સીમ્સ હોસ્પિટલના એર કન્ડિશન્ડ લોન્જમાં રેડિયલ  એન્જિયોગ્રાફીના  દર્દીઓ  માટે સુવિધાજનક  ૧૩ રિકલાઈનર  ચેર અને એ સિવાય  સોફાસેટ્‌સ,  વિશાળ  ટીવી,  વાઈફાઈ ઝોન અને કેફેટેરિયા  સહિત  અનેક સુવિધા પૂરી  પાડવામાં  આવી  રહી  છે. સામાન્ય  રીતે  હોસ્પિટલમાં  પગ  મૂકતાં દવાઓની  વાસ  આવે  અને  વેરવિખેર ઈકિવપમેન્ટ્‌સ  તેમજ  અસુવિધાનો  સામનો કરતા  દર્દીઓ  અને  તેમના  પરિવારજનો જોવા  મળે. નિદાન  માટે  હોસ્પિટલમાં આવનારી  દરેક  વ્યકિત  બીમાર  હોય  એ જરૂરી  નથી.  આ  વાતને  ધ્યાનમાં  રાખીને છેલ્લા ૧પ વર્ષથી મેડિકલ ક્ષેત્રમાં  એક ટ્રેન્ડ શરૂ  થયો. જેમાં  નિદાન  માટે  હોસ્પિટલમાં આવનારી  વ્યકિતની  અનૂકૂળતાને  ધ્યાનમાં રાખી  આધુનિક સુવિધાઓ  પૂરી  પડાય  છે. આ  ટ્રેન્ડને  અપનાવતી  સીમ્સ  હોસ્પિટલમાં રેડિયલ  લોન્જની  સુવિધા  પૂરી  પડાઈ  રહી  છે.

હૃદયને સબંધિત બીમારીઓના નિદાન માટે એન્જિયોગ્રાફી  કરાય  છે. જેમાં  રેડિયલ એન્જિયોગ્રાફીની  પધ્ધતિ  દર્દીઓ  માટે  સૌથી અનુકૂળ  છે. સીમ્સમાં  રેડિયલ  એન્જિયોગ્રાફી માટે  આવતા  દર્દીઓ  તથા  તેમના  પરિવાર માટે  ‘રેડિયલ  લોન્જ’  ની  અત્યાધુનિક  સુવિધા શરૂ કરાઈ  છે. કાફે  કે  એરપોર્ટ લોન્જ જેવું વાતાવરણ  સર્જવા  પાછળનો  હેતું એજ છે  કે એન્જિયોગ્રાફીની  પ્રક્રિયાને  લઈને  વ્યકિત અસ્વસ્થતા  ન  અનુભવે.

રેડિયલ  એન્જિયોગ્રાફીની  જરૂર  હોય  એવા દર્દીઓને રેડિયલ લોન્જમાં રખાય છે. જેમાં દર્દીઓ  માટે  સુવિધાજનક  ૧૩  રિકલાઈનર ચેર  અને  ૮  ઈમરજન્સી  બેડ  છે. એન્જિયોગ્રાફી  પછી  બે  થી  ત્રણ  કલાકમાં  રજા અપાય  છે.  ‘રેડિયલ  લોન્જમાં’  દર્દીઓ મેગેઝીન  વાંચી  શકે  છે,  ટીવી  જાuઈ  શકે, સંગીત સાંભળી શકે છે. કે, પછી વાઈફાઈ ઝોનમાં  લેપટોપ  પર  કામ  કરી  શકે  છે. સુવિધાજનક  રિકલાઈનર  ચેરમાં  રાહત માણતા તેઓ  પોષ્ટિક  નાસ્તો  અને ભોજન મેળવી  શકે  છે. સાથો સાથ વ્યકિત ને  તંદુરસ્તી માટે રહેણીકરણીમાં  કેવા  સુધારા  કરવા  જોઈએ એનું  માર્ગદર્શન  પૂરૂ  પાડવામાં  આવે  છે. એન્જિયોગ્રાફી માટે આવેલી વ્યકિતએ એક જ  જગ્યાએ  બેસી  રહેવાની  જરૂર  નથી.  તે આરામથી  લટાર  મારી  શકે  છે  અને  ઈચ્છે  તો સોફા  પર  આરામ  કરી  શકે  છે. હરિયાળા  વાતાવરણમાં  વ્યકિત  વધુ  રાહત અનુભવે  છે.  આ  વાતને  ધ્યાનમાં  રાખીને રેડિયલ લોન્જની અંદર હરિયાળું વાતાવરણ સર્જાયું  છે. દર્દી  અને  તેના  પરિવારજનો રેડિયલ  લોન્જમાં  આવ્યા  હોય  ત્યારે  જાણે કોઈ  હોસ્પિટલના  બદલે  પોતે  કાફે  કે એરપોર્ટના  બિઝનેસ  કલાસના  લોન્જમાં આવ્યા હોય  એવો સુખદ  અનુભવ કરે  છે, મેનેજમેન્ટ  એડિ્‌મશન  અને  ડિસ્ચાર્જની પ્રક્રિયા  સરળતાથી  અને  ઝડપથી  કરી  શકે  છે, જેથી  દર્દીનો  સમય  બચી  જાય  છે.