Select Page

૫૫  વર્ષનાં  એક  દર્દીને  એક  વર્ષથી  ખોરાક ઉતારવામાં  તકલીફ  થતી  હતી.  ઘણી  તપાસ છતા  નિદાન  થયુ  નોહતુ.  એન્ડોસ્કોપી તથા બેરીયમની  તપાસ  છતાં  દર્દી  આ  તકલીફ  સાથે એક  વર્ષથી  પીડાતા  હતા. ખોરાકનાં અટકાવને  કારણે  સુતી  વખતે  ખોરાક  પાછો આવવાથી અને શ્વાસ નળીમાં જવાને કારણે ઉધરસ અને ફેફસાંની તકલીફ શરૂ થઈ ગઈ હતી. ત્યારે  દર્દીએ  સીમ્સ  હોસ્પિટલની  મુલાકાત લીધી  અને ડો. ને  મળતા  તેમની તકલીફ  એ કે લે સીયા  કાર્ડિયા  નામનીઅન્નડોની  બીમારી  હોવાનું  અનુમાન  થયું. એકેલેસીયા  કાર્ડિયામાં  અન્નનડી  અને જઠરની વચ્ચેનો વાલ જે સામાન્ય  માણસમાં ખોરાક  ઉતારતી  વખતે  ખુલે  છે, તે  ખુલી  નથી શકતો.  એના  કારણે  દર્દીને  ખોરાક, 

 

અન્નનળીમાં  અટકતો  હોવાનો  અહેસાસ  થાય છે અને લાંબા ગાળે  અન્નનડી પહોળી  થઇ જાય  છે.  ઈસોફેજીયલ  મેનોમેટરી  નામની તપાસથી  તે  નીદાન  પાકું  કરવામાં  આવ્યું. દર્દીને  નિદાન  અને  તેની  સારવાર  માટેની જરૂરીયાત  સમજાવવામાં  આવી  અને  દર્દીને તકલીફથી  છુટકારો  મળવાની  આશા  દેખાઈ.લેપ્રોસ્કોપીથી  તેમની  તકલીફ  માટે  ઓપરેશન કરીને  અન્નનળી  અને  જઠર  વચેના  વાલને ખો લવામાં   આવ્યો .  આ  ઓપરેશનને લેપ્રોસ્કોપીક  હેલર્સ  માયોટોમી  કહેવાય  છે. ઓપરેશન  પછી  થોડાક  કલાકોમાં  દર્દી પથારીમાંથી  ઉભા  થઈ  ચાલી  શકતા  હતા  અને બીજા  દિવસથી  પ્રવાહી  અને  ખોરાક  શરૂ કરવામાં  આવ્યો.  હાલ  દર્દી  એક  સામાન્ય માણસની જેમ ખોરાક લઈ શકે છે. ફેફસાની બધી  તકલીફમાંથી  મુક્તિ  મળી  ગઈ  છે. લેપ્રોસ્કોપીને કારણે ઓપરેશન પછીની ઘણી બધી  તકલીફો  ઓછી  થઈ  ગઈ  છે  અને રીકવરી  જલ્દીથી  થાય  છે. અન્નનળીની  તકલીફો  ઘણાં  પ્રમાણમાં  થતી હોય  છે. પણ,  આ તકલીફોને  ગંભીરતાથી  ન લેવાને  કારણે  મોટા  ભાગના  દર્દીઓ  ડોક્ટરની સલાહ  માટે  ઘણાં  વિલંભથી  આવે  છે. સીમ્સ  હોસ્પિટલમાં  આવા  અન્નનળી  અને ગેસ્ટો ઈન્ટેન્સીનલ ઓપરેશન લેપ્રોસ્કોપીની મદદથી  રોજીંદા  ધોરણે  થાય  છે.