આપણે  સૌ  જાણી    છીએ  કે  ભગવાનની  ઇચ્છા  સામે  ડોક્ટરનું પણ  કંઇ  ચાલતું  નથી. આમ  છતાં  માનવી તેના  સ્વજનને  બચાવવા માટે  કંઇ પણ હદ સુધી  જઇ  શકે  છે. ઘનિષ્ઠ સારવાર  વિભાગ  કે ઇન્ટેન્સીવ  કેર યુનિટ પણ  આવી જ એક  જગ્યા  છે  જ્યાં  સતત માનવી  (ડોક્ટર) અને  ભગવાન  વચ્ચે  લડાઈ  ચાલતી હોય  છે. આપણા સમાજમાં  કેટલીક ખોટી માન્યતાઓ પણ  આ અંગે ચાલતી હોય છે જેમ કે ‘વેન્ટીલેટર પછી  મૃત્યુ સિવાય કંઇ ના થઇ શકે’ કે પછી ‘હૃદય કે ફેફસાં ફેઇલ થયા પછી હરિશરણ થવા સિવાય કોઇ ઉપાય નથી’ વગેરે વગેરે. પણના ! હવે માનવીને એક  બ્રહ્માસ્ત્ર  મળી  ગયુ  છે  જે હૃદય અને ફેફસાં  ફેઇલ  થાય  તો  પણ  જીવનની આશા આપી શકે  છે  અને એ આશા કે સ્વપ્ન સાચું પડે ત્યાં સુધી શરીરને સહારો આપી શકે છે. આ બ્રહ્માસ્ત્ર  છે. ECMO  ( Extracorporeal   Membrane Oxygenation)  અહીં (Extracorporeal)  એટલે   “શરીરનું બહારનું”. આમ ECMO એક  એવી  પ્રક્રિયા  છે  કે  જેનાં  દ્વારા શરીરને  કેટલાક  મશીનો  દ્વારા  બહારથી  હૃદય અને  ફેફસા  માટે તત્કાલીન સમય માટે સહારો આપવામાં આવે છે. ECMO કેવી રીતે અને શું કામ કરે છે?

ECMO   મશીન  એક  પંપ  હોય  છે.  જે  હૃદય ની  જેમ    લોહીને આગળ  ધકેલી  શરીરમાં  પહોંચાડે  છે.  તેમાં  એક  Oxygenation મશીન  પણ  હોય  છે.  જે  શરીરમાંથી  ખેંચેલા  ખરાબ  કે કાર્બનડાયોક્સાઈડ  લોહીને  સાફ  કરી  તેનાં  ઓક્સીજન  ભેળવે  છે અને ત્યાર  બાદ  તે  પમ્પ  દ્વારા શરીરમાં પાછું  ધકેલાય છે. આમ તે, ઓક્સીજનેટર  ફેફસાનું  કામ  પણ  કરે  છે.    મશીન  ખાસ પ્રકારની  નળી  દ્વારા  શરીરની  ગળાની  કે  થાપાની  મુખ્ય નળી  સાથે જોડવા માં આવેલા હોય છે. ECMO કોને  મૂકી  શકાય?  કયા  રોગોમાં ECMO સારવાર  ફાયદો આપે?

હૃદય ના રોગો જેવા કે,

  • હાર્ટફેલ્યોર
  • બાયપાસ પછી કે પહેલાં
  • હાર્ટટ્રાન્સપ્લાન્ટ પહેલાં અને પછી
  • વાલ્વ સર્જરી
  • જન્મજાત હૃદયની ખામીઓ (બાળકોનાં હૃદયરોગ)
  • શરીરની મુખ્ય ધમનીઓની સર્જરીમાં
  • પોઇઝનીંગ (ઝેરની અસરવાળા દર્દી)

ફેફસાનાં રોગો જેવા કે

  • સ્વાઈન ફ્લુ, બર્ડ ફ્લુ, 
  • કોઈપણ ફ્લુ વાઈરસ કે બેક્ટેરિયા જન્યરોગો
  • ARDS
  • કોઈપણ કારણસર થયેલ લંગ ફેલ્યોર Lung Failure

  સર્વે  ઉપરોક્ત  રોગો  માટે  દવાઓ,  વેન્ટીલેટર  જેવી  સારવાર બધે જ ઉપલબ્ધ  છે પણ કેટલાંક ગંભીર દર્દીઓમાં આ સારવારનો ફાયદો    થવાથી  તેમનાં  માટે ECMO સારવાર  આશીર્વાદ  સમાન પૂરવાર  થાય  છે.    સારવાર  અત્યારે  આખા  ગુજરાતમાં  ફક્ત સીમ્સ હોસ્પિટલ પાસે જ ઉપલબ્ધ છે.

