સદીઓથી  માનવી ને જો કોઈ રોગ પરેશાન કરી રહયો હોય તો તે છે હરસ(મસા). એક સર્વેક્ષણ મુજબ યુ.એસ..ની પ૦ વર્ષથી વધું ઉંમરની પ૦% વસ્તી તેમના  જીવનકાળમાં એકવાર મસાના રોગથી પીડાશે. હેમરોઈડ્‌સ (હરસ)  એટલે ગુદામાર્ગમાં  ઉપસેલી, ફુલાએલી નસોમાં સોજો આવે છે. હેમરોઈડ્‌સ  (હરસ)ના  સૌથી સામાન્ય  લક્ષણો ગુદામાર્ગ માંથી રકતસ્ત્રાવ, ખંજવાળ અને પીડા છે. તમે હેમરોઈડ્‌સ ને  ગુદાની  બહાર  અને એની આસપાસ,  અથવા  તે  ગુદામાર્ગની અંદર  અનુભવી  શકશો.  હેમરોઈડ્‌સ  સામાન્ય  છે,  જે પુરૂષો અને સ્ત્રીઓ  બંન્ને  માં જોવા મળે  છે. જો  કે  હરસ  સામાન્ય  રીતે  ગંભીર નથી,  હરસ  આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, અને પેશન્ટ અસ્વસ્થતા અનુભવી શકે છે. જો દર્દીઓ તેને  ગંભીરતાથી ના  લે તો  શરીરમાંથી  હિમોગ્લોબીનનું  પ્રમાણ  ધટી  જાય  છે, જે જોખમી પુરવાર થાય છે.

હરસ મસા થવાના કારણો 

હરસ  મસા  ધણા  કારણો  થી  થાય  છે,  જેમ  કે  વારસાગત  રીતે લોહીની નળીઓની  નબળાઈ  ને  કારણે, કબજીયાતના લીધે સંડાસ જતી વખતે કરવા પડતા જોરના કારણે અથવા વધુ માત્રામાં જુલાબ લેવાના  કારણે,  વધુ  પડતા  ઝાડા  થવાના  કારણે,  ગર્ભવતી સ્ત્રીઓમાં હસર મસા વધુ જોવામાં આવે છે.

હરસ મસાને અટકાવવાના ઉપાયો

થોડીક  કાળજી  વધુ  સારૂ  પરિણામ  લાવે  છે,  હરસ  મસાને અટકાવવા  જીવનશૈલી  માં  ફેરફાર  કરવો  જરૂરી  છે. સૌથી  પ્રથમ અને  અગત્યનું    છે  કે  મળ  નરમ  આવે  અને  મળત્યાગ કરતી વખતે  જોર  કરવું  ના  પડે, કબજીયાત    થવી  જોઈએ, રેશાવાળા પદાર્થો  વધું  ખાવા  જોઈએ. મળત્યાગ  ની  ઈચ્છા  રોકવી  નહી.  જરૂર કરતા વધું સમય સુધી કમોડ ઉપર બેસી ન રહેવું જોઈએ. 

મસાની સારવાર

 Cyrosurgery:

  પધ્ધતિમાં  નાઈટ્રસ  ઓકસાઈડ ગેસથી  મસાને  બાળી  નાખવામાં આવે   છે .આમાં   દર્દી ને   બે ભાન કરવાની  જરૂર  નથી  પડતી,  દર્દીને હોસ્પિટલમાં  દાખલ  પણ  થવું  પડતું નથી.

 Infraded Coagulation :

  પધ્ધતિમાં  કિરણોથી  મસાને  બાળી નાખવામાં  આવે  છે. આમાં  દર્દીને હોસ્પીટલમાં દાખલ થવું પડતું નથી. આ પધ્ધતિ  સરળ  અને  અસરકારક છે, તથા તેની કોઈપણ  જાતની આડ અસર નથી.  ગર્ભાવસ્થા  અને  ડાયાબિટીસ, હદયરોગ વગેરે માં કરી શકાય છે.

DGHAL:

   પધ્ધતિ  ધણા  વધી  ગયેલા  મસા તથા  ખુબજ  લોહી  નિકળતા  મસા  માટે શ્રેષ્ઠ છે. મસા  વિકસિત  કરતી  લોહીની નળીઓને  ચોકકસ  સાધનની  મદદથી અલગ તારવીને અવરોધિત કરી દેવામાં આવે  છે.   પધ્ધતિ  સરળ  અને અસરકારક છે . દર્દીને બે ભાન બનાવવાની  જરૂર  પડતી  નથી.  દર્દીએ હોસ્પિટલમાં  દાખલ  થવાની  જરૂર  પડતી નથી. તેની  કોઈપણ  જાતની આડઅસર નથી.    પધ્ધતિનો  સફળતાઓ  આંક  લગભગ ૯૪ ટકા જેટલો છે.

 

 Radio Frequency:

  પધ્ધતિમાંમાં  ચોકકસ  સાધનની મદદથી 6.15 Mhz  ના તરંગો  થી મસા દુર કરવામાં આવે છે. આ પધ્ધતિ સરળ છે. દર્દીને  હોસ્પિટલમાં દાખલ થવું પડતું નથી. માત્ર  સામાન્ય  એનેસ્થેશિયાની જરૂર પડે છે.

 Diode Laser:

આ પધ્ધતિમાં  અધ્યતન  ડાયોડ  લેઝર ફાયબરની  મદદથી મસા બાળી નાખવામાં આવે છે.