કોવિડ
૧૯  શું છે ?

કોવિડ-૧૯ કોરોના વાઈરસથી થતી  એક નવી  બિમારી  છે જે શ્વાસ અને ફેફસાને અસર કરે છે. તાવ  આવવો, શ્વાસ લેવામાં તકલીફ, ઉલ્ટી, ઝાડા, તેના  લક્ષણો છે.

કોવિડ૧૯ સગર્ભા માતાને કેવી રીતે અસર કરે છે ?

અત્યાર  સુધીના  રીસર્ચ  પરથી    તારણ  કાઢવામાં આવ્યુ છે કે પ્રેગનન્સીના  કારણે  ગંભીર બિમારીનું  જોખમ  સામાન્ય  (Non Pregnant) વ્યક્તિ કરતાં વધારે નથી.

કોવિડ૧૯  ગર્ભસ્થ  શિશું  (પેટમાં  રહેલું  બાળક-Fetus) ને કેવી રીતે અસર કરે છે ? 

ગર્ભાવસ્થા  દરમ્યાન  માતાથી  Fetus ને  કોરોના  સંક્રમણ  થવાની શકયતા  નહિવત  છે.    વિશે  કેસ  સ્ટડી  કરવાથી  વધારે  માહિતી મળી શકે.

કોવિડ૧૯ થી બચવા માટે શું કરવું જોઈએ ?

વારંવાર  હાથ  ધોવો,  ગરમ  પાણીથી  કોગળા  કરવા  (મીઠુ  કે હળદર), ગરમપાણી   પીવુ ,  સામાજિક  અંતર  જાળવો ,રોગપ્રતિકારક  શક્તિ  વધે  તેવો  ખોરાક  ખાવો, મોં – નાક  ને સ્પર્શ કરવાનું ટાળો.

કોવિડ૧૯ ના  કારણે ડોકટરની વિઝીટમાં  કોઈ ફેરફાર કરવો જોઈએ ?

 ચેપ  લાગવાની  શકયતાને  ઘટાડવા  માટે,  તમારા  ગાયનેકોલોજીસ્ટ સાથે  ચર્ચા  કરીને  વિઝીટ  ઘટાડવી  જોઈએ.  જરૂર  લાગે  તો ટેલીમેડીસીન (Video- Calling) દ્વારા ડોકટર સાથે ચર્ચા કરો. ICMR  ની  ગાઈડલાઈન  પ્રમાણે  ૧ર,ર૦,ર૮  અને  ૩૬  અઠવાડિયે  ( ૩,પ,૭,૯  મા  મહિને)  બતાવા  જવું.    સિવાય  ઈમરજન્સી  વગર ધરની બહાર નીકળવું નહી.

 

 

 

 

ડોકટરની વિઝીટ  વખતે શું ધ્યાન રાખવું ?

  • જો તમને  તાવ,ઉધરસ,ગળામાં  દુખાવો,  શ્વાસ  લેવામાં  તકલીફ હોય તો  ધરની બહાર નીકળવાનું ટાળો.
  • કોવિડ-૧૯  અસરગ્રસ્ત  વિસ્તારોની  મુસાફરી  કરી  હોય,  છેલ્લા ૧પ  દિવસમાં  કોવિડ-૧૯  હકારાત્મક  સંપર્કમાં  આવ્યા હોય,  હોટ સ્પોટ  અથવા  કલસ્ટર  વિસ્તારમાં    રહેતા  હોય  તો  હોસ્પિટલ જવાનું ટાળો.
  • કૃપા કરી તમારૂ  આધારકાર્ડ સાથે રાખો.
  • કૃપા કરીને તમારી  પોતાની  પાણીની  બોટલ પણ  સાથે રાખો.
  • કૃપા  કરીને  પેશન્ટ  સાથે  એક    વ્યકિત    જવું(કૃપા  કરીને બાળકો ને સાથે લઈ જશો નહી)
  • હંમેશાં  માસ્કથી  નાક  અને  મોઢાને  સંપૂર્ણ  ઢંકાય  તે  રીતે પહેરો(હોસ્પિટલમાં  માસ્ક પહેરીને  જ જવું)
  • તમારી  ફાઈલ સાથે લઈ જાવ.
  • તમે  કેન્દ્રમાં પ્રવેશતા જ સાબુ અથવા સેનિટાઈઝરથી હાથ ધોવા.
  • શકય  હોય  તેટલું  અને  ફકત  જયારે  પૂછવામાં  આવે  ત્યારે  જ બોલો.
  • અન્ય વ્યકિતથી  ઓછામાં ઓછું એક મીટરનું અંતર જાળવો.
  • સોનોગ્રાફી  રૂમમાં  પેશન્ટ  સાથેની  કોઈ  વ્યકિતને  પ્રવેશવા  માટે આગ્રહ કરવો  નહી.
  • પેમેન્ટ  કરવા  માટે  કાર્ડ  ચૂકવણી  /  ડિજિટલ  ટ્રાન્ઝેકશન  નો ઉપયોગ કરો
  • ડોકટરને  પુછવા  માટે  પ્રશ્નો  એક  ચિઠ્ઠીમાં  લખી  રાખવા,  જેથી સમય ઓછો લાગે.

શું  મારી  ડિલીવરી  ના  સમય  અથવા પ્લાનમાં  કોઈ  ફેરફાર કરવો જરૂરી છે ?

કોરોના મહામારી ને કારણે મોટા ભાગના કેસમાં ડિલીવરીનો સમય (કેટલા મહિને)  અને  પધ્ધતિ  ચનોર્મલ  અથવા  સીએસ  (cs)  માં કોઈ ફેરફાર કરવાની  જરૂર નથી.

કોવિડ૧૯  ના  સમયમાં,  મારા  નવજાત  શિશુને  સ્તનપાન કરાવી શકું ?

અત્યાર સુધી,  આ વાઈરસ,  સ્તન ના  દૂધમાં  જોવા નથી  મળ્યો.  જો તમને  કોરોના બિમારી  ના લક્ષણો ન હોય તો તમે સ્તનપાન કરાવો તે  હિતાવહ  છે.

« of 56 »