ECMO Team શું છે?

ECMO ટીમ  એક એવી ટીમ  છે કે જે ECMO સારવાર  લઈ રહેલાં દર્દીનું  ધ્યાન  રાખે  છે.    એક  મોટી,  કાર્યક્ષમ  અને  બહુવિધ પ્રતિભા ધરાવતી ટીમ છે.

સીમ્સ  હોસ્પિટલની ECMO TEAM માં નીચે  જણાવેલા સભ્યો  હાજર છે.

  • કાર્ડિયોલોજીસ્ટ  (હૃદયરોગ  નિષ્ણાંત)  (પુખ્તવય  માટે  તથા બાળકો માટે)
  • ઈન્ટેન્સીવીસ્ટ  (ઘનીષ્ઠ  રોગવિશેષજ્ઞ)  (પુખ્તવય  માટે  તથા બાળકો માટે)
  • કાર્ડિયોથોરાસીક સર્જન (હૃદય અને છાતી નાં રોગનાં સર્જન)
  • પર્ફયુસનીષ્ટ  (ECMO મશીન ચલાવવાનાં વિશેષજ્ઞ)
  • ICU નર્સીસ  (ઘનિષ્ઠ  સારવાર  માટેનાં  પરિચારિક  અને પરિચારિકા)

શું ECMO સારવારથી કોઈ તકલીફ થઈ શકે ?

કોઈપણ  સારવાર  દર્દીનાં  સારા થવા માટે જ બની  હોય  છે.  પણ કોઈક  દર્દીને  આવી  ફાયદાકારક  સારવારમાં  પણ  નાની-મોટી તકલીફ થઈ શકે છે. ECMO  પણ  આમાંથી  બાકાત  નથી.  આમ છતાં, ECMO નાં  જીવનરક્ષક ઉપયોગ સામે  આ તકલીફો  ખૂબ જ ગૌણ છે.

જેમ કે,

  • ECMO મશીનમાં  લોહી  ફરતું  રાખવા  વપરાતી  દવાઓનાં  લીધે લોહી  જાડું થવું  કે પાતળું  થઈને  લોહી  વહેવું  ખૂબ જ નાની  પણ ધ્યાન લેવા જેવી તકલીફ છે.
  • ECMO મશીનમાં લોહીનું વિઘટન  થતું હોવાથી દર્દીને બહારથી લોહી આપવાની પણ જરૂર પડી શકે છે.

આ સાથે    એટલું ચોક્કસ  કહી  શકાયકે  ECMO  એ જીવનરક્ષક સારવાર  પ્રણાલી  છે.  જેનો  ઉપયોગ  કરી  જીવનરૂપી  ભેટ  આપી શકાય  છે.  ખાસ,  હઠીલા  રોગો  માટે    એક  આશીર્વાદજનક વારંવાર  છે.    સારવાર  ગુજરાત  અને  તેની  આજુબાજુનાં રાજ્યોનાં  લોકો  માટે  ફક્ત  સીમ્સ  હોસ્પિટલ  લઈને  આવી  છે.  આ સાથે જ સીમ્સ હોસ્પિટલ ECMO અપનાવીને “દર્દીની સુખાકારી એ જ  અમારું  હિત”,  દર્દીની  સારવાર  એજ  અમારો  પ્રથમ  હેતુ”  એ સુત્રોને  સાચા  ઠેરવ્યા  છે.  સીમ્સની  ઘનિષ્ઠ  સારવાર  વિભાગ  અને ECMO ટીમ  વતી  એક  કટીબદ્ધ  સારવારની  ખાતરી  આપવામાં આવે છે.તો આવો અને અમને આજે જ સંપર્ક કરો.\