દર  સો  બાળકે  ૧  બાળકને જન્મજાત  હૃદયની ખામી  (કન્જેનાઈટલ  હાર્ટ  ડીસીઝ  અથવા સી.એચ.ડી)  હોય  છે. સી.એચ.ડીને  કારણે હૃદયનું પપીંગ કાર્ય પર અસર થાય છે.કેટલાક સી.એચ.ડીની જન્મ પછી  તરત જ ખબર પડે  છે. જયારે  બીજા  અન્ય સી.એચ.ડીની  બાળપણ  કે ધણીવાર મોટી ઉંમરે પણ  પહેલીવાર  ખબર પડે છે.

ઝડપથી  શ્વાસ  લેવો,  પૂરતું  ધાવણ  ન  લઈ  શકવું, કારણ  વગર  રડવું,  ઉંમર  પ્રમાણે  શરીરનો  વિકાસ ન  થવો,  ચામડી  અને  નખ  ભૂરા  થવા  અને વારંવાર ખાંસી, શરદી-તાવ આવવા, આ બધા સીએચડીના  લક્ષણો  હોઈ શકે.  કેટલાક  કેસમાં તમારા  ડોકટર  સ્ટેથોસ્કોપ  મૂકે  અને  એમને મર્મર સંભળાય  તે  રીતે  સીએડીની  ખબર પડી શકે.

સીમ્સ બાળ હૃદયરોગ વિભાગમાં ડોકટર્સ અને પેરામેડીકલ  ટીમ  તમારા  બાળકની  સંપૂર્ણ કાળજી  લેશે.

આગળ વધીએ એ પહેલાં એક નોર્મલ હૃદયનું બંધારણ  અને  કાર્ય  જાuઈએ.  છાતીના  મધ્ય  ભાગે રહેલું  હૃદય,  શરીરનું કેન્દ્ર  છે. મુઠ્ઠી જેવડું સ્નાયુ બધ્ધ  હૃદય  એક  અવિરત  ચાલતો  પંપ  છે. શરીરના દરેક ભાગને શુધ્ધ લોહી,પહોચાડે છે. આકૃતિમાં જે  લાલ  ભાગ  છે.  તે  શુધ્ધ  લોહી  છેઃ જે  ફેફસાંમાંથી  હૃદયમાં  આવે  છે  અને  શરીર  તરફ જાય  છે.  જે  ભૂરો  રંગ  છે  તે  અશુધ્ધ  લોહી શશીરમાંથી હૃદયમાં થઈ ફેફસાં તરફ જાય છે. એક નોર્મલ હૃદયમાં ચાર ખાના અથવા ચેમ્બર હોય.  ઉપરના  બે : ડાબુ  અને  જમણું  એટ્રિયમ અને  નીચેના  બેઃ ડાબુ  અને  જમણું વેન્ટ્રિકલ,એટ્રીયમ  લોહી  ભેગું  કરે  અને  વેન્ટ્રીકલ તેને આગળ પંપ કરે. બે ધોરી નસોઃ એઓર્ટા અને  પલ્મોનરી  આર્ટરી  લોહીને  હૃદયથી  આગળ લઈ  જાય   જયારે  બે  મોટી  નસોઃ  વેનાકેવા  અને પલ્મોનરી  વેઈન્સ  લોહી  હૃદયમાં  પાછું  લાવે.  ચાર ચેમ્બર  અને  બે  ધોરીનસો  જયાં  એક  બીજાને  મળે ત્યાં  વાલ્વ  હોયઃ પાતળા  પડદા  જેવા  વાલ્વ  જયારે ખૂલે  ત્યારે  લોહીને  એક  જ  દિશામાં  જવા  દે  અને બંધ  હોય  ત્યારે  લીક  અટકાવે.  આ  ચાર  વાલ્વના નામ  છેઃમાઈટ્રલ, એઓેર્ટીક,પલ્મોનરી અને ટ્રાઈકસ્પીડ.બે  એટ્રીયમ વચ્ચેના પડદાને  એટ્રીઅલ સેપ્ટમ અને બે વેન્ટ્રીકલ વચ્ચેના પડદાને વેન્ટ્રીકયુલરસેપ્ટમ  કહેવાય.  હૃદય  ઉપર  એક  પાતળું  આવરણ હોય  જેને  પેરીકાર્ડિયમ  કહે  છે.

