એકયુટ એઓર્ટીક ડિસેકશન જેવી ગંભીર બીમારીનો સીમ્સના ડોકટરો દ્વારા ઈલાજ
૬પ વર્ષના એક દર્દીને રાજકોટમાં અચાનક છાતીમાં, પીઠમાં અને પેટમાં દુઃખાવો ઉપડે છે. સર્જન દ્વારા સધન તપાસ અને સીટી સ્કેન કરતાં નિદાન થાય છે.”એકયુટ ટાઈપ એઓર્ટીક ડિસેકશન”. આ બીમારીમાં હૃદયમાંથી નીકળતી મહાધમની અતિશય બ્લડ પ્રેશરથી ફાટી જાય છે અને તેના કારણે જીવન જાેખમમાં મુકાઈ જાય છે.
દર્દીને તાત્કાલિક અમદાવાદ સીમ્સ હોસ્પિટલમાં આગળની સારવાર માટે મોકલવામાં આવેલ. લોહીના રીપોર્ટ, હૃદયનો ઈકો ટેસ્ટ અને સીટી એન્જિયોગ્રાફી વડે નિદાન પાકું કરવામાં આવે છે.
શરૂઆતમાં ઈંજેકશનો ચાલુ કરી હાઈ બી.પી ને કાબુમાં લેવામાં આવે છે. આઈ.સી.યુમાં ઓબ્ઝર્વેશનમાં રાખેલ દર્દીને આંતરડામાં લોહી પહોંચાડતી નળી સાંકળી થઇ જવાથી સતત પેટમાં દુઃખાવો રહયા કરે છે
અને આવા કેસમાં આંતરડાનું ગેંગરીન (સડી જવા)નું જાuખમ હતું. ડો. મિલન ચગ (ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ), ડો. નિરેન ભાવસાર (કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ)ની એકસપર્ટટીમ મળી હાઈબ્રીડ રીપેર માટે તૈયારી કરે છે. પ્રથમ સ્ટેજમાં ગળાના ભાગમાં કેરોટીડ-કેરોટીક બાયપાસ કરવામાં આવ્યો. બીજા સ્ટેજમાં જાંધના ભાગમાંથી માત્ર ૩ સેન્ટીમીટરના કાપામાંથી જઈને દર્દીની ૧પ સે.મી જેટલી ફાટેલી મહાધમની બદલી નાખવામાં આવે છે.માત્ર ૧/ર કલાકમાં જ જટિલ બિમારીનું સફળઓપરેશન પુરૂ થાય છે. આંતરડાની દબાતી નસ પણ ખૂલી જાય છે અને દર્દી બીજા દિવસે ધરે જવા માટે તૈયાર છે. આ રીતે અતિ જીવલેણ બિમારીને વગર ઓપરેશને (endovascular repair) સફળતાથી સારવાર આપીને દર્દીને નવું જીવન આપી શકાયું.
વાચક મિત્રો, એઓર્ટીક એન્યુરિઝમ અને ડિસેકશન વિશેની જાગૃતિ અને જ્ઞાન ગુજરાતી સમાજમાં ધણાં ઓછા છે.
આવા દર્દીની સફળ સારવાર ગુજરાતભરમાં પ્રથમવાર હાથ ધરાઈ છે. જે આપણા માટે ગૌરવદાયક વાત છે.
તો સીમ્સની તબીબી ટીમને અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં થનારી ક્રાંતિકારી શોધ અને સારવાર તરફની
સીમ્સની હરણફાળને વધાવી લઈએ.