૫૨ વર્ષની એક સ્ત્રીને થોડા વર્ષો પહેલાથી ‘ઓસ્ટેઓઆરથ્રાઇટીસ’ના  કારણે  બંને ઘુંટણમાં  સખત  દુખાવો  થઇ  રહ્યો  હતો. લગભગ  છ  મહિનાથી  એક  વિખ્યાત ઓર્થોપીડિશિયન પાસે  તેની  સારવાર  ચાલુ હતી, જ્યાં આ દુખાવાને ઓછુ કરવા માટે ઇન્ટ્રાઆરટીક્યુલર સ્ટીરોઇડ ઇન્જેકશન (સાંધામાં  અપાતા  ઇન્જેકશન) દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી.ડોક્ટરની સલાહ મુજબ તે સ્ત્રીએ ૮-૧૦  ઇન્જેકશન પોતાના  જમણા  ઘુંટણે અને ૨ ઇન્જેકશન ડાબા ઘુંટણમાં લીધા  હતા. ઓક્ટોબર મહિનામાં  તે  સ્ત્રી  તેને  ચાર  દિવસથી  થતા જમણા  પગ  અને  ઘુંટણમાં  સખત  દુઃખાવો તેમજ  સોજાની  તકલીફ  સાથે  સીમ્સ હોસ્પિટલમાં  આવી  હતી. તેને  સખત  તાવ પણ  હતો.  સીમ્સ  દ્વારા  તેની  સંપુર્ણ  તપાસ કરતાં  અમે  એવા  તારણ  પર  આવ્યા  કે  જે ઇન્જેકશન  તેને  આપવામાં  આવ્યા  હતાં, તેને કારણે  જમણા  પગ  અને  ઘુંટણમાં  ભયંકર ઇન્ફેકશન  થઇ  ગયુ  હતું.  તપાસ  કર્યા  પછીના થોડા  જ  કલાકોમાં  તે  સ્ત્રીને સર્જરી  માટે  લઇ જવામાં  આવી. સર્જરી  દ્વારા  તેમના  ઘુંટણ અને  પગમાં  જમા  થયેલ  પરૂ  કાઢવામાં  આવ્યું અને  તેને  ‘કલ્ચર’  પરિક્ષણ  માટે  લેબોરેટરીમાં મોકલવામાં  આવ્યું.  થોડા  જ  સમયમાં  અમને રિપોર્ટ  મળ્યો  કે  આ  ઇન્ફેકશન  એક  ભાગ્યે  જ જોવા મળતું  જંતુ  ‘નોકારડીયા’ના  કારણે  થયું

 છે. આ જાણ્યા પછી  તરત  જ નોકારડીયાના નિવારણ  માટે તેની  સારવાર ચાલુ કરવામાં આવી તેને TMP /SMX  ની  ટેબલેટ, અમીકાસીન ઇન્જેકશન અને લાઇનઝોલીડ ટેબલેટ ચાલુ કરવામાં આવી. લાઇનઝોલીડ એક  અઠવાડિયા  પછી  અને  અમીકાસીન  ત્રણ અઠવાડિયા  પછી  બંધ  કરાવવામાં  આવી. TMP /SMX ની  ટેબલેટ  છ  મહિના  સુધી  ચાલુ રાખવાનું નક્કી કર્યું. આ સારવારથી દર્દીમાં સુધારો  જોવા  મળ્યો.  તેના  ઘાવ  સંપુર્ણ  સુકાઇ ગયા  અને  આજે  તે  દર્દી  હરી-ફરી  શકે  છે. ચર્ચા: નોકાર્ડિઆ  એક  બેક્ટેરિયા  છે  જે વાતાવરણ  સહિત  જમીન  અને  પાણીમાં  હોય છે.  આ  બેક્ટેરિયા  જીવાણુનાશક  પ્રવાહી, સ્થાનિક  એનેસ્થેશિયામાં ઉપયોગી  પ્રવાહી, સોય  અને  સિરિંજ  જે  ઇન્જેકશનમાં ઉપયોગમાં  લેવાય  છે, તેને  દુષિત  કરે  છે.  જો યોગ્ય ચેપરોધક ઉપાયો જેમ કે સ્વચ્છ હાથ અંગે યોગ્ય કાળજી ન લેવામાં આવે, તો તે સાંધામાં પ્રવેશી ગંભીર ચેપનું રૂપ લઇ શકે છે જો જીવાણુંને  જાણ્યા  વિનાએન્ટિબાયોટિક  આપવામાં  આવે  તો  તેનું ગંભીર  પરિણામ  આવી  શકે  છે.  ચેપની સારવાર હંમેશા ચેપી જીવાણું પર આધારિત હોય છે જેના માટે ‘કલ્ચર’  ટેસ્ટ જરૂરી છે. એન્ટિબાયોટિક્સની  પસંદગી, તેની  માત્રા, તેમજ  તેનો  સમયગાળો  નોકાર્ડિયા  માટે વિશિષ્ટ  છે.  અન્ય  બેક્ટેરિયાથી  થતા  સાંધાના ચેપ  માટે  ૬  અઠવાડિયાની  સારવાર  પૂરતી છે, જ્યારે નોકાર્ડિયા  માટે ઓછામાં ઓછી ૪-૬  મહિના  સારવાર  લેવી  પડે  છે.  ડ્રગ સસેપ્ટીબીલીટી  ટેસ્ટ  દર્દી  માટે  કઇ એન્ટિબાયોટીક  વધુ  કારગત  નીવડશે  તે જણાવે  છે.  આ  ટેસ્ટ  માટે  યોગ્ય  રીત અપનાવી  જરૂરી  છે. અયોગ્ય  રીતથી સારવારની  દિશા  વિપરિત  પરિણામ  તરફ વળી  શકે છે. આ કેસ  દરેક  પ્રકારના  ચેપી રોગની  સારવાર  માટે એક  શ્રે ષ્ઠમાઇક્રોબાયોલોજી  લેબ  અને  ચેપજન્ય  રોગ અંગે  નિષ્ણાંતોની  સલાહના  મહત્વ  પર પ્રકાશ  પાડે છે.