માત્રામાં કસરત તમને વજન ઘટાડવામાં મદદ કરશે. 


હું મારી જાતની સંભાળ કેવી રીતે લઇ શકું?

તમારા ડૉક્ટર દ્વારા સૂચવાયેલ સારવાર યોજનાને અનુસરો. વધુમાં,

            ધૂમ્રપાન તથા તમાકુનું સેવન ના કરો.

            તમારા આહારમાં મીઠું, ચરબી અને કોલેસ્ટેરોલ ઘટાડો.

            પ્રાણાયામ અને શવાસનની રીતો તણાવ દૂર કરવા શીખો. 

            તમારા ડૉક્ટરની સૂચનાઓ મુજબ નિયમિત કસરત કરો.

            તમારા ડૉક્ટર પાસે નિયમિતપણે બ્લડપ્રેશર ચકાસવા જાઓ. ઘરમાં બ્લડપ્રેશર માપવાનું યંત્ર વસાવી લેવું જોઈએ.

હું હાઇ-બ્લડપ્રેશર કેવી રીતે રોકી શકું?

હાઇ-બ્લડપ્રેશર રોકવા, તમે :

            આદર્શ વજન જાળવો

            નિયમિત કસરત કરો

            સ્વસ્થ તંદુરસ્તી જાળવવા તમાકુનું વ્યસન અને ધૂમ્રપાન બંધ કરો. તમે લેતાં આલ્કોહોલની માત્રા ઘટાડો.

શું તમારું લોહીનું દબાણ ઓછું થઈ શકે?

ક્યારેક તમારું લોહીનું દબાણ ૧૨૦/૮૦થી નીચે પણ જઈ શકે જેમ કે ૯૦/૬૦. સામાન્ય રીતે તેમાં ચિંતા માટે કોઈ કારણ હોતું નથી. પણ જો તમને ચક્કર અથવા અંધારાં આવે તો તમારા ડૉક્ટર પાસે જવું જોઈએ.