કેટલાક  કોમન  સી.એચ.ડી

(1) પી.ડી.એ (Patent   Ductus Arteriosus)

(2) એ.એસ.ડી  (Atrial  Septal  Defect)

(3)  વી.એસ.ડી(Ventricular  Septal Defect)

(4) ટેટ્રાલોજી  ઓફ  ફેલોટ(Tetralogy  of fallot)

(5) ટ્રાઈકસ્પીડ  એટ્રેસીઆ(Tricuspid Atresia)

(6) ટી.એ.પી.વી.સી (T.A.P.V.C)

(7) ટ્રાન્સપોઝીશન  ઓફ  ગ્રેટ  આર્ટરીઝ(T.G.A)

સી.એચ.ડીનું  નિદાન  (ડાયગ્નોસીસ)તમારા  ડોકટરને  જયારે  બાળકમાં  સી.એચ.ડી  ની શંકા  જાય  ત્યારે  તેઓ  બાળકને  અમારી  પાસે મોકલે અને અમારા પેડીયાટ્રીક  કાર્ડીયોલોજીસ્ટ બાળકને ચેક કરી, કેટલીક તપાસ  કરાવેઃ  જેથી એક  નિદાન  થાય  અને  સારવારનું  પ્લાનીંગ  કરી શકાયઆ  ટેસ્ટ  છેઃ

૧. પલ્સ  ઓકસીમેટ્રીઃ આ ટેસ્ટમાં બાળકની આંગળીઓ કે કાન પર  એક  પ્રોબ  મૂકી,  લોહીમાં  કેટલા  ટકા

ઓકિસજન  છે  તે  ખબર  પડે  છે

૨. એક્ષ-રે ચેસ્ટઃ હાર્ટની  સાઈઝ,  ચેમ્બર  મોટી  થવી,  ફેફસાંમાં લોહી કેટલું જાય છે તથા  છાતીના હાડકા

વગેરેની આનાથી  ખબર  પડે  છે.

૩. ઈ.સી.જી  અથવા  કાર્ડીઓગ્રામઃ હૃદયની  ઈલેકટ્રીકલ  એકટીવીટી જાણવા માટે

૪. ઈકોકાર્ડીઓગ્રાફી  અથવા  ઈકોઃ ઈકો  એટલે ગુજરાતીમાં  પડધો.  ઈકો  મશીન હૃદય  પર  અવાજના

તરંગો  મોકલે,  પડધાઈ ને  પાછા  આવે  ત્યારે  આ  તરંગો  એક  તસ્વીર બનાવે. સીએચડીના  નિદાન માં ઈકોકાર્ડીઓગ્રાફી,  મુખ્ય  શસ્ત્ર  છે  અને હૃદયના બંધારણ અને પપીંગ બને તેનાથી ખબર  પડે  છે.

૫. કાર્ડીઆક  કેથેટરાઈઝેશન(કેથ-એન્જીઓ)કેટલાક બાળકોમાં  વધારે માહિતી મેળવવા માટે  આ  ટેસ્ટ 

કરવામાં  આવે  છે. કેથેટરાઈઝેશન  લેબોરેટરીમાં  બાળકોની પગની  નસમાંથી એક તાર  હૃદય  સુધી  પહોચાડી  અને ડાઈ નાખી  હૃદયના  ફોટા  પાડવામાં  આવે. ઉપરાંત  હૃદયની  અલગ  ચેમ્બર  અને  આર્ટરી નું  પ્રેશર  તથા  ઓકિસજનના  ટકા  પણ લેવાય, કેટલાક  બાળકોને  આ માટે બેહોશ પણ  કરવા  પડે  છે.

૬. સીટી  સ્કેન  /  એમ.આર.આઈઃ કેટલાક  બાળકોમાં  ફેફસાંની  નળીઓની સાઈઝ  અથવા  હૃદય પરના  આવરણ  ની સ્થિતિ  વધારે  સ્પેશ્યલ  માહિતી  મેળવવા  આ ટેસ્ટની  સલાહ  આપવામાં આવે છે.જેથી     સારવારનું  પ્લાનીંગ  કરી  શકાય.

૭. બ્લડ  ટેસ્ટઃબાળકનું  હી મોગ્લોબીન, શ્વેત કણો (Leucocytes) ત્રાક કણો (Platelets) જે  લોહી  ગંઠાવામાં ઉપયોગી  છે. સી.આર.પી, લીવર અને કીડનીના  ટેસ્ટ અને  અન્ય  ટેસ્ટ.

૮.  TEE: આ  એક  એવો  ઈકો  ટેસ્ટ  છે  જેમાં અન્નનળીમાં પ્રોબ  નાખી  હૃદયનો  પાછળથી અભ્યાસ    કરવામાં આવે છે. આ ટેસ્ટ માટે બાળકને એનેસ્થેસીઆ આપવું જરૂરી બને છે.

૯. દાંતની  તપાસઃ દાંતમાંનો  સડો  હૃદયના  વાલ્વ  અથવા પડદાની  ડીફેકટ  પર  ચેપ લગાડી શકે છે. હૃદય  પરના ઓપરેશન/પ્રોસીજર  પહેલાં દાંત  સાફ  હોવા  જરૂરી  છે.