ધ્યાન : તબીબી વિજ્ઞાનની દ્રષ્ટીએ

ધ્યાન દરમિયાન વ્યકિતના શરીર તથા મનની જુદી જુદી પ્રણાલીઓ જેવી કે અંતઃસ્ત્રાવી,  યાપચય,શ્વસનતંત્ર, રૂધિરાભિસરણતંત્ર, જ્ઞાનતંતુઓ,ચેતાતંત્ર વગેરે પર ધનિષ્ઠ અસરો પડે છે. લોહીના વિવિઘ પરીક્ષણો તથા ECG, EEG, MRI, rCBF, SPECT વગેરે જેવી અધ્યતન ટેકનોલોજીથી નીચેના મુદ્દા જાણવા મળ્યા છે. 

 • વાસોપ્રેસીન, ગાબા, સીરોટોનીન, ડોપામીન જેવા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વઘે છે. સ્ટિરોઈડ, એડ્રીનાલીન, નોર એડ્રીનાલીન જેવા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ધટે છે.
 • ચયાપચયની પ્રક્રિયાઓ ખૂબ ધીમી પડે છે.આથી શરીરની ઓકિસજન અને ખોરાક માટેની જરૂરીયાત ધટે છે.
 • શ્વાસ અને નાડી ધીમાં પડે છે. હૃદય અને ફેફસાંને ઓછું કામ કરવુ પડે છે.
 • મનની અંદર આલ્ફા અને થીટા તરંગો જન્મે છે. તે મનની શાંત તથા સજાગ અવસ્થા ના દ્યેાતક છે.
 • ઉચ્ચ વિચારો, એકાગ્રતા અને શાંતિ (સાત્વિકતા) માટે કાર્યરત મનના આગળના ભાગમાં લોહીનો પ્રવાહ વધે છે. જયારે સાંસરિક (રાજસ્‌તમસ્‌) વ્યવહારો માટે જવાબદાર એવા મનના બંને બાજુના ભાગમાં લોહીનો પ્રવાહ ધટે છે.
 • ચેતાતંત્રના જે ભાગ પર આપણો કાબૂ નથી, ત્યાં પણ આપણો કાબૂ આવે છે. તાણ જન્માવનારી Sympathetic Nervous System ની સક્રિયતા ધટે છે અને માનવીને શાંતસ્વસ્થ બનવામાં મદદ કરતી Parasympathetic Nervous System વધારે સક્રિય બને છે.

યોગ અને ધ્યાન : તબીબી ફાયદા

યોગ અને ધ્યાનથી નીચેની માંદગીઓમાં ફાયદો થયાના તારણો જુદા જુદા સુશોધનો દ્વારા તબીબી જગત પાસે છે.અમુક માંદગીમાં સંપૂર્ણ તથા અનેક માંદગીમાં અંશતઃ સુધારો થયાના આધાર છે, આમ થવાથી શકય છે કે દવાઓની જરૂરતમાં ધટાડો થાય.

 • હૃદયની બિમારીઓ : લોહીનું ઉંચુ દબાણ, હૃદયશૂળ, હૃદયરોગનો હુમલો
 • શ્વસનતંત્રની બિમારી : દમ
 • પેટ અને આંતરડાના રોગો : છાતીમાં /પેટમાં બળતરા (હાઈપર એસિડીટિ), ઝાડા,કબજિયાત 
 • માનસિક બિમારીઓઃ માઈગ્રેન, તણાવ, હતાશા અને વ્યાકુળતા (Tension, Depression, Anxiety)
 • સ્ત્રીઓના પ્રશ્નો : કુમારિકામાં માસિકસ્ત્રાવ ની શરૂઆત વખતે થતા પ્રશ્નો, મેનોપોઝ વખતે અને પછી થતા પ્રશ્નો
 • એલર્જી અને ચામડી ના પ્રશ્નો
 • સ્નાયુ અને હાડકાના પ્રશ્નો, વા યોગ અને ધ્યાનનો સૌથી વધારે ફાયદો કશી બિમારી ધરાવતી વ્યકિતને થાય છે, આજીવન સ્વસ્થ રહેવામાં યોગ અને ધ્યાનથી ખૂબ મદદ મળે છે. અમેરિકન હાર્ટ એસોસિયેશન (AHA), નેશનલ હાર્ટ, લંગ એન્ડ બ્લડ ઈન્સિટયુટ(NHLBI-USA), અમેરિકન પેઈન સોસાયટી, જનરલ ઓફ પેઈન, એસોસિયેશન ઓફ સ્લિપ સોસાયટીસ, અમેરિકન જર્નલ ઓફ હાઈપરટેન્સન, કેનેડિયન સેન્ટર ફોર એડિકશન એન્ડ મેન્ટલ હેલ્થ, જર્નલ ઓફ સાયકોન્યૂરોએન્ડોક્રાઈનોલોજી, અમેરિકન જર્નલ ઓફ કાર્ડિયોલોજી, જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશન, જર્નલ ઓફ પર્સનાલીટી એન્ડ સોશિયલ સાયકોલોજી, જહોન હોપકિન્સ મેડિકલ સેન્ટર વગેરે જેવી વિશ્વભરની અનેક ખ્યાતનામ તબીબી સંસ્થાઓ અને પ્રકાશનોએ યોગધ્યાનના ફાયદાઓ સ્વીકારીને પ્રમાણિત રીતે રજૂ કરેલા છે.

યોગ અને ધ્યાન : દૈનિક જીવનમાં ફાયદા

માનવીને સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ થાય તેવા અસંખ્ય ફાયદાઓ નિયમિતપણે યોગધ્યાનનો અભ્યાસ કરવાથી મળે છે.

 • માનસિકશારીરિક સ્વાસ્થ્યની સાથે ભાવાત્મક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ સારૂ થાય છે. માનવીના IQ, EQ અને SQ માં સુધારો થાય છે.
 • ગુસ્સો, શંકા, ભય, ચીડિયાપણું, ઈર્ષા, હતાશા જેવી નકારાત્મક લાગણીઓ ઉપર કાબૂ આવે છે.
 • પ્રેમ, કરૂણા, સહનશીલતા, ક્ષમાભાવના, સાદગી, નિર્મળતા જેવી હકારાત્મક બાબતોનો જીવનમાં વિકાસ થાય છે.
 • તાણ ધટે છે અને એકાગ્રતા તથા સૂક્ષ્મતા વધે છે.
 • વ્યકિત Reactive માંથી Proactive બને છે.
 • વ્યકિતને પોતે જે વ્યવસાયકામ કરતો હોય ત્યાં વધારે ખુશીનો અનુભવ થાય છે. તેનું કાર્ય દીપી ઉઠે છે.
 • માનવીય સબંધો વધારે પ્રેમ અને સુમેળભર્યા બને છે.
 • જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય છે.
 • માનવી પોતાના શરીર અને મન પર વધારે કાબૂ ધરાવતો થાય છે.
 • અંદરથી શાંતિ તથા આનંદનો અનુભવ થાય છે.

લખતાં અંત આવે એટલા અને એવા ફાયદા ધ્યાનથી થાય છે.

બે સ્ટેશનો વચ્ચે થતી ટ્રેન યાત્રા જેવું આપણું જીવન છે. આપણે સહુ જન્મ નામના સ્ટેશનથી ટ્રેનમાં બેસીએ છીએ અને મૃત્યુ નામના સ્ટેશન પર ઉતરી પડીએ છીએ. આવા સીમિત જીવનમાં અસીમિત ઉંચાઈએ પહોચવા યોગ અને ધ્યાન ની ખૂબ આવશ્યકતા છે.