કોરોનરી બ્લોકેજ માટે ની અદ્યતન સારવાર – શોકવેવ ઇન્ટ્રાવાસ્ક્યુલર લિથોટ્રિપ્સી
શૉકવેવ ઈનટ્રાવાસ્ક્યુલર લિથોટ્રીપ્સી એ રક્તવાહિનીઓમાં જમા થયેલા પડકારજનક કેલ્સિયમ યુક્ત બ્લોક માટે ની અદ્યતન સારવાર છે. શૉકવેવ ઈનટ્રાવાસ્ક્યુલર લિથોટ્રીપ્સી માં એકોસ્ટીક સોનિક વેવ્ઝનો ઉપયોગ કરાય છે અને રક્તવાહીનીઓમાં જમા થયેલા કેલ્સીયમ યુક્ત બ્લોક ને તોડી પાડવામાં આવે છે. બલૂનની પરંપરાગત એન્જીઓપ્લાસ્ટી પધ્ધતિ નિષ્ફળ જાય એવા દર્દીઓ માં આ નવતર પદ્ધતિ લાભદાયી અને સફળ થાય છે. લાંબા સમય થી રકતવાહીનીઓમાં રહેલા બ્લોક માં કેલ્સીયમ વર્ષો કે દાયકા સુધી જામેલુ રહેતુ હોય છે, જેમાં પરંપરાગત બલૂન કેલ્સીયમ ને દૂર કરવામાં નિષ્ફળ જાય છે અને તેના કારણે એન્જીયોપ્લાસ્ટીમાં સંતોષ થાય નહી તેવાં પરિણામો પ્રાપ્ત થાય છે. શૉકવેવ પ્રોસીજરની શોધને કારણે સખત જામેલા આકરા કેલ્સિયમની જટીલ સ્થિતિને ખુબજ સરળતાથી હલ કરી શકાય છે. અને પરફોરેશન/ ડીસેક્શન સહિતની વિપરિત સ્થિતિ સર્જાવાની ખૂબ ઓછી સંભાવના રહે છે.
સિમ્સ હૉસ્પિટલની કાર્ડિયોલોજી સ્પેશ્યાલિસ્ટની ટીમએ આ અત્યંત નવતર પ્રકારની પ્રોસીજર કરવામાં સફળતા હાંસલ કરી છે. આ પ્રોસીજરમાં સિસ્ટમના કોન્સોલ સાથે જોડાયેલા અનોખા પલ્સ જનરેટરનો ઉપયોગ કરીને માત્ર ૩૦ થી ૪૦ સેકન્ડ સુધી શૉકવેવનુ નિયમન કરવામાં આવે છે. આ સલામત ડિવાઈસ વડે થોડોક સમય બટન દબાવીને જામેલા કેલ્સિયમની પડકારયુક્ત સ્થિતિની સારવાર કરવામાં આવે છે.
શોકવેવ ઇન્ટ્રાવાસ્ક્યુલર લિથોટ્રિપ્સી ની પ્રક્રિયાઃ
સ્ટેપ–૧
આઇવીએલ કેથેટરને 0.014″ વાયર ઉપર કેલ્સિફાઇડ બ્લોક પર પ્રસ્થાપિત કરવામાં આવે છે અને બલૂનને 4 ATM સુધી વિસ્તૃત કરવામાં આવે છે.
સ્ટેપ–૨
ઇમિટર્સમાંથી ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ, ફુગ્ગાની અંદરના પ્રવાહીને બાષ્પીભવન કરે છે, જે ઝડપથી વિસ્તરતો અને તૂટી પડતો બબલ બનાવે છે જે સોનિક પ્રેશર વેવ્સ ઉત્પન્ન કરે છે.
સ્ટેપ–૩
તરંગો એક સ્થાનિક ક્ષેત્રની અસર બનાવે છે જે નરમ વેસ્ક્યુલર પેશીઓમાંથી પ્રવાસ કરે છે, અને તે હૃદય ની નળી ની દિવાલની અંદરના કેલ્શિયમને તોડે છે.
સ્ટેપ–૪
કેલ્શિયમને તોડી ને નરમ કર્યા પછી, બલૂન અને સ્ટેન્ટ ના ઉપયોગ દ્વારા હૃદય ની નળી ના બ્લોક ને સંપૂર્ણ પણે દૂર કરવામાં આવે છે.