CIMS Hospital is listed in the top 5 medical news for the year 2016 by Nav Gujarat Samay.
We thank all our patients for their continued trust in us.
નવ ગુજરાત સમય દ્વારા સિમ્સ હોસ્પિટલ વર્ષ 2016 માટે ટોપના 5 મેડિકલ ન્યૂઝ ની યાદી માં શામેલ કરાયું છે.
અમે અમારા બધા દર્દીઓના સતત વિશ્વાસ માટે તેઓના આભારી છીએ.
ગુજરાત અત્યાર સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ માં અગ્રેસર હતું પણ, હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે પણ અગર વધે એવી આશા જન્મી છે. 19મી ડિસેમ્બરે ગુજરાત માં સૌ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા માં આવ્યું હતું. અમદાવાદની સિમ્સ હોસ્પિટલ ના ડોક્ટરો ની ટીમ એ ભાવનગર પહોંચી ગ્રીન કોરિડોર બનાવ્યો અને ફક્ત 82 મિનિટ ની અંદર પ્રોક્યોર કરેલા હાર્ટ ને અમદાવાદ લાવ્યા અને હાર્ટ ફેઈલ દર્દી ને ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. અત્યાર સુધી બ્રેઈન ડેડ દર્દીઓના હાર્ટ ને ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ મોકલવા પડતા હતા. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ને ગુજરાત માં મંજૂરી મળતા હવે દર્દીઓને ઘર આંગણે સારવાર મળી શકશે. ભાવનગર ના સિહોર તાલુકા ના 37 વર્ષીય મુસ્લિમ મોહમ્મદ ને 17મી ડિસેમ્બરે ઇશ્વરીયા ગામે અકસ્માત નડ્યો હતો. તેમને ભાનગરની એક હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર્સે તેને બ્રેન ડેડ જાહેર કર્યો હતો. તેમના પરિવારે અંગ દાન કરતા આસિફ નું હાર્ટ જામનગરના 49 વર્ષીય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
www.cims.org