કેન્સર એટલે કેન્સલ – સાચું નથી

આપણે અત્યારે ચારેબાજુ કેન્સરના ઢગલાબંધ કેસોને જોઇએ છીએ ત્યારે વિચાર આવે છે કે આનું કારણ શું ? કેમ કેન્સરના કેસોનો એકાએક વધારો થયો. આ માટે આપણે આપણી જાતને પૂછવું પડશે કે કેમ એકાએક કેન્સરના કેસો વધવા માંડ્યા છે.

આપણી બદલાતી જીવનશૈલી મહદ્‌અંશે કારણભૂત છે. વધેલો વ્યસનોનો વ્યાપ પણ એટલો જ જવાબદાર છે. આ સાથે સામાન્ય માણસની જાગૃતી, પ્રચાર માધ્યમોનો ફાળો પણ મહત્વનો છે.

આ કેન્સર એટલે શું ?

સામાન્ય સમજણ આપવી હોયતો એવું કહેવાય કે કેન્સર એટલે સામાન્ય કોષોનું અસામાન્ય અને અનિયંત્રીત વિભાજન. 

પહેલાના જમાનામાં એમ કહેવાતુ કે કેન્સર એટલે કેન્સલ પણ આધુનિક વિજ્ઞાન અને અદ્યતન સારવાર પધ્ધતિના કારણે હવે કેન્સર એટલે કેન્સલ નથી. શરૂઆતના તબક્કામાં જો નિદાન થાય અને યોગ્ય ઉપચાર કરવામાં આવે તો કેન્સર મટી શકે છે.

કેન્સરની મુખ્ય ત્રણ સારવાર પધ્ધતિઓ છે

(૧) શસ્ત્રક્રિયાથી કેન્સરગ્રસ્ત ગાંઠને નાબૂદ કરવામાં આવે છે.

(૨) કીમોથેરાપીની પધ્ધતિથી કેન્સરગ્રસ્ત કોષોને નાબૂદ કરવામાં આવે છે.

(૩) રેડીયોથેરાપીથી કેન્સરને નાબૂદ કરાય છે.

જ્યાં શક્ય હોય ત્યાં ઓપરેશન દ્વારા કેન્સરનો ઉપચાર કરવામાં આવે છે અને અમુક સંજોગોમાં કેન્સરના પ્રકાર અને સ્ટેજ પ્રમાણે કીમોથેરાપી અને રેડીયોથેરાપીની મદદ લેવી પડે છે. 

આ સાથે ફક્ત એક ઉદાહરણ આપીશ જેમાં આગળના તબક્કાનું કેન્સર પણ સંપૂર્ણ સારવારથી મટી શક્યું છે. 

પ્રકાશભાઇ, ઉંમર વર્ષ ૬૦, જ્યારે પ્રથમવાર મારી પાસે આવ્યા ત્યારે તેમેન ઝાડા વાટે લોહી જવાની ફરીયાદ હતી સાથે પેશાબની પણ તકલીફ હતી. તેમની ફરીયાદના આધારે યોગ્ય જાતતપાસ, સીટી સ્કેન અને બાયોપ્સીથી નક્કી કર્યું કે તેમને મોટા આંતરડાનું કેન્સર છે જે અત્યારના તબક્કે ઓપરેશનથી મટી શકે તેમ નથી. યોગ્ય તપાસના અંતે નક્કી કર્યું કે પ્રકાશભાઇને ર્દ્ગીટ્ઠઙ્ઘદ્ઘેદૃટ્ઠહં ઝ્રરીર્દ્બંરીટ્ઠિઅ આપવી જોઇએ તે પ્રમાણે નિષ્ણાંત તબીબ મિત્ર પાસે કીમોથેરાપીના કોર્સ કરાવ્યા અને જ્યારે કેન્સરગ્રસ્ત ગાંઠ ઓપરેશન માટે યોગ્ય લાગી ત્યારે ઓપરેશન દ્વારા મોટા આંતરડાની સાથે પેશાબની કોથળીનો થોડો ભાગ પણ કાઢવામાં આવ્યો. આંતરડાને ફરીથી જોડવામાં આવ્યુ અને પેશાબની કોથળીને પણ સાંધી દેવામાં આવી.

દર્દીને ૧૫ દિવસ સુધી પેશાબની નળી રાખવામાં આવી. ૧૫ દિવસ પછી દર્દી સંપૂર્ણ સાજો થઇને ઘરે ગયો. આ પછી તેમની અધુરી સારવાર કીમોથેરાપી અને રેડીયોથેરાબીથી પૂર્ણ કરવામાં આવી. 

એટલે કહેવાનું તાત્પર્ય એટલું કે કેન્સર થી નિરાશ થવાની જરૂર નથી. કોઇપણ તબક્કામાં યોગ્ય અને સમયસરની સારવારથી કેન્સર એટલે કેન્સલ એ બિલકુલ સાચુ નથી. આ સાથે દર્દીના ઓપરેશન દરમ્યાનના ફોટોગ્રાફ આપની સમજણ માટે મુકેલ છે. કેન્સરનું નિદાન જેટલું વહેલુ એટલી કેન્સરની મટવાની શક્યતાઓ વધારે છે.